ચંડીગઢ યુનિવર્સિટીના MMS કાંડ મામલામાં 2 વોર્ડન સસ્પેન્ડ, ચંદીગઢ યુનિવર્સિટી 24 સપ્ટેમ્બર સુધી બંધ, વિદ્યાર્થીઓ ઘરે પરત ફર્યા

|

Sep 19, 2022 | 9:46 AM

ચંડીગઢ યુનિવર્સિટીમાં (Chandigarh University) વિદ્યાર્થીઓના ભારે વિરોધ બાદ પોલીસે વીડિયો ઉતારનાર યુવતી સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. વીડિયો બનાવનાર યુવતી, તેનો શિમલામાં રહેતો મિત્ર સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. 

ચંડીગઢ યુનિવર્સિટીના MMS કાંડ મામલામાં 2 વોર્ડન સસ્પેન્ડ, ચંદીગઢ યુનિવર્સિટી 24 સપ્ટેમ્બર સુધી બંધ, વિદ્યાર્થીઓ ઘરે પરત ફર્યા
ચંડીગઢ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન

Follow us on

પંજાબના (Punjab) મોહાલીમાં આવેલી ચંડીગઢ યુનિવર્સિટીમાં (Chandigarh University) MMS કાંડમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. વિદ્યાર્થીઓના ભારે વિરોધ બાદ પોલીસે વીડિયો ઉતારનાર યુવતી સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. વીડિયો બનાવનાર યુવતી, તેનો શિમલામાં રહેતો મિત્ર સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ યુનિવર્સિટીએ હોસ્ટેલના 2 વોર્ડનને સસ્પેન્ડ કર્યા છે. એટલું જ નહીં યુનિવર્સિટીમાં છ દિવસની રજા પણ જાહેર કરવામાં આવી છે. આ સમગ્ર મામલામાં પ્રદર્શનથી લઈને આરોપીઓની ધરપકડ સુધી, વાંચો સમગ્ર ઘટનાક્રમ..

  1. હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીએ 60થી વધુ વિદ્યાર્થિનીઓ નહાતી વખતે વિડિયો બનાવીને તેના મિત્રને મોકલીને વાયરલ કર્યો હતો. આ સમાચાર બાદ કેટલીક વિદ્યાર્થિનીઓ દ્વારા આત્મહત્યાના પ્રયાસના સમાચાર પણ સામે આવ્યા હતા. મામલો પ્રકાશમાં આવતાં જ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને શનિવારે રાત્રે યુનિવર્સિટીના ગેટ પર પહોંચીને ઉગ્ર પ્રદર્શન કર્યું હતું.
  2. વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી પ્રશાસન પર મામલાને દબાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. મામલો સામે આવ્યા બાદ યુનિવર્સિટી પ્રશાસને આરોપી વિદ્યાર્થિનીને હોસ્ટેલના રૂમમાં બંધ કરી તેની પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન, આરોપી વિદ્યાર્થિનીએ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો અને શિમલામાં રહેતા મિત્ર વિશે માહિતી આપી હતી.
  3. વિરોધ હિંસક બનતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ સ્થિતિ વધુ વણસી હતી, વિદ્યાર્થીઓએ પોલીસ વાનને ઉથલાવી દેવાનો પ્રયાસ પણ કર્યો હતો, ત્યારબાદ પોલીસે આંશિક લાઠીચાર્જ કરવો પડ્યો હતો. જોકે બાદમાં પોલીસે વિદ્યાર્થીઓને સમજાવીને કડક કાર્યવાહીની ખાતરી આપી હતી. આ કિસ્સામાં, યુનિવર્સિટી 19 થી 24 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરમિયાન વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં, જ્યારે સ્ટાફ બહાર જઈ શકશે. આ સૂચના બાદ વિદ્યાર્થીઓ પોતપોતાના ઘરે પરત ફરી રહ્યા છે.
  4. રવિવારે સવારે આ સમાચાર ફેલાતાં તમામ વહીવટીતંત્ર અને સરકારની નજર આ ગંભીર બાબત પર ગઈ હતી. પંજાબ મહિલા આયોગની ચેરપર્સન મનીષા ગુલાટી પણ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમણે કહ્યું કે મામલો ખૂબ જ ગંભીર છે, તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. જો કે, તેણે આત્મહત્યાના કોઈપણ પ્રયાસનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે આ કેસમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને આરોપી વિદ્યાર્થિનીની ધરપકડ કરવામાં આવી છે.
  5. અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
    આજનું રાશિફળ તારીખ : 03-05-2024
    ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
    એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
    ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
    ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
  6. રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને યોગ્ય કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે. રાઘવે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે પંજાબ સરકારે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. સાથે જ કેજરીવાલે લખ્યું કે, ‘આ મામલો ખૂબ જ ગંભીર અને શરમજનક છે.’ તેમણે પીડિત દીકરીઓને હિંમતથી કામ લેવા કહ્યું.
  7. મામલો સામે આવ્યા બાદ પોલીસે આરોપી વિદ્યાર્થિનીની ધરપકડ કરી અને તેનો મોબાઈલ ફોરેન્સિક વિભાગને મોકલી આપ્યો. મોહાલીના એસપી નવરીત સિંહ વિર્કે માહિતી આપી હતી કે, પ્રાથમિક તપાસમાં આરોપી વિદ્યાર્થિનીના મોબાઈલમાંથી તેના જ વાંધાજનક વીડિયો મળી આવ્યા છે. અન્ય કોઈ વિદ્યાર્થિનીના વીડિયો મળ્યા નથી.
  8. પ્રારંભિક તપાસમાં પોલીસે તે છોકરાની અટકાયત કરી છે જેના વિશે આરોપી વિદ્યાર્થિનીએ કહ્યું હતું. આરોપી વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે તેણે અન્ય વિદ્યાર્થિનીઓનો વીડિયો બનાવીને શિમલામાં રહેતા એક છોકરાને મોકલ્યો હતો. પોલીસે આ કેસમાં આરોપી યુવતી, તેના શિમલા સ્થિત મિત્ર અને અન્ય આરોપીની પણ ધરપકડ કરી છે.
  9. યુનિવર્સિટીમાં આ MMS કૌભાંડ બાદ પંજાબની આમ આદમી પાર્ટી સરકાર પણ એક્શનમાં જોવા મળી હતી. સીએમ ભગવંત માને આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. આ મામલામાં પોલીસ વિભાગે એક વરિષ્ઠ IPS અધિકારીના નેતૃત્વમાં SITની રચના કરી છે.
  10. પોલીસે નિવેદનમાં કહ્યું હતું કે છોકરીએ તેનો વીડિયો છોકરાને મોકલ્યો હતો. આ સિવાય તેના ફોનમાંથી અન્ય કોઈનો વીડિયો મળ્યા નથી. કોઈ વિદ્યાર્થીએ આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો નથી. જો કે હજુ તેની તપાસ ચાલી રહી છે.
  11. લાંબા પ્રદર્શન બાદ પોલીસ અને યુનિવર્સિટી પ્રશાસનની સમજાવટ બાદ રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ ધરણા બંધ કરી દીધા છે. જોકે, વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ મામલે કાર્યવાહી પર નજર રાખવામાં આવશે અને જો અમને કાર્યવાહીથી સંતોષ નહીં થાય તો અમે ફરીથી વિરોધ કરીશું. કાર્યવાહી કરતા યુનિવર્સિટીએ હોસ્ટેલના 2 વોર્ડનને સસ્પેન્ડ કર્યા છે.
Next Article