જમ્મુ-કાશ્મીર પર તૂટી પડયો આફતોનો પહાડ, વાદળ ફાટ્યા બાદ 4.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

અમરનાથ (Amarnath) ગુફા પાસે વાદળ ફાટવાના કારણે 15 લોકોના મોત થયા છે. તે જ સમયે, હવે અહીં ભૂકંપ(Earthquake)ના આંચકા પણ અનુભવાયા છે. મળતી માહિતી મુજબ જમ્મુ-કાશ્મીરમાં સાંજે લગભગ 5.21 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

જમ્મુ-કાશ્મીર પર તૂટી પડયો આફતોનો પહાડ, વાદળ ફાટ્યા બાદ 4.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
4.5 magnitude earthquake shakes Jammu and Kashmir
| Edited By: | Updated on: Jul 09, 2022 | 6:48 AM

જમ્મુ-કાશ્મીર પર આફતોનો પહાડ તૂટી પડ્યો છે. અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવા(Cloudburst in Jammu Kashmir)ના કારણે પહેલા 15 લોકોના મોત થયા હતા. તે જ સમયે, હવે અહીં ભૂકંપના આંચકા(Earthquake in Jammu and Kashmir) પણ અનુભવાયા છે. મળતી માહિતી મુજબ જમ્મુ-કાશ્મીરમાં સાંજે લગભગ 5.21 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 માપવામાં આવી હતી.ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાન જણાવવામાં આવી રહ્યું છે. આ પહેલા અહીં અમરનાથ(Amarnath Cave) ગુફા પાસે વાદળ ફાટવાના કારણે 13 લોકોના મોત થયા છે જ્યારે 40થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. સાથે જ ઘણા ભક્તો પણ લાપતા છે. બચાવ કામગીરી ચાલી રહી છે. એનડીઆરએફ, એસડીઆરએફ સહિત 6 ટીમો બચાવ કામગીરીમાં લાગેલી છે. આ સિવાય સેનાની ટીમો પણ સ્થળ પર તૈનાત છે. ભારતીય સેનાના જણાવ્યા અનુસાર બે વધારાની મેડિકલ ટીમો પણ મોકલવામાં આવી છે. 

સાંજે 5.30 કલાકે વાદળ ફાટ્યું

અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાથી 25 ટેન્ટ અને ત્રણ સામુદાયિક રસોડા નષ્ટ થઈ ગયા. પોલીસ અધિકારીઓએ આ જાણકારી આપી. તેમણે કહ્યું કે ભારે વરસાદ વચ્ચે સાંજે 5.30 વાગ્યે વાદળ ફાટ્યું. તેમણે કહ્યું કે ગુફાની બહાર બેઝ કેમ્પમાં અચાનક પાણી આવવાને કારણે 25 તંબુ અને ત્રણ સામુદાયિક રસોડા નષ્ટ થઈ ગયા, જ્યાં શ્રદ્ધાળુઓને ભોજન પીરસવામાં આવે છે. અધિકારીઓએ જણાવ્યું કે પોલીસ, સેના અને NDRF, SDRFના જવાનો બચાવ કાર્યમાં લાગેલા છે. 

પીએમ મોદી સહિત અનેક નેતાઓએ શોક વ્યક્ત કર્યો હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું, ‘શ્રી અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાની ઘટનાથી દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. મનોજ સિન્હાજી સાથે વાત કરી અને પરિસ્થિતિ વિશે પૂછપરછ કરી.” વડા પ્રધાને કહ્યું, ‘બચાવ અને રાહત કામગીરી ચાલુ છે. અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવી રહી છે. 

અમિત શાહે કહ્યું, “મેં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા સાથે વાત કરી છે અને બાબા અમરનાથજીની ગુફા પાસે વાદળ ફાટવાથી અચાનક આવેલા પૂરના સંબંધમાં પરિસ્થિતિ વિશે પૂછપરછ કરી છે. NDRF, CRPF, BSF અને સ્થાનિક પ્રશાસન બચાવ કાર્યમાં લાગેલા છે. લોકોનો જીવ બચાવવો એ અમારી પ્રાથમિકતા છે. તે જ સમયે, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું કે તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને તમામ સંબંધિત વિભાગોને યાત્રાળુઓને જરૂરી સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે.