આર્યન ખાનને હજુ સુધી કેમ નથી મળ્યા જામીન? કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ જણાવ્યું આ કારણ, ક્રૂઝ ડ્રગ્સ કેસ પર આપ્યું મોટું નિવેદન

|

Oct 26, 2021 | 9:35 PM

રામદાસ આઠવલેએ કહ્યું કે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડ્રગ્સના મોટાપાયે ઉપયોગનો મુદ્દો સામે આવ્યો હતો. આર્યન ખાન સામે કરવામાં આવેલી કાર્યવાહીમાં કોઈ પક્ષપાત નથી.

આર્યન ખાનને હજુ સુધી કેમ નથી મળ્યા જામીન? કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ જણાવ્યું આ કારણ, ક્રૂઝ ડ્રગ્સ કેસ પર આપ્યું મોટું નિવેદન
Union Minister Ramdas Athawale. (Photo: ANI)

Follow us on

સૌથી વધુ ડ્રગ્સ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં વેચાય છે. ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં આ બાબતે સફાઈ થવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આર્યન ખાન વિરૂદ્ધ પુરાવા મજબૂત છે, તેથી જ તેને હજુ સુધી જામીન મળ્યા નથી. આ નિવેદન કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ મંગળવારે (26 ઓક્ટોબર) આપ્યું છે. કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્ય મંત્રી રામદાસ આઠવલેએ (Union Minister Ramdas Athawale) પત્રકાર પરિષદને સંબોધતા આ નિવેદન આપ્યું હતું.

 

આઠવલેએ કહ્યું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડ્રગ્સનો બેફામ ઉપયોગ બંધ થવો જોઈએ. આ પરિસ્થિતિ બદલવી જરૂરી છે. રામદાસ આઠવલેએ એમ પણ કહ્યું કે જેઓ ડ્રગ્સનો ઉપયોગ કરે છે તેમને વ્યસન મુક્તિ કેન્દ્રોમાં મોકલવા જોઈએ. તેમની ધરપકડ ન થવી જોઈએ. જેલમાં મોકલવામાં ન આવે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

 

પત્રકારો સાથે વાત કરતા રામદાસ આઠવલેએ કહ્યું, જે લોકો દારૂ પીવે છે, સિગારેટ લે છે તેમને જેલમાં મોકલવામાં આવતા નથી. પરંતુ જો કોઈની પાસે ડ્રગ્સનો જથ્થો મળી આવે તો તેને જેલમાં મોકલી દેવામાં આવે છે. આ પરિસ્થિતિમાં બદલાવ આવવો જરૂરી છે. અમારું મંત્રાલય સલાહ આપે છે કે જેઓ ડ્રગ્સનો ઉપયોગ કરે છે તેમને યોગ્ય આરોગ્ય સંભાળ માટે પુનર્વસન કેન્દ્ર અથવા વ્યસન મુક્તિ કેન્દ્રમાં મોકલવામાં આવે. તો જ પરિસ્થિતિ સુધરશે.

 

સુશાંત સિંહના મોત બાદ મોટાપાયે ડ્રગ્સના ચલણનો મામલો સામે આવ્યો હતો

સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટાપાયે ડ્રગ્સના ચલણનો મુદ્દો સામે આવ્યો હતો. રામદાસ આઠવલેએ કહ્યું કે આર્યન ખાન વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીમાં કોઈ પક્ષપાત કરવામાં આવ્યો નથી. તેની સામે ઘણા પુરાવા છે. આ જ કારણ છે કે તેને મેજિસ્ટ્રેટ કોર્ટ અને સેશન્સ કોર્ટમાંથી જામીન મળ્યા નથી. ED, CBI, NCBના દરોડામાં જો કોઈ દોષિત જણાશે તો તેની સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

 

રામદાસ આઠવલેએ કહ્યું કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ડ્રગ્સ સામે યોગ્ય દિશામાં કાર્યવાહી કરી રહ્યું છે અને મજબૂત પગલાં લઈ રહ્યું છે. અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે. કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તેની પૂછપરછ કરવામાં આવી છે. સુશાંતસિંહ રાજપૂતના મોત બાદ મોટી સંખ્યામાં આવી ઘટનાઓ સામે આવી છે. ડ્રગ્સનું વધતું ચલણ અફસોસજનક છે. શક્ય તેટલી વહેલી તકે આને અટકાવવું મહત્વપૂર્ણ છે.

 

આ પણ વાંચો :  Aryan Khan Bail Plea Hearing: આર્યન ખાને આજે પણ જેલમાં જ વિતાવવી પડશે રાત, જામીન અરજી પર આવતીકાલે અઢી વાગ્યા બાદ થશે સુનાવણી

 

Next Article