ઓછી હાજરીને કારણે રાજ્યસભાના 28 સાંસદોને વિવિધ સ્ટેન્ડિંગ કમિટીમાંથી બહારનો રસ્તો બતાવાયો

|

Oct 09, 2021 | 11:18 PM

એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, પ્રથમ વખત ફેરબદલમાં રાજ્યસભાના ઓછામાં ઓછા 28 સાંસદોને ઓછી હાજરીને કારણે હાલની પેનલમાંથી પડતા મૂકવામાં આવ્યા છે.

ઓછી હાજરીને કારણે રાજ્યસભાના 28 સાંસદોને વિવિધ સ્ટેન્ડિંગ કમિટીમાંથી બહારનો રસ્તો બતાવાયો
28 Rajya Sabha MPs were expelled from various standing committees Due to low attendance

Follow us on

DELHI : બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીએ શનિવારે સ્થાયી સમિતિઓના નવા ફેરબદલમાં ભૂપેન્દ્ર યાદવને સંસદના કર્મચારી, જાહેર ફરિયાદ કાયદા અને ન્યાય પેનલના અધ્યક્ષ બનાવ્યા. નવા વાર્ષિક ફેરબદલમાં વિપક્ષના બે ટોચના નેતાઓ- કોંગ્રેસના અભિષેક સિંઘવી અને તૃણમૂલના ડેરેક ઓ બ્રાયન પણ ગૃહ બાબતોની સમિતિમાંથી એવા સમયે ગયા હતા જ્યારે વિપક્ષે ગૃહ રાજ્યમંત્રી અજય કુમાર મિશ્રાને હટાવવાની માંગ કરી હતી.

એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, પ્રથમ વખત ફેરબદલમાં રાજ્યસભાના ઓછામાં ઓછા 28 સાંસદોને ઓછી હાજરીને કારણે હાલની પેનલમાંથી પડતા મૂકવામાં આવ્યા છે. આ 28 સભ્યોમાંથી 12 સભ્યો છેલ્લા એક વર્ષમાં કોવિડ -19 અથવા ચૂંટણીને કારણે કોઈ બેઠકમાં હાજર રહ્યા ન હતા.2021-22 માટે 24 વિભાગ સંબંધિત સ્થાયી સમિતિઓ માટે રાજ્યસભા અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ દ્વારા નામાંકિત 237 રાજ્યસભાના સભ્યોમાંથી, ઉપલાગૃહના કુલ 50 સભ્યોને પણ નવી સમિતિઓમાં મૂકવામાં આવ્યા છે.

પેનલમાં રાજ્યસભાના 11 સભ્યો
બુપેન્દ્ર યાદવ આ વર્ષે જુલાઈમાં કેન્દ્રીય પર્યાવરણ અને વિજ્ઞાન અને શ્રમ મંત્રી બન્યા હતા. રાજ્યસભાના 50 સભ્યો સાથે સંકળાયેલા મોટાભાગના ફેરફારો સંબંધિત પક્ષો દ્વારા સૂચવવામાં આવ્યા હતા. મોટા ફેરફારોમાં, છાયા દેવી વર્મા કૃષિમાંથી સામાજિક ન્યાય અને સશક્તિકરણ તરફ વળ્યા છે, જ્યારે આરજેડીના પ્રોફેસર મનોજ કુમાર ઝાને રેલવેથી શ્રમ સમિતિમાં ફેરવવામાં આવ્યા છે. કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ આઇટી સમિતિ માંથી ટ્રાન્સપોર્ટ સમિતિમાં જોડાશે જ્યારે બીજેડીના સસ્મિત પાત્ર હવે કાયદા અને ન્યાય સમિતિમાંથી શિક્ષણ સમિતિમાં છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

અન્ય એક અધિકારીએ જણાવ્યું કે, 24 સ્થાયી સમિતિઓ છે અને દરેક પેનલમાં રાજ્યસભાના 11 અને લોકસભાના 20 સભ્યો છે. રાજ્યસભામાં શિવસેનાના ત્રણેય સભ્યોને નવી પેનલ મળી. સંજય રાઉત સંરક્ષણથી વિદેશી બાબતોમાં, અનિલ દેસાઈ કોલસા અને સ્ટીલ સમિતિમાંથી વાણિજ્ય સમિતિમાં ગયા અને પ્રિયંકા ચતુર્વેદી વાણિજ્ય સમિતિમાંથી પરિવહન સમિતિમાં ગયા. ગયા વર્ષે ત્રણેયની સારી હાજરી હતી.

રાજ્યસભાના સભ્યોના ડેટા બતાવે છે કે સલાહ મુજબ નવી પેનલ માટે ભાજપના 9 સભ્યો, તૃણમૂલ કોંગ્રેસના 6, કોંગ્રેસના 4 સભ્યો, શિવસેના સેના, સીપીએમ, આરજેડી, વાયએસઆરસીપીના 3-3 અને ડીએમકે, બીજેડી અને ટીઆરએસના 2-2 સભ્યોને અન્ય સમિતિમાં મોલાવામાં આવ્યા છે.

 

આ પણ વાંચો : NAVSARI APMCની ચૂંટણીમાં પહેલી વાર તમામ 16 ડિરેક્ટર બિનહરીફ ચૂંટાયા

આ પણ વાંચો : માસુમ શિવાંશને તરછોડી નિર્દયી પિતા રાજસ્થાન ભાગી ગયો, પત્ની સિવાયની સ્ત્રીનું બાળક હોવાનું સામે આવ્યું

Published On - 11:15 pm, Sat, 9 October 21

Next Article