અયોધ્યા માટે 20 હજાર કરોડના પ્રોજેક્ટને મંજૂરી, જાણો કેવી રીતે બદલાશે રામ જન્મભૂમિની તસવીર

|

Jan 03, 2022 | 10:05 AM

રામ મંદિરના નિર્માણની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપે આઝાદીના 100 વર્ષ પૂરા થવા સુધી અયોધ્યાને વિશ્વની સાંસ્કૃતિક રાજધાની બનાવવાની દિશામાં પગલાં ભરવાનું શરૂ કર્યું છે.

અયોધ્યા માટે 20 હજાર કરોડના પ્રોજેક્ટને મંજૂરી, જાણો કેવી રીતે બદલાશે રામ જન્મભૂમિની તસવીર
20,000 crore project approved for Ayodhya (File)

Follow us on

Ayodhya Development: રામ મંદિરના નિર્માણની સાથે-સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Pm Narendra Modi) અને ભાજપની આઝાદીના 100 વર્ષ પૂરા થાય ત્યાં સુધી અયોધ્યા(Ayodhya) ને વિશ્વની સાંસ્કૃતિક રાજધાની બનાવવાની કલ્પના કે સ્વપ્ન સાકાર કરવાની દિશામાં કદમ વધવા લાગ્યા છે. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એકલા તેમના મંત્રાલયમાંથી 20 હજાર કરોડના પ્રોજેક્ટ્સ માટે પ્રસ્તાવ તૈયાર કર્યો છે. 

તાજેતરમાં 84 કોસી પરિક્રમા માર્ગને રાષ્ટ્રીય ધોરીમાર્ગનો દરજ્જો મળ્યો છે. એટલું જ નહીં ચાર હજાર કરોડના ખર્ચે 275 કિમીના હાઈવે બનાવવાની પણ મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત દસ હજાર કરોડના ખર્ચે અયોધ્યા થઈને ગોરખપુર-લખનૌ નેશનલ હાઈવેને સિક્સ લેન કરવાના પ્રોજેક્ટને પણ લીલી ઝંડી મળી ગઈ છે. આ ઉપરાંત છ હજાર કરોડના ખર્ચે લગભગ 70 કિમીનો રિંગ રોડ જેને હવે બાયપાસ રોડ નામ આપવામાં આવ્યું છે તેને પણ મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી ગડકરી 6 જાન્યુઆરીએ તેનો શિલાન્યાસ કરશે. 

ચાર રેલ્વે ઓવરબ્રિજ, સરયુ નદી પર બે પુલ અને પાંચ મુખ્ય રસ્તાઓ બનાવવામાં આવશે

70 કિલોમીટરનો રિંગ રોડ અયોધ્યા, બસ્તી અને ગોંડાના ત્રણ જિલ્લાઓમાંથી પસાર થશે. તેનો ડીપીઆર અમદાવાદ સ્થિત કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં સંપાદિત જમીનના વળતરનો સમાવેશ થાય છે. સાંસદ લલ્લુ સિંહના જણાવ્યા અનુસાર ચાર રેલવે ઓવરબ્રિજ, સરયૂ નદી પર બે પુલ અને પાંચ મુખ્ય રસ્તાઓ બનાવવાના છે. આ બાયપાસથી કનેક્ટિવિટી પહેલા કરતા વધુ સારી રહેશે. ધાર્મિક પ્રવાસની સાથે સાથે વેપારીઓને પણ ફાયદો થશે. 

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

275 કિમી લાંબો 84 કોસી પરિક્રમા રૂટ

અયોધ્યામાં લગભગ ચાર હજાર કરોડ રૂપિયાના ખર્ચે 275 કિલોમીટર લાંબો 84 કોસી પરિક્રમા માર્ગ બનાવવામાં આવશે, જેના માટે PWDની NH વિંગે સર્વે પૂર્ણ કરી લીધો છે. આ માર્ગ દ્વારા અયોધ્યાના પૌરાણિક મહત્વના 51 તીર્થસ્થળોને જોડવામાં આવશે. હાલમાં અયોધ્યા, આંબેડકર નગર, ગોંડા, બારાબંકી અને બસ્તીમાંથી પસાર થતો આ પરિક્રમા રૂટ લગભગ 233 કિલોમીટર લાંબો છે. આ માટે 45 મીટર જમીન પહોળાઈમાં લેવામાં આવશે. લગભગ ચાર હજાર કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટ માટે જમીન લેવાનું કામ ડિસેમ્બર 2022 સુધીમાં પૂર્ણ થવાનું છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા બનાવવામાં આવનાર પરિક્રમા માર્ગ 275 કિલોમીટર લાંબો હશે.

Next Article