26 January : શપથ લઈએ ફરજની, જોડાવો TV9 નેટવર્કના ઝુંબેશ સાથે My India, My Duty

|

Jan 26, 2021 | 7:03 AM

26 January : TV9 નેટવર્ક પર  નવો પ્રોગ્રામ My India, My Duty પ્રસારિત થઇ રહ્યો છે. તો જોડાવો TV9 ગુજરાતીની ઝુંબેશ સાથે My India, My Duty સાથે.

26 January : TV9 નેટવર્ક પર  નવો પ્રોગ્રામ My India, My Duty પ્રસારિત થઇ રહ્યો છે. તો જોડાવો TV9 ગુજરાતીની ઝુંબેશ સાથે My India, My Duty સાથે.

આ છે આકાશ,વ્યવસાયે એન્જીનિયર એવા આકાશે.. તેના જેવા કેટલાય નવ યુવાનોને સાથે જોડ્યા. નવરાશના સમયે આ તમામ દિલ્લીની અલગ અલગ ઝુંપડપટ્ટીઓમાં બાળકોને ભણાવે છે. આકાશના 6 સેન્ટર પર 1000થી પણ વધારે બાળકો છે.

સલામ છે, pothole દાદા, દાદારાવ બિલ્હોરેને, ખાડાના કારણે દાદાએ પોતાના 16 વર્ષના દીકરાને ગુમાવ્યો હતો.એટલા માટે દાદા નીકળી પડ્યા માયાનગરીના દરેક ખાડાઓ ભરવા..ત્રણ વર્ષમાં દાદાએ ખુદ 600થી વધારે ખાડાઓ ભર્યા છે.

મળો આ દિલ્લીના રસ્તાઓ પર ફરતા earth warrior પંકજને,જેમનો માત્ર એક જ સંદેશ છે…ધરતીને બચાવવી છે, તો વૃક્ષો વાવવા જોઈએ. બે વર્ષમાં પંકજે લાખો લોકોને વૃક્ષો વાવવા પ્રેરણા આપી છે.

આ ત્રણેયને એક જ બંધન બાંધીને રાખે છે…ફરજનું બંધન

આ લોકો સરકારની રાહ જોવાને બદલે પોતાનાં દમ પર કરે છે ભરોસો. પોત પોતાના સમાજમાં બદલાવ લાવવા માટે, દેશભરમાં આવા કેટલાય લોકો છે પણ 130 કરોડની વસ્તી સામે આ બહુજ ઓછા છે.

તો આવો, આ ગણતંત્ર દિવસ પર માત્ર ફરિયાદ જ નહીં, માત્ર હકની વાત જ નહીં. વાત્ કરીએ આપણી ફરજની…

TV9 નેટવર્ક પર 26 જાન્યુઆરીથી નવો પ્રોગ્રામ My India,My Duty પ્રસારિત થઇ રહ્યો છે. તો જોડાવો TV9 ગુજરાતીની ઝુંબેશ સાથે My India, My Duty

આ 26 જાન્યુઆરીએ શપથ લઈએ ફરજની જો તમે પણ છો સમાજના હીરો તો ફેસબુક પર શેર કરો તમારો ફોટો અથવા વિડીયો With #MyIndiaMyDuty અને Tag કરો TV9 ગુજરાતીને

Published On - 12:05 am, Tue, 26 January 21

Next Video