લદ્દાખમાં ચીની સૈનિકો સાથે લડનારા 20 ITBPના જવાનોને મળ્યો ગેલેટ્રી એવોર્ડ, ડ્રેગનને આપ્યો હતો જડબાતોડ જવાબ

|

Aug 14, 2021 | 6:54 PM

ITBPના પ્રવક્તા વિવેક પાંડેએ કહ્યું કે 'ITBPને 23 વીરતા મેડલ મળ્યા છે, જેમાંથી મે-જૂન 2020માં પૂર્વી લદ્દાખમાં થયેલી અથડામણ દરમિયાન બહાદુરી માટે આપવામાં આવ્યા હતા.

લદ્દાખમાં ચીની સૈનિકો સાથે લડનારા 20 ITBPના જવાનોને મળ્યો ગેલેટ્રી એવોર્ડ, ડ્રેગનને આપ્યો હતો જડબાતોડ જવાબ
ITBP

Follow us on

ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP)ના 20 જવાનોને 75માં સ્વતંત્રતા દિવસ પહેલા શૌર્ય મેડલ એનાયત કરવામાં આવ્યા છે. આ સૈનિકો વાસ્તવિક નિયંત્રણ રેખા ((LAC) પર ગલવાન ખીણ અને પૂર્વ લદ્દાખના ગોગરા હોટ સ્પ્રિંગ્સમાં ચીન સાથે અથડામણ દરમિયાન સેના સાથે ઉભા ઉભા હતા.

 

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શનિવારે જણાવ્યું કે જમ્મુ -કાશ્મીર પોલીસના 257 સહિત કુલ 630 સુરક્ષા કર્મચારીઓને તેમની બહાદુરી માટે મેડલ એનાયત કરવામાં આવ્યા છે. આતંકવાદ, સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા સંબંધિત કામ માટે જમ્મુ અને કાશ્મીર પોલીસના જવાનોને વીરતા મેડલ એનાયત કરવામાં આવ્યા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

 

દેશભરમાં આતંકવાદ વિરોધી અને નક્સલ વિરોધી કામગીરીમાં સામેલ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનોને 152 મેડલ આપવામાં આવ્યા છે. સમગ્ર દેશમાં 1,320 પોલીસ કર્મચારીઓને શૌર્ય, વિશિષ્ટ સેવાઓ અને વિશિષ્ટ સેવા મેડલ માટે એનાયત કરવામાં આવ્યા છે.

 

ITBPના પ્રવક્તા વિવેક પાંડેએ કહ્યું કે ‘ITBPને 23 વીરતા મેડલ મળ્યા છે, જેમાંથી મે-જૂન 2020માં પૂર્વી લદ્દાખમાં થયેલી અથડામણ દરમિયાન બહાદુરી માટે આપવામાં આવ્યા હતા. 15 જૂન 2020ના રોજ ગલવાન ખીણમાં ભારતીય જવાનો અને ચીની આર્મી વચ્ચે અથડામણ થઈ હતી. તેનાથી દ્વિપક્ષીય સંબંધો પર પણ ખરાબ અસર પડી હતી. આ અથડામણ દરમિયાન 20 ભારતીય સૈનિકો અને મોટી સંખ્યામાં ચીની સૈનિકો માર્યા ગયા હતા.

 

 

પૂર્વ લદ્દાખમાં વીરતા માટે પુરસ્કૃત 20 જવાનોમાંથી આઠને 15 જૂનના રોજ ગલવાન ખાતે તેમની બહાદુરીની ક્રિયાઓ, સાવચેતીપૂર્વક આયોજન અને દેશના સંરક્ષણ માટે વ્યૂહાત્મક સૂઝ માટે સન્માનિત કરવામાં આવ્યા છે. 18 મે, 2020ના રોજ 6 જવાનોને 4 વિસ્તારમાં અથડામણ દરમિયાન બહાદુરીની ક્રિયા માટે પોલીસ મેડલથી નવાજવામાં આવ્યા છે. 18 મે, 2020ના રોજ 6 જવાનોને લદ્દાખમાં હોટ સ્પ્રિંગ્સ નજીક શૌર્યપૂર્ણ કાર્યવાહી માટે પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યા છે.

 

 

પાંડેએ વધુમાં જણાવ્યું હતું કે “પૂર્વ લદ્દાખમાં ITBPના સૈનિકોએ માત્ર પોતાની સુરક્ષા માટે ઢાલનો અસરકારક રીતે ઉપયોગ કર્યો હતો, પરંતુ PLA (પીપલ્સ લિબરેશન આર્મી)ના જવાનોને અને જબરદસ્ત સામસામે અને અથડામણ દરમિયાન પણ જડબાતોડ જવાબ આપીને પરિસ્થિતિને નિયંત્રણમાં લાવી હતી. સૌથી વધુ વ્યાવસાયિક પરાક્રમ ધરાવતા ITBPના જવાનોએ ખભે ખભો મિલાવીને લડ્યા અને ઘાયલ સૈનિકોને પાછા પણ લાવ્યા.

 

આ પણ વાંચો : Tulsi Farming : તુલસીની ખેતીમાં નજીવું રોકાણ કરવાથી થશે મબલક કમાણી

 

આ પણ વાંચો :ડીઝલ ખર્ચ અને વીજળીના બિલમાંથી છુટકારો મેળવો, સિંચાઈ માટે સોલર પંપ લગાવો, સરકાર આપી રહી છે પૈસા

Next Article