
Kolhapur : મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે. અહીં એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક ઓટો ડ્રાઈવર એક મહિલાને રસ્તા પર ખેંચી રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઓટો ડ્રાઈવરનો મહિલા સાથે ભાડાને લઈને વિવાદ થયો હતો.વીડિયો સામે આવતાની સાથે જ કોલ્હાપુર પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે.
ઘટના કોલ્હાપુરના રાજારામપુરીની છે. ઓટો ચાલકે મહિલાને લગભગ 200 મીટર સુધી રોડ પર ખેંચી હતી. મહિલા ગંભીર રીતે ઘાયલ છે. રાજારામપુરી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર અનિલ તાનપુરેના જણાવ્યા અનુસાર, મહિલાના પતિ વચ્ચે ભાડાને લઈને વિવાદ થયો હતો. બંને વચ્ચે બોલાચાલી થતાં મહિલા પણ ઝઘડામાં કૂદી પડી હતી. આ દરમિયાન ડ્રાઈવરે અચાનક ઓટો ચાલુ કરી અને મહિલાની સાડી ઓટોના પાછળના બમ્પરમાં ફસાઈ ગઈ.
સાથે જ ઓટો ચાલક ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયો છે. આ ઘટનાનો CCTV ફૂટેજ પણ સામે આવ્યો છે. સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે રોડ પરથી એક ઓટો આવી રહી છે. તે જ સમયે ઓટોની પાછળ એક મહિલા ફસાઈ ગઈ છે. ઓટો મહિલાને ઘસેડીને લઇ જાય છે તેવું જોવા મળે છે. આ દરમિયાન રસ્તામાં એક યુવકે ઓટો રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઓટો ચાલક તેનું વાહન રોકતો નથી. તે ઝડપથી આગળ વધે છે.
आधी रिक्षावाल्यासोबत वाद मग महिलेला नेलं फरफटत, अपघाताचा थरार सीसीटीव्हीत कैद#kolhapur #accident #VideoViral pic.twitter.com/h0YsBjsWzF
— Ankita Shantinath Khane (@KhaneAnkita) July 7, 2023
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ છે. પોલીસ ઓટો ચાલકની ઓળખ કરવામાં વ્યસ્ત છે. નજીકમાં લાગેલા અન્ય સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ સ્કેન કરવામાં આવ્યા છે. ટૂંક સમયમાં આરોપી ઓટો ડ્રાઈવર પોલીસ કસ્ટડીમાં હશે. પોલીસ અધિકારીઓએ કહ્યું છે કે ટૂંક સમયમાં મહિલા અને તેના પતિનું નિવેદન લેવામાં આવશે.