આ તો માત્ર શરૂઆત છે. હજુ મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ સાથે પણ વાત કરવી પડશે. પહેલ કરવા પહેલા તેમને પણ સાથે આવવા અપીલ કરવી પડશે. શંકા આશંકાના વાતાવરણ વચ્ચે ગઈકાલ ગુરુવારે (13 એપ્રિલ) મલ્લિકાર્જુન ખડગેના ઘરે શરદ પવાર, રાહુલ ગાંધીને મળ્યા હતા. શરદ પવારે ચોક્કસપણે વિપક્ષી એકતાની જરૂરિયાત તરફ ધ્યાન દોર્યું, પરંતુ તે જ સમયે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી કોંગ્રેસ નેતૃત્વ મમતા, કેજરીવાલ જેવા કોંગ્રેસ વિરોધી ચહેરાઓ સુધી પહોંચશે નહીં ત્યાં સુધી મોદીની આગેવાની હેઠળની ભાજપ સાથે સ્પર્ધા કરવી સરળ રહેશે નહીં.
શરદ પવારે પણ આવી જ સલાહ મમતા બેનર્જીને આપી હતી. જ્યારે તેઓ ભાજપ વિરુદ્ધ વિપક્ષી ગઠબંધન તૈયાર કરવાના અભિયાન માટે મુંબઈ પહોંચ્યા હતા. ત્યારે શરદ પવારે સ્ટેન્ડ લીધું હતું કે, કોંગ્રેસ વિના વિરોધ કેવો? ત્યારે મમતા બેનર્જીએ તરત જ કહ્યું હતું કે આજે કોંગ્રેસનું અસ્તિત્વ ક્યાં છે ?
શરદ પવાર, મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી વચ્ચે ગુરુવારે થયેલી બેઠક બાદ રાહુલ ગાંધીએ શરદ પવારના પગલે ચાલવાનું યોગ્ય માન્યું. તેમણે શરદ પવારે જે કહ્યું તે જ કહ્યું. રાહુલ ગાંધીએ કહ્યું, ‘વિપક્ષને એક કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અત્યારે તો આ માત્ર શરૂઆત છે. આગળ વધીને અમે દેશના વિપક્ષી નેતાઓને મળીશું, તેમની સાથે વાત કરીશું.
મલ્લિકાર્જુન ખડગેએ આ સમયે કહ્યું, ‘અમે દેશને બચાવવા માટે સાથે આવ્યા છીએ. દેશની એકતા જાળવવી પડશે. લોકશાહી અને બંધારણને બચાવવું પડશે. અમે સાથે મળીને લડવા તૈયાર છીએ પીએમ નરેન્દ્ર મોદી સામે એક થઈને લડીશું. દેશના અનેક વિપક્ષી નેતાઓ સાથે વાતચીત કરીશુ. શરદ પવાર પણ આવો જ વિચાર ધરાવે છે.
પણ પછી મલ્લિકાર્જુન ખડગેએ એવું કેમ કહેવું પડ્યું કે શરદ પવાર પણ કોંગ્રેસ જેવા જ વિચારો ધરાવે છે તે એક પ્રશ્ન છે. જો મતભેદ ન હોય તો આવા નિવેદનની જરૂર નથી. પછી તે વ્યૂહરચના અને કાર્યક્રમોની બાબત છે. ‘આ માત્ર શરૂઆત છે’, ‘અન્ય લોકો સાથે પણ વાત કરીશું’, ‘શરદ પવારના વિચારો અમારા જેવા જ છે’ આ તમામ નિવેદનો છેલ્લા કેટલાક દિવસોમાં ઉભરી રહેલા વિરોધાભાસને જાણાવતા હોય તેમ લાગે છે. પાછલા કેટલાક દિવસોમાં કોંગ્રેસ અને એનસીપી વચ્ચે અદાણી, વડાપ્રધાન મોદીની ડિગ્રી, સાવરકર જેવા મુદ્દાઓને લઈને વિરોધાભાસ જોવા મળ્યો છે.
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
મહારાષ્ટ્ર સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…
Published On - 8:01 am, Fri, 14 April 23