
આજે 74માં પ્રજાસત્તાક દિવસની સમગ્ર દેશમાં ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે કર્તવ્ય પથ પર ધ્વજ ફરકાવી તેને સલામી આપી હતી. ધ્વજવંદન બાદ આજે પહેલી વખત ભારતીય તોપોથી સલામી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી બ્રિટનમાં બનેલી તોપોથી ધ્વજને સલામી અપાતી હતી. પરંતુ, આજે ભારતના ઇતિહાસમાં નવી યશકલગી ઉમેરાઈ છે. કર્તવ્ય પથ પર યોજાયેલી પરેડમાં કુલ 23 ઝાંખીઓ જોવા મળી. તમામ ટેબ્લોક્સની થીમ પણ અલગ-અલગ હતી. 17 ઝાંખી દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની હતી, જ્યારે છ વિવિધ સરકારી મંત્રાલયો અને વિભાગોની હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી, જે બાદ ગણતંત્ર દિવસની ઉજવણી થઈ.
પ્રજાસત્તાક દિવસના અવસર પર આજે કર્તવ્ય પથ પર પરેડનું આયોજન કરવામાં આવ્યું. મિસ્રના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ સીસીએ મુખ્ય અતિથિના રૂપે હાજરી આપી હતી અને પરેડને નિહાળી હતી. પહેલીવાર મિસ્રના સશસ્ત્ર દળના સંયુક્ત બેંડ અને માર્ચિંગ દળે પણ આ પરેડમાં ભાગ લીધો હતો. આ દળનું નેતૃત્વ કર્નલ મહૂમદ મોહમ્મદ અબ્દેલ ફત્તાહ એલ ખારાસાવીએ કર્યું હતું. આ અદભુત પ્રદર્શની અત્યંત રોમાંચક હતી
33 ડેર ડેવિલ્સે કર્તવ્ય પથ પર નવ મોટરસાઈકલ પર ‘હ્યુમન પિરામિડ’ બનાવ્યો.
પશ્ચિમ બંગાળમાં ભારત-બાંગ્લાદેશ સરહદ પર ફુલબારી ખાતે BSF જવાનોએ BGB સાથે મીઠાઈની આપ-લે કરી
74 માં ગણતંત્ર દિવસની પરેડમાં ભારતીય વાયુસેનાના 45 વિમાન, ભારતીય નૌકાદળના એક અને ભારતીય સેનાના ચાર હેલિકોપ્ટરે આકાશમાં અદ્ભુત સ્ટંટ કર્યા હતા. આ દરમિયાન દુનિયાએ રાફેલ જેટની શક્તિ પણ જોવા મળી
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રજાસત્તાકદિવસ પર દિલ્હીમાં તેમના નિવાસસ્થાને ત્રિરંગો ફરકાવ્યો.
હરિયાણાની ઝાંખી ભગવદ ગીતા પર આધારિત હતી. જેમાં ભગવાન કૃષ્ણને અર્જુનના સારથિ તરીકે અને તેમને ગીતાનું જ્ઞાન આપતા દર્શાવવામાં આવ્યા છે.
પ્રજાસત્તાક દિવસ પરેડમાં ઉત્તર પ્રદેશની ઝાંખીમાં 2017 થી આયોજિત અયોધ્યા દીપોત્સવનું પ્રદર્શન જોવા મળ્યુ.
પ્રજાસત્તાક દિવસની પરેડમાં પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને તમિલનાડુની રંગીન ઝાંખી જોવા મળી
ઉત્તરાખંડના ટેબ્લોમાં કોર્બેટ નેશનલ પાર્ક અને અલ્મોડાના જાગેશ્વર ધામને દર્શાવવામાં આવ્યા હતા.
74 મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની ‘નારી શક્તિ’ની ઝાંખી જોવા મળી
પ્રજાસત્તાક દિવસે ગુજરાતની ઝાંખી ‘ક્લીન-ગ્રીન એનર્જી એફિશિયન્ટ ગુજરાત’ થીમ પર આધારિત હતી. આ ઝાંખી ઊર્જાના નવીનીકરણીય સ્ત્રોતો દર્શાવે છે.
CM ભૂપેન્દ્ર પટેલે પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી. ટ્વિટ કરીને લખ્યું કે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને બંધારણના ઘડવૈયાઓ દ્વારા દર્શાવેલા માર્ગ પર ચાલીને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ નું નિર્માણ કરવા આપણે સૌ સંકલ્પબદ્ધ થઈએ.
74 માં ગણતંત્ર દિવસ નિમિતે દેશ ભક્તિના રંગમાં સમગ્ર દેશ રંગાયો છે, કર્તવ્ય પથ પર જવાનોની પરેડમાં સેનાની તાકાત જોવા મળી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વોર મેમોરિયલ પર પહોંચીને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન તેમની સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, CDS અને ત્રણેય સેના પ્રમુખો પણ હાજર હતા.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું, ‘એકતા, સમરસતા, સમાનતા અને સાર્વભૌમત્વ આપણા બંધારણના સ્તંભો અને આપણા પ્રજાસત્તાકની આત્મા છે. મારા તમામ પ્રિય સાથી ભારતીયોને ગણતંત્ર દિવસની શુભકામનાઓ.
ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબલ્ડ ફતાહ અલ-સીસી ગુરુવારે ગણતંત્ર દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. તેઓ ત્રણ દિવસની મુલાકાતે મંગળવારે જ નવી દિલ્હી પહોંચ્યા હતા. આ પછી તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
ભારતમાં ઇઝરાયેલી દૂતાવાસ દ્વારા પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ આપવામાં આવી હતી. આ પ્રસંગે એમ્બેસી દ્વારા એક અદ્ભુત વિડીયો પણ શેર કરવામાં આવ્યો હતો. અમે પ્રાદેશિક ભાષાઓમાં અમારા પ્રિય ભારતીય મિત્રોને શુભેચ્છા પાઠવીને ભારતના સમૃદ્ધ વારસા અને સાંસ્કૃતિક વિવિધતાની ઉજવણીમાં જોડાઈએ છીએ, એમ એમ્બેસીએ જણાવ્યું હતુ.
દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કરીને લખ્યું કે, ‘સર્વ દેશવાસીઓને ગણતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છાઓ. આ દિવસ તમામ ભારતીયો માટે દેશની બંધારણીય પરંપરાઓને મજબૂત કરવા અને નવા ભારતના નિર્માણના સંકલ્પ માટે પોતાને સમર્પિત કરવાની તક છે. ભારતના તમામ બંધારણ નિર્માતાઓ અને સ્વતંત્રતા સેનાનીઓને વંદન.
ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રમુખ જેપી નડ્ડાએ 74મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી અને દેશની પ્રગતિશીલ અને પરિપક્વ લોકશાહી દરેક ભારતીયના હૃદયમાં ફરજ, તક અને સમાનતાની ભાવના પેદા કરે તેવી ઈચ્છા વ્યક્ત કરી. સમગ્ર દેશ આજે 74મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યું છે.
દેશવ્યાપી વંદે ભારતમ નૃત્ય સ્પર્ધા દ્વારા પસંદ કરાયેલા 479 કલાકારો દ્વારા સાંસ્કૃતિક પ્રદર્શન પ્રજાસત્તાક દિવસની પરેડમાં રંગ ઉમેરશે. સાંસ્કૃતિક કાર્યક્રમની થીમ ‘નારી શક્તિ’ 326 મહિલા નર્તકો દ્વારા રજૂ કરવામાં આવશે. આ સિવાય 153 પુરુષ ડાન્સર હશે, જેમની ઉંમર 17-30 વર્ષની હશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી છે. ટ્વિટ કરીને લખ્યુ, ‘પ્રજાસત્તાક દિવસની ઘણી શુભેચ્છાઓ. આ વખતે આ પ્રસંગ એટલા માટે પણ ખાસ છે કારણ કે આપણે આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન તેની ઉજવણી કરી રહ્યા છીએ. દેશના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાને સાકાર કરવા આપણે એક થઈને આગળ વધીએ, એ જ ઈચ્છા છે.
દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને પેરાગ્લાઈડર્સ, પેરામોટર્સ, હેંગ ગ્લાઈડર્સ, માનવરહિત એરિયલ વ્હીકલ્સ (યુએવી), માનવરહિત એરક્રાફ્ટ સિસ્ટમ્સ (યુએએસ), માઈક્રોલાઈટ એરક્રાફ્ટ, રિમોટલી-પાયલોટ એરક્રાફ્ટ, હોટ એર બલૂન, નાના પાયે સંચાલિત એરક્રાફ્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
દિલ્હી પોલીસના લગભગ સાત હજાર જવાનો પરેડ સ્થળની આસપાસ તૈનાત રહેશે. આ સિવાય NSG કમાન્ડો, અર્ધલશ્કરી દળો અને અન્ય એકમોની તૈયારી રહેશે. સ્થળ અને આસપાસના વિસ્તારને એન્ટી ડ્રોન સિસ્ટમથી સજ્જ કરવામાં આવી રહી છે. જેની કમાન DRDO ના હાથમાં રહેશે. પરેડ સ્થળના ચેક પોઇન્ટ પર પાસ અને ટિકિટ પર હાજર QR કોડ સ્કેન કર્યા પછી જ પ્રવેશ મળશે. સુરક્ષાના દૃષ્ટિકોણથી આવુ પ્રથમ વખત કરવામા આવી રહ્યુ છે. નવી દિલ્હીના ડીસીપી પ્રણવ તયાલે કહ્યું કે QR કોડ સ્કેન થતા જ મુલાકાતીની સંપૂર્ણ વિગતો સુરક્ષા કર્મચારીઓની સામે હશે. પરેડ જોવા માટે માત્ર પાસ અને ટિકિટ ધારકોને જ એન્ટ્રી આપવામાં આવશે.
74મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન દેશભક્તિના ઉત્સાહ વચ્ચે, છ ‘અગ્નિવીર’ કર્તવ્ય પથ પર પરેડ કરવા માટે નૌકાદળની માર્ચ ટુકડીનો ભાગ બનશે. સમારોહની પૂર્વ સંધ્યાએ સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. અધિકારીઓએ કહ્યું કે પરેડ દરમિયાન જે સૈન્ય સંપત્તિ પ્રદર્શિત કરવામાં આવશે, તેમાં ભારતમાં બનેલા ઉપકરણોનો સમાવેશ થાય છે,જે આત્મનિર્ભર ભારતની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે મુખ્ય યુદ્ધ ટેન્ક અર્જુન, નાગ મિસાઈલ સિસ્ટમ (NAMIS) અને K-9 વજ્ર પણ પ્રદર્શિત કરવામાં આવશે.
Published On - 7:11 am, Thu, 26 January 23