કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના પુત્રોની વધી મુશ્કેલી ! નિલેશ અને નિતેશ રાણે વિરુદ્ધ FIR દાખલ

|

Mar 13, 2022 | 12:09 PM

ભાજપના ધારાસભ્ય નિતેશ રાણે અને કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેના પુત્ર નિલેશ રાણે સામે કેસ નોંધવામાં આવ્યો છે, જેમાં આરોપ છે કે તેણે NCP વડા શરદ પવારને દાઉદ ઈબ્રાહિમ સાથે જોડ્યા હતા.

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના પુત્રોની વધી મુશ્કેલી ! નિલેશ અને નિતેશ રાણે વિરુદ્ધ FIR દાખલ
Union Minister Narayan Rane (File Photo)

Follow us on

Maharashtra: મુંબઈમાં કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના (Union minister Narayan Rane) પુત્રો નિતેશ રાણે (Nitesh Rane) અને નિલેશ રાણેની (Nilesh Rane) મુશ્કેલીઓ વધી ગઈ છે. NCP નેતા સૂરજ ચૌહાણની ફરિયાદ પર મુંબઈના આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં ભાજપના ધારાસભ્યો નિતેશ રાણે અને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના પુત્રો નિલેશ રાણે વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આક્ષેપ કરવામાં આવ્યો છે કે નિલેશ રાણેએ NCP પ્રમુખ શરદ પવારને (Sharad Pawar)  દાઉદ ઈબ્રાહિમ સાથે જોડ્યા છે.

BJP ધારાસભ્ય નિતેશ અને નિલેશ રાણે સામે કેસ નોંધવામાં આવ્યો

ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાની એક કોર્ટની બહાર નિલેશ રાણે સામે કોરોના પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવા અને એક જાહેર સેવકને તેની ફરજ નિભાવવાથી રોકવા બદલ પણ FIR દાખલ કરવામાં આવી હતી.

પિતા-પુત્ર પર પહેલેથી જ લટકી રહી છે તલવાર!

તમને જણાવી દઈએ કે, આ પહેલા મુંબઈ પોલીસે (Mumbai Police) કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે અને તેમના પુત્ર નિતેશ રાણે વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના મૃત્યુ અંગે વિવાદિત નિવેદનો આપવા બદલ પિતા-પુત્ર સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આ સંદર્ભે પિતા-પુત્રએ આગોતરા જામીન અરજી પણ કરી છે. જોકે આ કેસમાં બચાવ પક્ષના વકીલ સતીશ માનેશિંદે દ્વારા સમયની માંગ પર બઘેલે આ કેસની સુનાવણી 15 માર્ચ સુધી મુલતવી રાખી છે.

તપાસ અધિકારીઓ પર દબાણ લાવવા પ્રયાસ

પોલીસે કોર્ટને જણાવ્યું કે રાણેએ મીડિયા સમક્ષ ખોટો દાવો કર્યો હતો કે તેણે માલવાણી પોલીસ સ્ટેશનમાં પૂછપરછ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહને (Amit Shah) ફોન કર્યો હતો. આ દરમિયાન પોલીસે કહ્યું કે તેણે તપાસ અધિકારીઓ પર દબાણ લાવવા માટે આ પ્રકારનું નિવેદન આપ્યું હતું.

આ પણ વાંચો : Maharashtra: ફોન ટેપિંગ કેસમાં પૂર્વ CM ફડણવીસની આજે થશે પૂછપરછ, જાણો શું છે મામલો

Next Article