Assembly Election Result 2023 Live Updates:મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ સહિત 4 રાજ્યોની મત ગણતરીમાં ભાજપને મોટી જીત મળી છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ટ્રેન્ડમાં ભાજપે બહુમતી મેળવી છે. છત્તીસગઢમાં પણ ભાજપે અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે અને 57 બેઠકો પર લીડ મેળવી છે. આ રીતે ભાજપની સફળતાથી એક્ઝિટ પોલ પણ ખોટા સાબિત થયા છે. કોઈ એક્ઝિટ પોલમાં ભાજપને છત્તીસગઢમાં આગળ દેખાડવામાં આવ્યું ન હતું, પરંતુ હવે તે અહીં બહુમતીના આંકની નજીક લાગે છે.
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું કે, મેં મારું રાજીનામું રાજ્યપાલને સોંપી દીધું છે. અમને જે આદેશ મળ્યો છે તેનું અમે સન્માન કરીએ છીએ. અમે સકારાત્મક વિપક્ષની ભૂમિકામાં રહીશું. હું ભાજપને તેની જીત માટે અભિનંદન આપું છું.
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું, હું રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના લોકોનો આભાર માનું છું. પીએમ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વ ગુરૂ બનશે. આપણી શાશ્વત સંસ્કૃતિ જ વિશ્વનું નેતૃત્વ કરશે, આજે ત્રણેય રાજ્યોએ પણ એક જ સંદેશ આપ્યો છે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, આ પીએમ મોદીમાં વિશ્વાસ છે, આ ભાજપની ડબલ એન્જિન સરકારના કામની જીત છે. આ મધ્યપ્રદેશની 9.5 કરોડ જનતાનો ભાજપ પર ભરોસો છે. હું કાર્યકરોનો આભાર વ્યક્ત કરું છું, આ તેમની જીત છે. આ ગરીબો, ખેડૂતો, યુવાનો, માતાઓ અને બહેનોની જીત છે.
ભારતનો મતદાતા સમજે છે કે સ્વાર્થ શું છે અને જનહિત શું છે ! દૂધ અને પાણી વચ્ચેનો તફાવત જાણે છે. કોઈપણ ભોગે જીતવા માટે હવાઈ હવાઈ વાતો અને લોભ લાલચની ઘોષણાઓને મતદાતા પસંદ નથી કરતા. મતદાતાઓને તેમનુ જીવન વધુ સારુ કરવા માટે એક સ્પષ્ટ રોડમેપ જોઈએ. તે જાણે છે કે જ્યારે ભારત આગળ વધે છે તો રાજ્ય આગળ વધે છે. દરેક પરિવારનું જીવન સુધરે છે અને આથી તે ભાજપને પસંદ કરી રહ્યા છે.
#WATCH प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, ” इस चुनाव में देश को जातियों में बांटने की बहुत कोशिशें हुई लेकिन मैं लगातार कह रहा था कि मेरे लिए देश में 4 जातियां ही सबसे बड़ी जातियां है। जब मैं इन 4 जातियों की बात करता हूं तब हमारी नारी, युवा, किसान और हमारे गरीब परिवार इन 4 जातियों… pic.twitter.com/NZghXMthsr
— ANI_HindiNews (@AHindinews) December 3, 2023
ભરોસો એ કે આઝાદીના અમૃતકાળમાં વિકસીત ભારતનો જે સંકલ્પ આપણે કર્યો છે તેને જનતા જનાર્દનનો સતત આશિર્વાદ મળી રહ્યો છે. આજે વિશ્વ જોઈ રહ્યુ છે કે ભારતનું લોકતંત્ર અને ભારતનો મતદાતા બંને કેટલા પરિપક્વ અને કેટલા મેચ્યોર છે. આજે વિશ્વ જોઈ રહ્યુ છે કે ભારતની જનતા પૂર્ણ બહુમત માટે, સ્થિર સરકાર માટે સમજી વિચારીને મતદાન કરી રહી છે. ભાજપે સેવા અને સુશાસનની રાજનીતિનું નવુ મોડલ દેશ સામે પ્રસ્તુત કર્યુ છે. અમારી નીતિ અને નિર્ણયોના મૂળમાં માત્રને માત્ર દેશ, દેશવાસી છે. ભારત માતાકી જય એ જ અમારો મંત્ર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજના જનાદેશે સાબિત કર્યું છે કે જનતા હવે ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ ઈચ્છે છે. આ ચૂંટણી પરિણામ કોંગ્રેસ અને તેના ઘમંડી ગઠબંધન માટે બોધપાઠ સમાન છે. દુરુપયોગ કરવાથી તમને મીડિયામાં સ્થાન મળી શકે છે પરંતુ લોકોના દિલમાં સ્થાન નથી મળી શકતું. આ ચૂંટણી પરિણામો ભ્રષ્ટાચાર સામેની લડાઈ માટે પણ સ્પષ્ટ સંદેશ છે.
આ પરિણામોની ગૂંજ માત્ર એમપી, રાજસ્થાન અને છત્તીસગઢ પુરતી સિમિત નહીં રહે. આ પરિણામોની ગૂંજ દૂર સુધી જશે. સમગ્ર વિશ્વમાં આ પરિણામોનો પડઘો પડશે. આ ચૂંટણી પરિણામો ભારતના વિકાસ પર ભરોસો દુનિયાના વિશ્વાસને વધુ મજબુતી પ્રદાન કરશે. આ ચૂંટણી પરિણામો વિશ્વભરના રોકાણકારોને પણ નવો વિશ્વાસ આપશે.
હું તેલંગાણાની જનતા અને તેલંગાણાના ભાજપ કાર્યકર્તાનો વિશેષ આભાર વ્યક્ત કરુ છુ. દરેક ચૂંટણીમાં તેલંગાણામાં ભાજપનો ગ્રાફ સતત વધી રહ્યો છે. હું તેલંગાણાના લોકોને એ વિશ્વાસ અપાવુ છુ કે ભાજપ આપની સેવામાં કોઈ કોર કસર બાકી નહીં રહેવા દે.
છત્તીસગઢના પરિવારજનોને તો મે ખુદ કહ્યુ હતુ કે હું તમારી પાસે કંઈ માગવા નથી આવ્યો પરંતુ 3 ડિસેમ્બરે છત્તીસગઢમાં ભાજપની સરકાર બનશે તેનુ નિમંત્રણ દેવા આવ્યો છુ. છત્તીસગઢના પરિણામો સ્પષ્ટ કરે છે કે દરેક પરિજને એ વાતને સ્વીકારી છે.
આ જે દેશના યુવામાં એ વિશ્વાસ સતત વધી રહ્યો છે કે ભાજપ જ તેની આકાંક્ષાઓ સમજે છે અને તેના માટે કામ કરે છે. દેશનો યુવા એ જાણે છે કે ભાજપની સરકારી યુવા હિતૈશી હોય છે. યુવાઓ માટે નવા અવસર બનાવનારી હોય છે. આજે દેશનો આદિવાસી સમાજ પણ હવે ખુલીને પોતાની વાત રાખી રહ્યો છે. આ એજ આદિવાસી સમાજ છે જે કોંગ્રેસની નીતિઓને કારણે સાત દશક સુધી પાછળ રહ્યો. તેને અવસર ન આપવામાં આવ્યા. તેની વસ્તી આજે 10 કરોડ આસપાસ છે. અમે ગુજરાતના ચૂંટણી પરિણામોમાં પણ જોયુ છે કે જે કોંગ્રેસે આદિવાસી સમાજને ક્યારેય પૂછ્યુ સુદ્ધા નહીં તે આદિવાસી સમાજે કોંગ્રેસનો સફાયો કરી દીધો. આ જ ભાવના આજે અમે એમપી, રાજસ્થઆન અને છત્તીસગઢમાં પણ જોઈ છે. આ રાજ્યોની આદિવાસી અનામત બેઠકો પર કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા .
આદિવાસી સમાજ આજે વિકાસ માટે આકાંક્ષી છે અને તેમને વિશ્વાસ છે કે તેમની આકાંક્ષાને ભાજપ સરકાર જ પુરો કરી શકે છે. મે આજે દરેક રાજ્યના ભાજપના કાર્યકરોની પણ સરાહના કરુ છુ અને પ્રશંસા કરુ છુ. ભાજપ અને કમળ પ્રત્યેની તમારી નિષ્ઠા, સમર્પણ અતુલનીય છે. ડબલ એન્જિન સરકારનો મેસેજ તમે પુરી પ્રામાણિક્તા સાથે જન-જન સુધી પહોંચાડ્યો છે. તેનુ જ પરિણામ આજે મળી રહ્યુ છે. અમારા નડ્ડાજી જે રીતે તેમની રણનીતિને અમલને લાવ્યા,આ વિજય તેનુ પણ પરિણામ છે. આ ચૂંટણી દરમિયાન નડ્ડાના પરિવારમાં એક દુ:ખદ ઘટના ઘટી છતા નડ્ડાજી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સ્વરૂપે દિવસરાત કાર્યરત રહ્યા.
રાજનીતિના આટલા વર્ષોમાં હું હંમેશા ભવિષ્યવાણીઓથી દૂર રહ્યો. હું ક્યારેય પરંતુ આ વખતે મે મારો નિયમ તોડ્યો હતો. મે રાજસ્થાનમાં માવજી મહારાજને પ્રણામ કરતા તેમની જ ધરતી પર એ ભવિષ્યવાણી કરી હતી કે રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર ફરી સરકાર નહીં બનાવી શકે. હું ભવિષ્યવેતા નથી પરંતુ મારો રાજસ્થાનની જનતા પર વિશ્વાસ હતો.
ત્રણ રાજ્યોમાં ભવ્ય જીત બાદ બીજેપી હેડક્વાર્ટર પહોંચેલા પીએમ મોદીએ કહ્યું, આજે વંચિતોની પસંદગીના વિચારની જીત થઈ છે. આજે પારદર્શિતા અને સુશાસનની જીત થઈ છે. હું આ મંચ પરથી તમામ મતદારોને આદરપૂર્વક સલામ કરું છું. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાનમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેલંગાણામાં ભાજપનું સમર્થન વધી રહ્યું છે. આજે પણ મારા મનમાં એ જ લાગણી છે, મારી માતાઓ, બહેનો, યુવાનો, ખેડૂતો અને ગરીબ ભાઈઓએ લીધેલા નિર્ણયો માટે હું તેમને નમન કરું છું અને તેમને પૂરા દિલથી સમર્થન આપું છું.
મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપની જંગી જીત બાદ પાર્ટી હેડક્વાર્ટર પહોંચેલા પીએ મોદીએ કહ્યું, યુવાનો જ જનતા છે, તેમની ઈચ્છાઓ માત્ર ભાજપ જ પૂર્ણ કરશે, ભાજપ દેશના યુવાનો માટે અધિકારી બનાવશે, તે યુવાનો છે. દેશના યુવાનો આજે માત્ર વિકાસ ઈચ્છે છે.
પીએમ મોદીએ તેમના સંબોધનમાં જણાવ્યુ કે આજે ભારતના વિકાસ માટે રાજ્યોનો વિકાસ એ વિચારસરણીનો વિજય થયો છે. આજે પણ મારા મનમાં એ જ ભાવ છે. હું મારી માતાઓ, બહેનો, દીકરીઓ, મારા યુવા ભાઈઓ સામે આભાર વ્યક્ત કર્યુ છે. તેમણે જે નિર્ણય કર્યો. આ ચૂંટણીમાં તેમણે આગળ આવી જે ભાગ લીધો તેમના માટે હું તેમનો નતમસ્તક થઈ આભાર માનુ છુ.
ચાર રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. વલણો અનુસાર મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપને બહુમતી મળી છે. આ સાથે જ તેલંગાણામાં કોંગ્રેસની જીત થતી જોવા મળી રહી છે. શિવરાજ સિંહ ચૌહાણની સરકાર જબરદસ્ત પરિણામો સાથે એમપીમાં સત્તામાં પરત ફરતી હોય તેવું લાગી રહ્યું છે. આ પરિણામોથી ભાજપ ઉત્સાહિત છે. ભોપાલ, જયપુર, રાયપુરથી લઈને દિલ્હી સુધી ઉજવણીનો માહોલ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ ચૂંટણીમાં દેશને જાતિઓમાં વહેંચવાના ઘણા પ્રયાસો થયા પરંતુ હું સતત કહી રહ્યો હતો કે મારા માટે માત્ર 4 જાતિ જ દેશની સૌથી મોટી જાતિ છે. જ્યારે હું આ 4 જાતિઓ, આપણી મહિલાઓ, યુવાનો, ખેડૂતો અને આપણા ગરીબ પરિવારોની વાત કરું છું, ત્યારે આ 4 જાતિઓને સશક્તિકરણ કરવાથી જ દેશ મજબૂત બનશે.
#WATCH प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, ” इस चुनाव में देश को जातियों में बांटने की बहुत कोशिशें हुई लेकिन मैं लगातार कह रहा था कि मेरे लिए देश में 4 जातियां ही सबसे बड़ी जातियां है। जब मैं इन 4 जातियों की बात करता हूं तब हमारी नारी, युवा, किसान और हमारे गरीब परिवार इन 4 जातियों… pic.twitter.com/NZghXMthsr
— ANI_HindiNews (@AHindinews) December 3, 2023
PM મોદી એ કહ્યું કે રાજસ્થાનના લોકો પર મને વિશ્વાસ હતો અને આ વિશ્વાસ તેમણે સાચો કરી બતાવ્યો
PM એ આદિવાસ સમુદાયની વાત કરતાં ગુજરાતનો ઉલ્લેખ કાર્યો છે. અને કહ્યું કે કોંગ્રેસના નામે વોટ માગનાર કોંગ્રેસનો ગુજરાત માંથી સફાયો થયો છે.
મોદી સરકારની ગેરંટીને લઈ મોદીએ જણાવ્યુ કે દેશની બહેન દીકરીને ભાજપના કરેલા વાયદા પૂરા કરાશે, અને કહ્યું કે મોદી ની ગેરંટી એ ગેરંટીની ગેરંટી છે.
પીએમ એ પોતાના ભાષણમાં કહ્યું કે આજે તમામ લોકો જીત્યા છે. આજે તમામ વોટર કહી રહ્યા છે કે માર વોટનો વિજય થયો છે.
2047માં ભારતને એક વિકસિત રાષ્ટ્ર જોવા માગતા લોકોનો આભાર માન્યો
દેશમાં ચાર જતી છે. અમારી નારી શક્તિ, અમારા ખેડૂત અને અમારા ગરીબ પરિવાર. આ ચાર જતીના લોકો માર માટે મહત્વના છે.
ત્રણ રાજ્યોમાં હાર બાદ કોંગ્રેસના સિનિયર નેતા જયરામ રમેશે ટ્વિટર પર લખ્યું છે કે, “બરાબર 20 વર્ષ પહેલા છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે અમે ફક્ત દિલ્હીમાં જ જીત્યા હતા, પરંતુ થોડા મહિનામાં કોંગ્રેસે જોરદાર વાપસી કરી અને લોકસભા ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી અને કેન્દ્રમાં સરકાર બનાવી. આશા, વિશ્વાસ, ધૈર્ય અને નિશ્ચય સાથે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આગામી લોકસભા ચૂંટણીની તૈયારી કરશે. ભારત જોડાશે, INDIA જીતશે!”
મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં હાર બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું છે કે, “અમે નમ્રતાથી જનાદેશ સ્વીકારીએ છીએ. વિચારધારાની લડાઈ ચાલુ રહેશે. હું તેલંગાણાના લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમે પ્રજાલુ તેલંગાણા બનાવવાનું વચન ચોક્કસપણે પૂરું કરીશું. તેમની સખત મહેનત અને સમર્થન માટે તમામ કાર્યકરોનો હૃદયપૂર્વક આભાર.”
#WATCH | Delhi: On BJP’s lead in Rajasthan, CM Ashok Gehlot says “We did not leave any stone unturned and were fully prepared for the elections. We thought people would vote for us based on our current schemes but that did not happen. We will analyse this. I thought people would… pic.twitter.com/qOtStWHeZ3
— ANI (@ANI) December 3, 2023
(Credit Source : ANI)
#MadhyaPradeshElection2023 | State Congress president Kamal Nath says, “We will analyse the loopholes and why we were not able to make the voters understand our point. We will hold discussions will all, be it a winning or losing candidate…” pic.twitter.com/nyVieTL8HB
— ANI (@ANI) December 3, 2023
(credit Source : ANI)
વર્તમાન મુખ્ય પ્રધાન અને બુધનીથી ભાજપના ઉમેદવાર શિવરાજ સિંહ ચૌહાણ 1,64,951 મતોના માર્જિનથી જીત્યા, કુલ 1,04,974 મત મેળવ્યા.
#MadhyaPradeshElection2023 | Incumbent Chief Minister and BJP candidate from Budhni, Shivraj Singh Chouhan won by a margin of 1,64,951 votes, garnering a total of 1,04,974 votes.
(File photo) pic.twitter.com/Rv0LcOBqkW
— ANI (@ANI) December 3, 2023
(Credit Source : ANI)
#WATCH | Rajasthan BJP president CP Joshi says, “…The people of Rajasthan believed in PM Modi’s guarantee. I express my heartfelt gratitude to all the people of Rajasthan and also express my gratitude to our workers who worked hard day and night. It is due to the hard work of… pic.twitter.com/lOLERYnYVg
— ANI (@ANI) December 3, 2023
(Credit Source : ANI)
బిజెపికి మద్దతుగా నిలిచిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు. శ్రీ @narendramodi గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధికి బీజేపీ నిరంతరం కృషి చేస్తుంది.
ప్రజల మద్దతుతో కచ్చితంగా తెలంగాణను సంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. @BJP4Telangana కార్యకర్తలు మరియు రాష్ట్ర అధ్యక్షుడు @kishanreddybjp…
— Amit Shah (@AmitShah) December 3, 2023
(Credit Source : @AmitShah)
छत्तीसगढ़ के जनजातीय, गरीब और किसान बहनों-भाइयों ने प्रधानमंत्री श्री @narendramodi जी में अपना विश्वास जताकर भाजपा को प्रचंड बहुमत का आशीर्वाद दिया है।
इस विशाल जीत के लिए छत्तीसगढ़ की जनता का आभार व्यक्त करता हूँ। @BJP4CGState के हमारे सभी कार्यकर्ताओं, राष्ट्रीय अध्यक्ष श्री…
— Amit Shah (@AmitShah) December 3, 2023
(Credit Source : @AmitShah)
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું છે કે અમે જનતાના નિર્ણયને સ્વીકારીશું. જે નવી સરકાર બનશે તેને અમે અભિનંદન આપીશું… જે પરિણામો આવ્યા છે તે ચોંકાવનારા છે.
3 રાજ્યોમાં ભાજપની જીત બાદ પીએમ મોદીએ X પર લખ્યું છે. તેમણે કહ્યું કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના ચૂંટણી પરિણામો દર્શાવે છે કે ભારતની જનતાને માત્ર સુશાસન અને વિકાસની રાજનીતિમાં વિશ્વાસ છે, તેમનો વિશ્વાસ ભાજપમાં છે. તેમણે આગળ લખ્યું કે હું આ તમામ રાજ્યોના પરિવારના સભ્યો, ખાસ કરીને માતાઓ, બહેનો, પુત્રીઓ અને અમારા યુવા મતદારોનો, ભાજપ પર પ્રેમ, વિશ્વાસ અને આશીર્વાદ આપવા બદલ હૃદયપૂર્વક આભાર માનું છું. હું તેમને ખાતરી આપું છું કે અમે તમારા કલ્યાણ માટે અથાક કામ કરવાનું ચાલુ રાખીશું.
પીએમએ લખ્યું કે, આ અવસર પર પાર્ટીના તમામ મહેનતુ કાર્યકરોનો ખાસ આભાર. તમે બધાએ એક અદ્ભુત દાખલો બેસાડ્યો છે. તમે જે રીતે ભાજપની વિકાસ અને ગરીબ કલ્યાણની નીતિઓને લોકોમાં પહોંચાડી છે તેના વખાણ કરી શકાય તેમ નથી. અમે વિકસિત ભારતના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યા છીએ. આપણે ન તો અટકવાનું છે કે ન થાકવાનું છે. આપણે ભારતને વિજયી બનાવવું છે. આજે આપણે સાથે મળીને આ દિશામાં મજબૂત પગલું ભર્યું છે.
मध्य प्रदेश की यह प्रचंड जीत श्री @narendramodi जी के नेतृत्व वाली डबल इंजन सरकार की कल्याणकारी नीतियों और सुशासन पर जनता की मुहर है।
प्रचंड बहुमत का आशीर्वाद देकर भाजपा को निरंतर सेवा का अवसर देने के लिए जनता का हृदय से आभार व्यक्त करता हूँ। इस जीत पर राष्ट्रीय अध्यक्ष श्री…
— Amit Shah (@AmitShah) December 3, 2023
(Credit Source : @AmitShah)
वीरभूमि राजस्थान की जनता का हृदय से आभार…
मोदी जी के नेतृत्व वाली भाजपा को जीत का आशीर्वाद देने के लिए राजस्थान की जनता का अभिनंदन करता हूँ।
यह जीत मोदी जी के नेतृत्व पर जनता के अटूट विश्वास की जीत है। इस शानदार जीत के लिए राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda जी, प्रदेश अध्यक्ष…
— Amit Shah (@AmitShah) December 3, 2023
(Credit Source : @AmitShah)
તેલંગાણાની કામરેડ્ડી વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રમના રેડ્ડીએ મુખ્યમંત્રી કેસીઆરને 6000 મતોથી હરાવ્યા છે. તેલંગાણામાં ભાજપ 9 સીટો પર આગળ છે. તે જ સમયે કોંગ્રેસ 69 બેઠકો પર અને BRS 35 બેઠકો પર આગળ છે.
जनता-जनार्दन को नमन!
मध्य प्रदेश, राजस्थान और छत्तीसगढ़ के चुनाव परिणाम बता रहे हैं कि भारत की जनता का भरोसा सिर्फ और सिर्फ सुशासन और विकास की राजनीति में है, उनका भरोसा @BJP4India में है।
भाजपा पर अपना स्नेह, विश्वास और आशीर्वाद बरसाने के लिए मैं इन सभी राज्यों के परिवारजनों…
— Narendra Modi (@narendramodi) December 3, 2023
(credit Source : @narendramodi)
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ભાજપને જીત માટે અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે હવે અમારે ભાજપને અભિનંદન આપવા પડશે. કારણ કે અમને આની અપેક્ષા નહોતી. અમે સાંભળતા હતા કે કોંગ્રેસ સરળતાથી જીતશે. તેમણે કહ્યું કે રાજસ્થાનમાં પણ તેઓ અંતમાં આગળ રહેશે પરંતુ પરિણામ બાદ તમામ દાવાઓ પાયાવિહોણા સાબિત થયા. મધ્યપ્રદેશમાં ભાજપ 20 વર્ષથી સત્તામાં છે. હવે આ 5મી ટર્મ છે. આ સામાન્ય નથી.
રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લાની ચાર બેઠકોના પરિણામો જાહેર થઈ ગયા છે. અહીં ભાજપે બે અને કોંગ્રેસે બે બેઠકો જીતી છે. ખંડારમાં ભાજપના જિતેન્દ્ર ગોથવાલ ચૂંટણી જીત્યા છે.સવાઈ માધોપુરના કિરોરી લાલ મીણા, કોંગ્રેસના રામકેશ મીણા ગંગાપુર સિટીથી ચૂંટણી જીત્યા છે અને કોંગ્રેસના ઈન્દિરા મીણા પણ બામણવાસથી ચૂંટણી જીત્યા છે.
વિધાનસભા ચૂંટણીના પરિણામો વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, હું તેલંગાણાની જનતાને આપવામાં આવેલા જનાદેશ માટે આભાર માનું છું. છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં જેમણે અમને વોટ આપ્યા છે તેઓનો પણ હું આભાર માનું છું. આ ત્રણેય રાજ્યોમાં અમારું પ્રદર્શન નિઃશંકપણે નિરાશાજનક રહ્યું છે, પરંતુ નિશ્ચય સાથે, અમે આ ત્રણ રાજ્યોમાં પુનઃનિર્માણ અને પુનઃજીવિત કરવાના અમારા મજબૂત સંકલ્પને પુનઃપુષ્ટ કરીએ છીએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ આ ચાર રાજ્યોમાં જોરશોરથી ચૂંટણી પ્રચાર કર્યો હતો. હું અમારા લાખો કાર્યકરોના પ્રયત્નોને સ્વીકારું છું અને પ્રશંસા કરું છું.
તેલંગાણામાં પાર્ટીની હાર બાદ કવિતાએ X પર લખ્યું છે, “જય KCR!! જય BRS!! પ્રિય BRS પરિવાર, તમારી બધી મહેનત બદલ આભાર. તમે જે લડાઈ લડી તે માટે તમામ સોશિયલ મીડિયા યોદ્ધાઓનો વિશેષ આભાર. આપણે એ ન ભૂલવું જોઈએ કે સત્તા સાથે કે વગર આપણે તેલંગાણાના લોકોના સેવક છીએ. ચાલો આપણે સૌ આપણી માતૃભૂમિ માટે ઉત્સાહપૂર્વક કામ કરીએ. તમામ વિજેતા ધારાસભ્યો અને કોંગ્રેસ પાર્ટીને અભિનંદન. ભગવાન તેલંગાણાનું ભલું કરે છે.”
કેન્દ્રીય મંત્રી ફગ્ગન સિંહ કુલસ્તેનો પરાજય થયો છે. જો કે મધ્યપ્રદેશમાં ભાજપને જંગી બહુમતી મળી છે. વલણો અનુસાર, તેણે 164 બેઠકો જીતી છે.
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ભાજપનો વિજય થયો છે. ભીતરવાડ વિધાનસભામાં કોંગ્રેસનો કિલ્લો ધરાશાયી થયો છે. ચાર વખત કોંગ્રેસના ધારાસભ્ય લખન સિંહને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. સિંધિયા સમર્થક અને ભાજપના ઉમેદવાર મોહન સિંહ રાઠોડ 22695 મતોથી જીત્યા છે.
કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરની જીત લગભગ નિશ્ચિત છે. મોરેનામાં તેઓ લગભગ 25 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે.
એમપીની શાજાપુર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અરુણ ભીમાવડ ચૂંટણી જીત્યા છે. તેમણે કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ મંત્રી હુકુમ સિંહ કરાડાને 28 મતથી હરાવ્યા હતા. ચૂંટણી પરિણામ આવ્યા બાદ કોંગ્રેસના કાર્યકરોએ હંગામો મચાવ્યો હતો, જે બાદ પોલીસે ટીયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો હતો.
બીજેપી નેતા કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું છે કે મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી દિલ્હીથી નક્કી થશે, આ હાઈકમાન્ડ નક્કી કરશે.
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની સેન્ટ્રલ એસેમ્બલીમાંથી કોંગ્રેસના આરિફ મસૂદની જીત થઈ છે. તેઓ 16233 મતોથી જીત્યા.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું કે પાર્ટી રાજ્યમાં જંગી જીત તરફ આગળ વધી રહી છે. મધ્યપ્રદેશમાં સત્તા વિરોધી લહેર નહોતી. મધ્યપ્રદેશમાં સત્તા તરફી લહેર છે.
રાજસ્થાનમાં ભાજપની જીત બાદ પૂર્વ સીએમ વસુંધરા રાજેએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે રાજસ્થાનની શાનદાર જીત વડાપ્રધાન મોદીજીની જીત છે. તેમના દ્વારા આપવામાં આવેલ વિજયની ખાતરી છે. તે ગૃહમંત્રીની જીત છે. અધ્યક્ષ નડ્ડાજી અને અમારા કાર્યકર્તાઓની જીત છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે દેશની જનતાએ આ ચૂંટણી દ્વારા પોતાનો મૂડ વ્યક્ત કર્યો છે, ખાસ કરીને મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ઘણી સારી સફળતા મળી છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં અમારી સરકાર દ્વારા અપનાવવામાં આવેલી નીતિઓને જનતાએ સમર્થન આપીને અમને સમર્થન આપ્યું છે.
બીજેપી સાંસદ હેમા માલિનીએ કહ્યું કે, હું ખૂબ જ ખુશ છું કે અમે ત્રણેય રાજ્યોમાં જીત મેળવી છે.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સરદારપુર વિધાનસભા બેઠક પરથી જીત્યા છે. જો કે કોંગ્રેસે રાજ્યમાં સત્તા ગુમાવી છે. અહીં ભાજપ 111 સીટો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 69 બેઠકો પર આગળ છે. 19 બેઠકો અન્યને જતી જણાય છે.
મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણા વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. આમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના વલણોમાં ભાજપ આગળ અને તેલંગાણા કેસીઆર પાછળ જોવા મળી રહ્યા છે. અહીં કોંગ્રેસની સરકાર બને તેવી શક્યતા છે. કોંગ્રેસની હાર પર ટિપ્પણી કરતા કોંગ્રેસના નેતા આચાર્ય પ્રમોદ ક્રિષ્નમે કહ્યું કે સનાતનના શ્રાપે કોંગ્રેસને ડુબાડી દીધી છે. તમને જણાવી દઈએ કે છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસનું શાસન હતું અને આ રાજ્યોમાં કોંગ્રેસ પાછળ છે.
મધ્યપ્રદેશના દતિયામાં ચાર રાઉન્ડની મતગણતરી બાદ મંત્રી નરોત્તમ મિશ્રા પાછળ છે. આ બેઠક પર કોંગ્રેસના રાજેન્દ્ર ભારતી આગળ ચાલી રહ્યા છે. બંને નેતાઓ વચ્ચે 2435 વોટનો તફાવત છે.
બિકાનેર પૂર્વ વિધાનસભા સીટ પર હાલમાં ઈવીએમ મશીન બગડી જવાને કારણે મતગણતરી અટકી ગઈ છે. ચૂંટણી પંચના અધિકારીઓએ એન્જિનિયરને બોલાવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 6:30 વાગ્યે પાર્ટી હેડક્વાર્ટર પહોંચશે. વડાપ્રધાનનું અભિવાદન અને તેમનું ભાષણ ભાજપના કેન્દ્રીય કાર્યાલય વિસ્તરણ બિલ્ડીંગમાં યોજાશે.
ચૂંટણીમાં ભાજપની જંગી જીત બાદ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું, “લોકોએ ભાજપ, સકારાત્મક પ્રતિબદ્ધતા અને પીએમ મોદીના નેતૃત્વને મત આપ્યો છે. લોકોએ કોંગ્રેસ પાર્ટીને ફગાવી દીધી છે. કોંગ્રેસ હંમેશા ખોટા વચનો આપે છે. હું રાજસ્થાનના પ્રભારી તરીકે ખૂબ જ ખુશ છું. અમે રાજસ્થાનમાં ઓછામાં ઓછી 124 સીટો પાર કરીશું…”
મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના ચૂંટણી પરિણામો પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ટ્વિટર પર લખ્યું છે કે, દેશમાં એક જ ગેરંટી ચાલે છે, મોદીની ગેરંટી.
एक अकेला सब पर भारी! pic.twitter.com/g5Tck1R777
— Smriti Z Irani (@smritiirani) December 3, 2023
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ આગળ છે. અત્યાર સુધીના વલણો મુજબ ભાજપને 51 બેઠકો મળી રહી છે જ્યારે કોંગ્રેસને 37 બેઠકો મળી રહી છે. બે બેઠકો અન્યને જઈ શકે છે. રાજ્યની ચૂંટણીમાં ભાજપને 45 ટકાથી વધુ વોટ મળે તેમ લાગી રહ્યું છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીને 42 ટકા વોટ મળ્યા છે.
ચૂંટણી પરિણામો વચ્ચે કોંગ્રેસે I.N.D.I.A એલાયન્સની બેઠક બોલાવી છે. ગઠબંધનની આગામી બેઠક 6 ડિસેમ્બરે યોજાશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સહયોગી પક્ષોના નેતાઓ સાથે ફોન પર વાત કરી છે.
છત્તીસગઢમાં પણ ભાજપને બહુમતી મળી છે. પાર્ટી 90માંથી 49 સીટો પર આગળ ચાલી રહી છે. અહીં બહુમતનો આંકડો 46 છે. કોંગ્રેસ 39 બેઠકો પર આગળ છે.
હાલ છત્તીસગઢમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જબરદસ્ત મુકાબલો ચાલી રહ્યો છે. દરમિયાન, બઘેલના સાત મંત્રીઓ પાછળ ચાલી રહ્યા છે.
ચાર રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે. ટ્રેન્ડ મુજબ ભાજપને ત્રણ રાજ્યોમાં બહુમતી મળતી જોવા મળી રહી છે. પાર્ટીએ એમપી, રાજસ્થાન અને છત્તીસગઢમાં બહુમતી મેળવી છે. આ સાથે જ તેલંગાણામાં કોંગ્રેસને બહુમતી મળી છે.
ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર
છત્તીસગઢમાં ભાજપ 7 પર આગળ, કોંગ્રેસ 10
મધ્યપ્રદેશમાં ભાજપ 57 પર આગળ, કોંગ્રેસ 17, BHRTADVSIP 1,
રાજસ્થાનમાં ભાજપ 71, કોંગ્રેસ 46, BHRTADVSIP 4, IND 4, BSP 2,
તેલંગણામાં કોંગ્રેસ 16, BHRS 11, ભાજપ 1,
ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર રાજસ્થાનમાં ભાજપ 27 કોંગ્રેસ 18 પર આગળ ત્યારે BHRTADVSIP 2 પર તો BSP 1 અને RLD 1 પર છે.
ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર MPમાં ભાજપ 7 તો કોંગ્રેસ 1 પર આગળ છે.
ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર મધ્યપ્રદેશમાં ભાજપ 2 પર આગળ તો રાજસ્થાનમાં 6 પર આગળ ત્યારે કોંગ્રેસ 8 પર આગળ છે, તેલગંણામાં બીએચઆરએસ 1 પર આગળ છે.
ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર રાજસ્થાનમાં ભાજપ 1 કોંગ્રેસ 4 પર આગળ છે.
ચૂંટણી પંચની વેબસાઈટ પર રાજસ્થાનમાં ભાજપ, કોંગ્રેસ 1-1 પર આગળ ચાલી રહ્યા છે.
કોંગ્રેસ છત્તીસગઢ અને તેલંગાણામાં કમાલ કરી રહી છે. છત્તીસગઢમાં કોંગ્રેસ 38 સીટો પર અને ભાજપ 25 સીટો પર આગળ છે, તેલંગાણામાં કોંગ્રેસ 52 સીટો પર અને BRS 28 સીટો પર આગળ છે.
રાજસ્થાનમાં સત્તાધારી કોંગ્રેસ ભાજપથી પાછળ છે. અહીં ભાજપ 55 સીટો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 52 સીટો પર આગળ છે. અન્યને 6 બેઠકો ગુમાવવી પડે તેમ જણાય છે.
Published On - 6:27 am, Sun, 3 December 23