Digital Census : શું વાત છે ! 2027માં પહેલીવાર ડિજિટલ વસ્તી ગણતરી થશે, જાણો કેવી રીતે થશે ડેટા એકત્રિત

દેશની આગામી વસ્તી ગણતરી 2027માં સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી કરવામાં આવશે. જો કે, આ વખતે પહેલીવાર જાતિ સંબંધિત ડેટા પણ એકત્રિત કરવામાં આવશે. આ માટે મોબાઇલ એપ્સ, મોનિટરિંગ પોર્ટલ અને સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

Digital Census : શું વાત છે ! 2027માં પહેલીવાર ડિજિટલ વસ્તી ગણતરી થશે, જાણો કેવી રીતે થશે ડેટા એકત્રિત
| Updated on: Jun 13, 2025 | 9:09 PM

ભારત સરકાર 2027માં યોજાનારી વસ્તી ગણતરીને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે, આ વખતે વસ્તી ગણતરીમાં પહેલીવાર જાતિ સંબંધિત ડેટા પણ એકત્રિત કરવામાં આવશે. આ પ્રક્રિયામાં મોબાઇલ એપ્સ, ડિજિટલ પ્લેટફોર્મ અને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, જેથી ડેટા સંગ્રહ વધુ ઝડપી, સચોટ અને પારદર્શક બની શકે.

વસ્તી ગણતરી માટે, સરકાર એક ખાસ મોબાઇલ એપનો ઉપયોગ કરશે, જે 16 ભાષાઓમાં ઉપલબ્ધ હશે. ગણતરીકર્તાઓ આ એપ દ્વારા ડેટા એકત્રિત કરશે, તેમજ નાગરિકોને પણ માહિતી જાતે ભરવાનો વિકલ્પ મળશે. વસ્તી ગણતરીની આ પ્રક્રિયા 2026માં ઘરોની યાદી તૈયાર કરવાથી શરૂ થશે અને ફેબ્રુઆરી 2027માં વસ્તી ગણતરી સાથે પૂરી થશે.

પ્રક્રિયા અને રિપોર્ટિંગ ઝડપી બનશે

ડિજિટલ વસ્તી ગણતરી સાથે ડેટા પ્રોસેસિંગ ખૂબ ઝડપી બનશે. એવો અંદાજ છે કે, અંતિમ રિપોર્ટ ફક્ત 9 મહિનામાં તૈયાર થઈ જશે. મોબાઇલ એપ્લિકેશનમાં ડ્રોપડાઉન મેનુ, કોડેડ પ્રશ્નો અને ‘ફેચ’ જેવી સ્માર્ટ સુવિધાઓ હશે, જે ડેટાનું ડુપ્લિકેશન ટાળશે અને ભૂલોને ઘટાડશે. આ ઉપરાંત, ICR (ઇન્ટેલિજન્ટ કેરેક્ટર રેકગ્નિશન) ટેકનોલોજીની મદદથી અનસ્ટ્રક્ચર્ડ જવાબો પણ પ્રોસેસ કરી શકાય છે.

દેખરેખ માટે ખાસ પોર્ટલ

સરકાર સમગ્ર પ્રક્રિયા પર નજર રાખવા માટે એક મોનિટરિંગ પોર્ટલ પણ બનાવી રહી છે. આનાથી દરેક તબક્કાનું રીઅલ-ટાઇમ મોનિટરિંગ શક્ય બનશે અને પારદર્શિતા જળવાઈ રહેશે.

દેશના વિભિન્ન પ્રાંતના સમાચાર જાણવા માટે આપ અમારા ટોપિક પર ક્લિક કરો.