જમ્મૂ કાશ્મીર (Jammu Kashmir)માં ફરી ભૂકંપના ઝટકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર 19 જાન્યુઆરી મંગળવારે રાત્રે 9:13 વાગ્યે જમ્મૂ કાશ્મીરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપના ઝટકા રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતાના અંકાયા હતા. જો કે આ ભૂકંપના ઝટકાથી જાન-માલને કોઈ નુકસાન થયાના સમાચાર નથી. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં ગત અઠવાડિયે પાંચ દિવસ પહેલા બે વાર ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.
Earthquake of Magnitude:3.6, Occurred on 19-01-2021, 21:13:21 IST, Lat: 34.30 & Long: 74.53, Depth: 5 Km ,Location: 31km NNE of Gulmarg, Jammu and Kashmir, Indiafor more information https://t.co/0tXVlIYsAc @ndmaindia pic.twitter.com/x9LJGSkdMs
— National Centre for Seismology (@NCS_Earthquake) January 19, 2021
ગત શનિવારે 16 જાન્યુઆરીએ રાત્રે 10 વાગ્યે રિક્ટર સ્કેલ પર 4. 1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર કટરાથી પૂર્વમાં 93 કિલોમીટર દૂર 10 કિલોમીટર નીચે તેનું કેન્દ્રબિંદુ હતું. 11 જાન્યુઆરીના રોજ 5.1 તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. તે સમયે કાશ્મીરના ડોડા, કિશ્તવાડ અને રામબાનમાં ભૂકંપના તેજ આંચકા અનુભવાયા હતા. જેના લીધે લોકો ઘરની બહાર આવી ગયા હતા. તે સમયે ભૂકંપનું કેન્દ્ર બિંદુ કટરાથી ઉત્તર પૂર્વમાં 63 કિલોમીટર દૂર 5 કિલોમીટર ઊંડે હતું.
આ પણ વાંચો: Kamala Harrisએ સેનેટર તરીકે આપ્યું રાજીનામું, કેલિફોર્નિયાના લોકોનો માન્યો આભાર