Maharashtra : મહારાષ્ટ્ર સરકારના ઉચ્ચ શિક્ષણ પ્રધાન પ્રાજક્ત તાનપુરેએ શિક્ષણના મોડલને સમજવા માટે દિલ્હીની બે સરકારી શાળાઓની મુલાકાત લીધી હતી. તેમણે દિલ્હીના શિક્ષણ મોડલની પ્રશંશા કરી છે. તેમણે કહ્યું કે, દિલ્હીએ શિક્ષણ ક્ષેત્રે વધુ સારું કામ કર્યું છે. તેમના રાજ્યમાં પણ દિલ્હી જેવું મોડલ (Delhi) અપનાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના શિક્ષણ પ્રધાને જે શાળાઓની મુલાકાત લીધી હતી તે સર્વોદય બાલ વિદ્યાલય અને ખીચરીપુરની વિદ્યાલયનો શાળા ઓફ એક્સેલન્સનોમાં સમાવેશ થાય છે.
દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ મદદની ખાતરી આપી
દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ કહ્યું કે, “દિલ્હી સરકાર શિક્ષણ પ્રણાલીને સુધારવા માટે મહારાષ્ટ્ર સરકારને મદદ કરવા તૈયાર છે. જ્યારે મહારાષ્ટ્રના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્ય મંત્રી પ્રાજક્ત તાનપુરે (Prajakt Tanpure) એ જણાવ્યું હતું કે, દિલ્હીના શિક્ષણ મોડલની સમગ્ર ભારતમાં ચર્ચા થાય છે. તેમણે કહ્યું, મેં ખરેખર દિલ્હીની સરકારી શાળાઓમાં જે જોયું તે મારી અપેક્ષાઓ કરતાં પણ વધારે છે.
તમામ રાજ્યોએ દિલ્હીના એજ્યુકેશન મોડલમાંથી શીખવાની અને તેને અપનાવવાની જરૂર: પ્રાજક્ત તાનપુરે
શિક્ષણ પ્રધાને કહ્યું કે, “અહીંની સિસ્ટમ જોઈને જાણી શકાય છે કે મોટા પાયે સરકારી શાળાઓમાં ભણતા બાળકોને વિશ્વસ્તરીય શિક્ષણ કેવી રીતે આપી શકાય. તમામ રાજ્યોએ દિલ્હીના એજ્યુકેશન મોડલમાંથી (Delhi Education Model) શીખવાની અને તેને અપનાવવાની જરૂર છે.
તાનપુરેએ વધુમાં કહ્યું કે, “આજે દિલ્હીની સરકારી શાળાઓમાં બોલવું એ એક સારી કુશળતા છે. તેઓનું પોતાનું વિઝન છે જે દર્શાવે છે કે સરકારી શાળાઓમાં બાળકોને શિક્ષિત કરવા માટે ઘણી મહેનત કરવામાં આવી રહી છે.” દિલ્હી સરકારના અધિકારીઓના જણાવ્યા અનુસાર, તાનપુરેએ તેમની મુલાકાત દરમિયાન શાળાની લેબ અને લાઇબ્રેરીની પણ મુલાકાત લીધી હતી અને બાળકો સાથે વાતચીત પણ કરી હતી.
દિલ્હીમાં શાળાઓ ફરી ખોલવાના નિર્ણયને આચાર્યોએ આવકાર્યો
દિલ્હીમાં રોગચાળાને કારણે 19 મહિના પછી 1 નવેમ્બરથી તમામ વર્ગો માટે શાળાઓ ફરીથી ખોલવાના DDMA ના નિર્ણયને શાળા સંગઠનો અને આચાર્યોએ આવકાર્યો છે. જો કે, કેટલાકે તેને ‘યોગ્ય સમયે લેવાયેલો નિર્ણય’ ગણાવ્યો જ્યારે ઘણાએ તેને ‘વિલંબિત’ પગલું પણ ગણાવ્યું. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) એ 1 નવેમ્બરથી શહેરની તમામ શૈક્ષણિક સંસ્થાઓને ફરીથી ખોલવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો: Indian Navy: ભારતીય નૌકાદળની તાકાત વધી, 2 ‘ALH Mk 3’ હેલિકોપ્ટર કાફલામાં સામેલ
આ પણ વાંચો: Festive Special Train: તહેવારો પર મુસાફરોને રેલવેની ભેટ, દોડશે સ્પેશિયલ ટ્રેન, જુઓ ટાઈમ ટેબલ અહીં
Published On - 3:02 pm, Sat, 30 October 21