ચૂંટણી પંચના નિર્ણયને અન્યાય ગણાવતુ ઉદ્ધવ ઠાકરે જૂથ, આજે નક્કી કરાશે પાર્ટીનું નવુ નામ-ચૂંટણી ચિન્હ

|

Oct 09, 2022 | 8:59 AM

આદિત્ય ઠાકરે એ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર હરિવંશ રાય બચ્ચનની પ્રખ્યાત કવિતા અગ્નિપથ પણ પોસ્ટ કરી છે. શિંદે જૂથના નેતા અને સાંસદ પ્રતાપરાવ જાધવે કહ્યું કે ચૂંટણી પંચે યોગ્ય નિર્ણય લીધો છે.

ચૂંટણી પંચના નિર્ણયને અન્યાય ગણાવતુ ઉદ્ધવ ઠાકરે જૂથ, આજે નક્કી કરાશે પાર્ટીનું નવુ નામ-ચૂંટણી ચિન્હ
Uddhav Thackeray

Follow us on

ચૂંટણી ચિહ્નને લઈને મહારાષ્ટ્રમાં ઠાકરે જૂથ અને શિંદે જૂથ (Eknath Shinde group) વચ્ચે ચાલી રહેલી લડાઈ પર ચૂંટણી પંચે પોતાનો ચુકાદો આપ્યો છે. ચૂંટણી પંચે બંને જૂથોને પક્ષના નામ અને તીરના પ્રતીકનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારથી ઠાકરે જૂથમાંથી (Uddhav Thackeray group) તેની વિરુદ્ધ અવાજો ઉઠવા લાગ્યા છે. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં શિવસેનાના જૂથે આ નિર્ણયને અન્યાય ગણાવ્યો છે. હકીકતમાં, જૂનમાં, શિવસેના બે ભાગમાં વહેંચાઈ ગઈ, એક ઉદ્ધવ ઠાકરે સાથે અને બીજો એકનાથ શિંદે સાથે. આ પછી, બંને જૂથો પોતાને વાસ્તવિક શિવસેના તરીકેનો દાવો કરતા રહ્યાં છે. આ સાથે જ બંને જૂથ પાર્ટીના નામ અને ચૂંટણી ચિન્હ પર પોતાનો દાવો કરી રહ્યા હતા. ચૂંટણી પંચના નિર્ણયથી આ અવઢવ હવે ચોક્કસપણે સમાપ્ત થઈ ગઈ છે, પરંતુ સવાલ એ છે કે શું ઠાકરે તેને સ્વીકારી શકશે?

મુંબઈની અંધેરી ઈસ્ટ વિધાનસભા સીટ પર 3 નવેમ્બરે પેટાચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી પહેલા ચૂંટણી પંચે, પાર્ટીના ચિન્હ પર નિર્ણય લેવાનો હતો, જે અંતર્ગત આયોગે પોતાના આદેશમાં કહ્યું કે આ પેટાચૂંટણીમાં શિવસેનાના નામ અને તીર-ધનુષના ચિન્હનો ઉપયોગ કરવાની બંને જૂથમાંથી કોઈને પણ મંજૂરી નથી. ઠાકરેના વફાદાર એવા મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવેએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચે પેટાચૂંટણી માટે વચગાળાનો આદેશ જાહેર કરવાને બદલે એકીકૃત નિર્ણય લેવો જોઈતો હતો. તેમણે કહ્યું, આ અન્યાય છે.

અમે લડીશું અને જીતીશું – આદિત્ય ઠાકરે

દાનવેએ કહ્યું કે પંચે પેટાચૂંટણી માટે વચગાળાનો નિર્ણય લેવાને બદલે સર્વગ્રાહી રીતે નિર્ણય લેવો જોઈતો હતો. ચૂંટણી પંચના આદેશ બાદ શિવસેનાના નેતા અને પૂર્વ મંત્રી આદિત્ય ઠાકરેએ શિંદે જૂથ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ટ્વીટ કર્યું કે, ‘શિવસેનાનું નામ અને ઠગાઈ કરનારા ગદ્દારોના ચૂંટણી ચિહ્નને ફ્રીઝ કરવાનું શરમજનક કૃત્ય. તેણે કહ્યું, અમે લડીશું અને જીતીશું. અમે સત્યની સાથે છીએ. સત્યમેવ જયતે!

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

આદિત્યએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર હરિવંશ રાય બચ્ચનની પ્રખ્યાત કવિતા અગ્નિપથ પણ પોસ્ટ કરી છે. દરમિયાન શિંદે જૂથના નેતા અને સાંસદ પ્રતાપરાવ જાધવે કહ્યું કે ચૂંટણી પંચે યોગ્ય નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાથે ગઠબંધન કરીને શિવસેનાના સ્થાપક દિવંગત બાળ ઠાકરેની વિચારધારા છોડી દીધી છે.

પાર્ટીનું નામ અને ચૂંટણી ચિન્હ આજે નક્કી થશે

પાર્ટીના નવા નામ અને ચૂંટણી ચિહ્ન પર બંને પક્ષોના દાવાઓની પૃષ્ઠભૂમિમાં, ચૂંટણી પંચે એક વચગાળાનો આદેશ જાહેર કરીને બંનેને સોમવાર સુધીમાં પોતપોતાના પક્ષો માટે ત્રણ નવા નામ અને પ્રતીકો સૂચવવા જણાવ્યું છે. કમિશન તેમને બે જૂથો દ્વારા સૂચવેલા નામો અને પ્રતીકોમાંથી કોઈ એકનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે. અંધેરી પૂર્વ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી નજીક આવવાની સ્થિતિમાં શિંદે જૂથની વિનંતી પર ચૂંટણી પંચે વચગાળાનો આદેશ જાહેર કર્યો છે.

 

Next Article