Breaking News : મહારાષ્ટ્રના નાલાસોપારામાં અગ્નિતાંડવ, ઇમ્પિરિયલ હાઈટ્સમાં આગથી બે મહિલાઓનું કરુણ મૃત્યુ.
મહારાષ્ટ્રના નાલાસોપારા સ્થિત ઇમ્પિરિયલ હાઈટ્સ બિલ્ડિંગના 14મા માળે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં ગૂંગળામણને કારણે બે મહિલાઓએ જીવ ગુમાવ્યા હતા.
મહારાષ્ટ્રના નાલાસોપારામાં આવેલી ઇમ્પિરિયલ હાઈટ્સ નામની હાઈરાઈઝ બિલ્ડિંગમાં એક ગંભીર આગનો બનાવ સામે આવ્યો છે. આ દુર્ઘટના બિલ્ડિંગના 14મા માળે બની હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, આગની આ ઘટનામાં એક પરિવારના ચાર સભ્યો બિલ્ડિંગમાં ફસાયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટર્સ દ્વારા લગભગ 45 મિનિટની સઘન જહેમત બાદ બિલ્ડિંગમાં ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
જોકે, આ દુર્ઘટનામાં ગૂંગળામણને કારણે બે મહિલાઓના કરુણ મોત થયા છે. જ્યારે અન્ય જે ચાર લોકો ફસાયેલા હતા, તેમનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. આ બનાવને કારણે વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. જણાવાયું છે કે આગના કારણની તપાસ શરૂ કરવામાં આવી છે.
નવરાત્રિમાં અમદાવાદની હવાની ગુણવત્તા કથળી, પ્રદૂષણ વધતા આરોગ્યની ચિંતા, જુઓ Video
પાલનપુરની માવજત હોસ્પિટલમાં આગ: ICU દર્દીઓને બચાવાયા
Tv9 Impact: વ્યારાના 868 ખેડૂતો સભાસદોને સરકાર ચુકવશે બાકી નાણાં
સ્ટાફને 'પરિવાર' માનીને ચાંદીની થાળીમાં બોનસ રૂપે આપ્યા 1-1 લાખ રૂપિયા
અમદાવાદમાં LCB ત્રાટકી: ₹17.31 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

