
એપલ કંપનીના સીઈઓ ટિમ કુક હાલમાં મુંબઈમાં પોતાના સ્ટોરના ઉદ્દઘાટન માટે ભારતના પ્રવાસે આવ્યા છે. તેમના આવતાની સાથે મહેમાનગતિ માટે જાણીતા ભારતમાં બોલિવુડના સ્ટાર્સથી લઈને દેશના સૌથી અમીર પરિવારે તેમનું સ્વાગત કર્યું હતું. દરેક શહેરનું ભોજન તેને અલગ ઓળખ આપે છે. મુંબઈ શહેર વડાપાંઉ માટે જાણીતું છે. હાલમાં માધુરી દીક્ષિત અને ટિમ કુકે ટ્વિટર પર એક ફોટો શેયર કર્યો હતો. જેમાં તેઓ મુંબઈના વડાપાંઉ ખાતા જોવા મળી રહ્યાં છે.
માધુરી દીક્ષિતને મળતા પહેલા તેઓ મુકેશ અંબાણીને પણ મળ્યા હતા. તેઓ તેમના બંગલા એન્ટિલિયા ગયા, જ્યાં તેઓ આકાશ અને ઈશા અંબાણીને પણ મળ્યા હતા. આ સિવાય ટિમ કૂક મૌની રોય અને એઆર રહેમાનને પણ મળી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે, દેશનો પહેલો એપલ સ્ટોર 18 એપ્રિલ, મંગળવારે ખુલવા જઈ રહ્યો છે. આ સ્ટોરનું નામ Apple BKC હશે.
Thanks @madhuridixit for introducing me to my very first Vada Pav — it was delicious! https://t.co/Th40jqAEGa
— Tim Cook (@tim_cook) April 17, 2023
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં દેશનો પહેલો એપલ સ્ટોર ખુલવા જઈ રહ્યો છે. જેની શરૂઆત એપલના સીઈઓ ટિમ કુક પોતે કરશે. આ માટે તે ભારત પહોંચી ગયા છે. લોન્ચિંગ પહેલા, કુકને મુંબઈમાં મુકેશ અંબાણીના એન્ટિલિયામાં જોવામાં આવ્યા હોવાનું કહેવાય છે. ભાયાનીના એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં કથિત રીતે આકાશ અંબાણી અને ઈશા અંબાણી એપલ બોસને એન્ટિલિયાના ગેટ પાસે લઈ જતા હોય તેવુ જોવા મળી રહ્યું છે.
Hello, Mumbai! We can’t wait to welcome our customers to the new Apple BKC tomorrow. 🇮🇳 pic.twitter.com/9V5074OA8W
— Tim Cook (@tim_cook) April 17, 2023
મંગળવારે એપલ ચીફ બોમ્બે કુર્લા કોમ્પ્લેક્સમાં દેશના પ્રથમ એપલ સ્ટોરનું ઉદ્ઘાટન કરશે. આ કોમ્પ્લેક્સ 20 હજાર ચોરસ ફૂટમાં બનેલ છે. જો કે 20મીએ શરૂ થઈ રહેલા દિલ્હીમાં સાકેત સ્ટોર કરતા પણ મોટું હશે. જ્યાં એપલ મુંબઈ સ્ટોર માટે 42 લાખ રૂપિયાનું ભાડું ચૂકવશે. બીજી તરફ, દિલ્હી સ્ટોરનું ભાડું 40 લાખ રૂપિયા હશે. આ સિવાય તેના પ્રતિસ્પર્ધીઓ જેમ કે Amazon, Facebook, Google, LG, Microsoft, Sony, Twitter, Bose, Dell, Foxconn, Hitachi, HP, HTC, IBM, Intel, Lenovo, Panasonic અને Toshiba આ બિલ્ડિંગમાં સ્ટોર ખોલી શકશે નહીં. જાહેરાતો પણ લગાવી શકશે નહીં.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 11:48 pm, Mon, 17 April 23