આર્યન ડ્રગ્સ કેસમાંથી વાનખેડેને હટાવાયા, શું NCB અધિકારી સમીર વાનખેડે પ્રમાણિક હોવાનું આ પરિણામ છે ?

|

Nov 07, 2021 | 12:38 PM

હાલ કહેવામાં આવી રહ્યુ છે કે, સમીર વાનખેડે ભ્રષ્ટ છે, તો શું તેના ઉપરી અધિકારીઓ તેને આવા હાઈ પ્રોફાઈલ કેસની જવાબદારી સોંપવામાં મૂર્ખ છે ?

આર્યન ડ્રગ્સ કેસમાંથી વાનખેડેને હટાવાયા, શું NCB અધિકારી સમીર વાનખેડે પ્રમાણિક હોવાનું આ પરિણામ છે ?
Sameer Wankhede Case

Follow us on

લેખક- વિક્રમ વોહરા

આર્યન ડ્રગ્સ કેસમાં NCB અઘિકારી પર ઉઠેલા સવાલોને કારણે વાનખેડેની ખાતાકીય તપાસ કરવામાં આવી રહી છે, જો કે હાલ આ ક્રુઝ ડ્રગ્સ કેસમાંથી વાનખેડેને (Sameer Wankhede) હટાવવામાં આવ્યા છે. ત્યારે સવાલ એ થાય કે જો સમીર વાનખેડે નિર્દોષ સાબિત થાય અને તેના પર લાગેલા તમામ આરોપો પોકળ સાબિત થાય તો શું થશે ?

હાલ કહેવામાં આવી રહ્યુ છે કે, સમીર વાનખેડે ભ્રષ્ટ છે, તો શું તેના ઉપરી અધિકારીઓ તેને આવા હાઈ પ્રોફાઈલ કેસની જવાબદારી સોંપવામાં મૂર્ખ છે ? અને જો તે વર્ષોથી તેના ઉપરી અધિકારીઓની (NCB Officers) આંખમાં ધૂળ નાખવા જેટલો ચાલાક હોય, તો જે કાવતરાંનો દાવો કરવામાં આવે છે તે તેની સ્થિતિ સાથે મેળ ખાતો નથી. એ સાચું છે કે તેણે આર્યન ખાનની જામીન અરજીને મોટો મુદ્દો બનાવ્યો હતો અને તેનું કારણ લાઇમલાઇટમાં રહેવાની ઇચ્છા હોઇ શકે છે. પરંતુ શું તેના દરજ્જાની વ્યક્તિ તેની પ્રતિષ્ઠાને આટલી અણઘડ રીતે બતાવી શકે ?

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

આ કેસમાં વાનખેડેની પત્નીની દલીલમાં યોગ્યતા છે. તેમણે કહ્યુ કે તમે તેના પર આડેધડ હુમલાઓ કર્યા છે, તેને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે કે આવનારા સમયમાં દરેક NCB (Narcotics Control Bureau) અધિકારી વ્યક્તિગત હુમલાના ડરથી યોગ્ય કાર્ય કરવાનું ટાળશે. મને તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ છે અને તેની હિંમતની હું પ્રશંસા કરું છું.

નવાબ મલિક ક શરૂઆતથી જ વાનખેડે વિરુદ્ધ ઉગ્ર ટીકા કરી રહ્યા છે

ચાલો સમગ્ર પરિસ્થિતિને યોગ્ય રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક (Nawab Malik) શરૂઆતથી જ વાનખેડે વિરુદ્ધ ઉગ્ર ટીકા કરી રહ્યા છે, જે માત્ર વાહિયાત જ નથી લાગતું પણ તેમાં તેમની નફરત પણ દર્શાવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ તેમના જમાઈની ધરપકડનો બદલો લઈ રહ્યા છે.

ખરેખર ! જ્યારે તે વ્યક્તિ છૂટી જાય, ત્યારે વાત પૂરી થવી જોઈએ. પરંતુ તેને બદલે એવું લાગી રહ્યું છે કે, NCBના આ અધિકારી સામેના પુરાવાનું પોટલું સરળતાથી મલિકના હાથમાં જઈ રહ્યું છે. તેનું બર્થ સર્ટિફિકેટ હોય કે તેના ફોટોગ્રાફ્સ, નવાબ મલિક માત્ર વાનખેડે સામે આક્ષેપો કરીને તેના ભૂતકાળનો બદલો લઈ રહ્યા છે તેમજ તેની વિશ્વસનીયતાનો નાશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે હાલ સ્થિતિ ટ્રેજિક કોમેડી જેવી બની છે.

હવે એ પુરાવાઓની સમીક્ષા કરીએ

વાનખેડે હિન્દુ છે કે મુસ્લિમ ? અથવા હિન્દુ હોવું, હિન્દુ અથવા મુસ્લિમ (Muslim) સાથે લગ્ન કરવા, તપાસ અધિકારી તરીકેની તેની ફરજ માટે સંપૂર્ણપણે અપ્રસ્તુત છે.

આ કેસમાં જણાવવામાં આવ્યું છે કે નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ કાસ્ટ્સ (NCSC) ના ઉપાધ્યક્ષ અરુણ હલદર ગયા સપ્તાહના અંતે વાનખેડેને મળ્યા હતા અને તેમને ક્લીનચીટ આપતાં સ્પષ્ટતા કરી હતી કે તેઓ માને છે કે વાનખેડે અનુસૂચિત જાતિના છે. હવે તેમની સામે યુદ્ધ છેડનાર મલિકે ધમકી આપી છે કે તેઓ આ મુદ્દે રાષ્ટ્રપતિ પાસે જશે. આ સંપૂર્ણપણે આંધળી નફરતની રમત છે. પોતાની સત્યતા સાબિત કરવા માટે તેણે સરકારી અધિકારીની મજાક ઉડાવી છે.

વાનખેડેએ તેની માતાને ખુશ કરવા લગ્ન કર્યા. જો મારી માતા ખ્રિસ્તી હોત, તો હું પણ ચર્ચમાં લગ્ન કરીશ, જો તે યહૂદી હોત, તો હું સિનેગોગમાં લગ્ન કરીશ અને જો તે મુસ્લિમ હોત, તો મેં તેની ઇચ્છા મુજબ ધાર્મિક વિધિઓ કરી હોત. તે તમારી માતા છે અને તેને ખુશ કરવાનું દિકરાનું કામ છે.

પરિસ્થિતિ સંપૂર્ણપણે હાસ્યાસ્પદ બની ગઈ છે

પોતાના પરિવાર, ધર્મ, જાતિ, ઈમાનદારી અને ચારિત્ર્ય સાબિત કરવા માટે વાનખેડે પર એવો આરોપ પણ લાગી રહ્યો છે કે તેણે આર્યન ખાનને છોડવા માટે 8 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. જેના માટે એક વાતચીત પણ ટાંકવામાં આવી રહી છે જેમાં ભ્રષ્ટાચારના કોઈ પુરાવા જોવા મળતા નથી. તે સ્પષ્ટ છે કે પરિસ્થિતિ સંપૂર્ણપણે હાસ્યાસ્પદ બની ગઈ છે.

ત્યારે અચાનક આ કેસમાં એક એથિકલ હેકરની (Ethical Hacker) એન્ટ્રી થાય છે, જે આખા કોયડાને 21મી સદીના હાઇટેક વાતાવરણને આપી દે તેવું લાગે છે. કોમ્પ્યુટર હેક કરી શકે તેવા તમામ લોકોમાંથી વાનખેડે એવી વ્યક્તિ પસંદ કરે છે જે નૈતિક ધોરણોનું ધ્યાન રાખે છે. કહેવામાં આવી રહ્યું છે કે પેગાસસ અમારી અને તમારી જાસૂસી કરી રહ્યો છે તે દરમિયાન, શું NCB શાહરૂખ ખાનના કોલ્સ અને તેની સાઇટને ટ્રેક કરવા માટે એથિકલ હેકરની મદદ લઈ રહ્યું છે ?

વેરથી ભરેલા મલિકના આ આક્ષેપો અસંયમિત દેખાય છે અને આશ્વર્યજનક વાત એ છે કે, આ બધી માહિતી માત્ર તેને કેવી રીતે મળી રહી છે તે ખબર નથી. આ સાથે એ પણ વિચિત્ર લાગે છે કે વાનખેડે એકલા પડી ગયા છે. તેણે પોતાનું સત્ય સાબિત કરવા માટે એકલા હાથે લડવું પડે છે.

સામાન્ય લોકો માટે આ સૌથી પીડાદાયક અને અપમાનજનક બાબત છે

ઉપરાંત આપણા જેવા સામાન્ય લોકો માટે આ સૌથી પીડાદાયક અને અપમાનજનક બાબત છે. કારણ કે એવું લાગે છે કે જાણે આપણા વિચાર અને સમજ માટે આપણને કોઈ માન નથી. અમે ઝોહનેરિઝમના શિકાર છીએ. 1997માં 14 વર્ષના નાથન જોહનરે એક ખતરનાક કેમિકલની શોધ કરી હતી. નામ હતું ડાયહાઈડ્રોજન મોનોક્સાઇડ, જેને અનકેચ્ડ કિલર કહેવામાં આવે છે. નેથને વિશ્વને આ રંગહીન, ગંધહીન અને સ્વાદહીન રસાયણના ખતરનાક ગુણધર્મો વિશે જાણ કરી જે દર વર્ષે હજારો લોકોનો ભોગ લે છે. તેમણે જણાવ્યું કે આ કેમિકલ ગેસ અને સોલિડ સ્ટેટ બંનેમાં ગંભીર રીતે દાઝી શકે છે.

એસિડનો વરસાદ અને કેન્સરના દર્દીઓમાંથી દૂર કરાયેલી ગાંઠોમાં જોવા મળે છે. કુદરતી તત્વો અને ધાતુઓને નુકસાન પહોંચાડી શકે છે. શરીરમાં DHMO ની માત્રામાં વધારો થવાથી વધુ પડતો પરસેવો અને પેશાબ થાય છે. જેઓ DHMO પર નિર્ભર બની જાય છે તેઓ તેનાથી છુટકારો મેળવવાનો પ્રયાસ કરતા મૃત્યુ પણ પામી શકે છે. લોકોએ તેના પર પ્રતિબંધ મૂકવાની માગ કરી હતી. પરંતુ, નાથન પાણી વિશે વાત ચાલુ રાખી.

વાસ્તવમાં, આ ક્રૂઝના સમયથી ઠાણાની સફર શરૂ થઈ છે. આપણને જૂઠ પર જૂઠ કહેવામાં આવે છે. એજન્ડા શું છે તે પણ ખબર નથી, પરંતુ કંઈક ચોક્કસપણે એજન્ડા છે.

 

આ પણ વાંચો: Aryan khan Drugs Case: ભાજપના નેતા મોહિત કંબોજના આરોપ પર નવાબ મલિકની પ્રેસ કોન્ફરન્સ, ડ્રગ્સ કેસમાં આવી શકે છે નવો વળાંક

આ પણ વાંચો:  Sameer Wankhede Case: સમીર વાનખેડેના પિતાએ બોમ્બે હાઇકોર્ટમાં નવાબ મલિક વિરુદ્ધ માનહાનિનો દાવો કરી આટલા કરોડની કરી માંગ

Next Article