12 વર્ષનો ટેણીયો સાઈકલ લઈ લાલ કિલ્લો જોવા નીકળી તો પડ્યો પણ…

|

Nov 29, 2021 | 1:55 PM

બાળકના પિતાએ પોલીસને જણાવ્યું કે તે ગયા મહિને પણ તેની સાયકલ લઈને ઘરથી નીકળી ગયો હતો. તેના ગુમ થવા અંગે પરિવારે પોલીસમાં ફરિયાદ કરી હતી. આ વખતે પણ તે રાત સુધી ઘરે ન પહોંચતા પરિવારજનોએ તેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી હતી.

12 વર્ષનો ટેણીયો સાઈકલ લઈ લાલ કિલ્લો જોવા નીકળી તો પડ્યો પણ...
Red Fort (File Photo)

Follow us on

લાલ કિલ્લો (Red Fort) જોવાની ઈચ્છામાં 12 વર્ષનો બાળક ઉત્તમ નગરથી 26 કિમી દૂર સાઈકલ લઈને અહીં પહોંચ્યો હતો. સાંજે તે જૂની દિલ્હી(Delhi)ની ભીડમાં ખોવાઈ ગયો અને ઘરનો રસ્તો ભૂલી ગયો. આવી સ્થિતિમાં પણ બાળકે સમજદારી બતાવીને પોલીસની મદદ લીધી હતી. પોલીસ(Delhi Police)ની મદદથી તે તેના ઘરે પહોંચ્યો હતો.

ત્યાં પહોંચીને બાળકના પિતાએ પોલીસને જણાવ્યું કે તે ગયા મહિને પણ તેની સાયકલ લઈને ઘરથી નીકળી ગયો હતો. તેના ગુમ થવા અંગે પરિવારે પોલીસમાં ફરિયાદ કરી હતી. આ વખતે પણ તે રાત સુધી ઘરે ન પહોંચતા પરિવારજનોએ તેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી હતી.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ઘટના 23 નવેમ્બરની છે. સાંજે લાલ કિલ્લા પાસે પાર્ક કરેલી પીસીઆર વાન પાસે 12 વર્ષનો બાળક પહોંચ્યો. તે ખૂબ જ નર્વસ હતો. વાનમાં તૈનાત પોલીસકર્મીઓએ તેને શાંત પાડ્યો અને તેની પૂછપરછ કરી, જેમાં બાળકે જણાવ્યું કે તે લાલ કિલ્લો જોવા માટે ઉત્તમ નગરના નવાદા સ્થિત તેના ઘરેથી સાયકલ પર પહોંચ્યો હતો. પરંતુ તેને પાછા જવાનો યોગ્ય રસ્તો ખબર નથી.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

તેણે કહ્યું કે તેનું ઘર ઉત્તમ નગર મેટ્રો સ્ટેશન પાસે છે અને ઘરની નજીક એક સ્કૂલ છે. બાળક મળી આવવાની માહિતી મળતા જ કોતવાલીના પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ ઘટનાસ્થળે પહોંચ્યા અને બાળકને લઈને પોલીસ સ્ટેશન લઈ ગયા. તેણે કહ્યું કે તેણે લાલ કિલ્લા વિશે સાંભળ્યું હતું પરંતુ વિચાર્યું ન હતું કે તે ત્યાં પહોંચશે.

સ્ટેશન ઈન્ચાર્જે બાળકને સુરક્ષિત રીતે તેના ઘરે પહોંચાડવાનું કામ કોન્સ્ટેબલ વિનય વસલાને સોંપ્યું. બાળકે કહ્યું કે તે ઉત્તમ નગર મેટ્રો સ્ટેશન (Uttam Nagar Metro Station)થી તેના ઘરે જઈ શકે છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે તેના પરિવારના સભ્યો ઘરે તેની રાહ જોઈ રહ્યા હતા.

બાળક મળ્યા બાદ તેઓએ પોલીસની કામગીરીના વખાણ કર્યા હતા. બાળકના પિતા એક ચિત્રકાર છે અને બાળક તેના દાદા દાદી અને પરિવારના અન્ય સભ્યો સાથે ભાડાના મકાનમાં રહેતો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

 

આ પણ વાંચો:  મરઘાં ઉછેરમાં એન્ટિબાયોટિક્સના ઉપયોગથી વધી રહ્યું છે જોખમ, સેવન કરનાર માટે છે જીવલેણ

આ પણ વાંચો: કૃષિ વૈજ્ઞાનિકોએ તૈયાર કર્યું મકાઈના દાણા કાઢવાનું મશીન, ઓછી જમીન ધરાવતા ખેડૂતો માટે આર્શિવાદરૂપ

 

Next Article