અચાનક પાટા પરથી ઉતરી ગયા ટ્રેનના બે કોચ, લોકમાન્ય તિલક-પાટલીપુત્ર ટ્રેનમાં સવાર યાત્રીઓના બચી ગયા જીવ

આજે મંગળવારે બપોરે જલગાંવ જિલ્લામાં મુંબઈના એલટીટી ટર્મિનસથી પટના જઈ રહેલી લોકમાન્ય તિલક-પાટલીપુત્ર ટ્રેન ( Lokmanya Tilak Pataliputra train) દુર્ઘટનાથી બચી ગઈ છે.

અચાનક પાટા પરથી ઉતરી ગયા ટ્રેનના બે કોચ, લોકમાન્ય તિલક-પાટલીપુત્ર ટ્રેનમાં સવાર યાત્રીઓના બચી ગયા જીવ
Lokmanya Tilak Pataliputra train
| Edited By: | Updated on: Jul 26, 2022 | 11:04 PM

મહારાષ્ટ્રમાં (Maharastra) આજે એક મોટી દુર્ઘટના ટળી છે.  મુંબઈથી પટના જઈ રહેલી લોકમાન્ય તિલક-પાટલીપુત્ર ટ્રેનના 2 કોચ અલગ થઈ ગયા. મધ્ય રેલવેએ આ માહિતી આપી છે કે આજે મંગળવારે બપોરે જલગાંવ જિલ્લામાં મુંબઈના એલટીટી ટર્મિનસથી પટના જઈ રહેલી લોકમાન્ય તિલક-પાટલીપુત્ર ટ્રેન ( Lokmanya Tilak Pataliputra train) દુર્ઘટનાથી બચી ગઈ છે. મધ્ય રેલવેના ભુસાવલના જનસંપર્ક અધિકારીએ માહિતી આપી હતી કે આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી.

ટ્રેક પર ચાલતી લોકમાન્ય તિલક ટર્મિનસ-પટના એક્સપ્રેસ ટ્રેનના કોચ S5 અને S6 ભુસાવલ ડિવિઝનના ચાલીસગાંવ અને વાઘલી સ્ટેશનો વચ્ચે અલગ પડી ગયા હતા. ચાલીસગાંવના રેલવે કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ટ્રેનના કપલિંગને જોડ્યા બાદ ટ્રેનને રવાના કરવામાં આવી હતી. ભુસાવલમાં ફરી આ ટ્રેનની સુરક્ષા તપાસ કરવામાં આવી હતી.

મોટી દુર્ઘટનાઓ ટળી

રેલવે દ્વારા જણાવવામાં આવ્યુ કે જો કોઈ ટ્રેનના કોચ અલગ થઈ જાય છે તો હવાનું દબાણ ઓછું થતા તેમાં બ્રેક આપો આપ લાગી જાય છે અને ટ્રેન થોડી દૂર જઈ રોકાઈ જાય છે. આ પહેલા આજે જ મુંબઈ લોકલ ટ્રેનમાં પણ મોટી દુર્ઘટના થતા ટળી છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર એક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. જેના કારણે નવી મુંબઈ તરફ જતી હાર્બર લાઈનની ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ હતી. સીએસએમટીથી પનવેલ જતી લોકલ ટ્રેન પનવેલની દિશામાં જવાને બદલે પાછળની તરફ આવવા લાગી. જેના કારણે ટ્રેનનો એક ડબ્બો પાટા પરથી ઉતરી ગયો અને પ્લેટફોર્મ તરફ ખેંચવા લાગ્યો હતો. મહત્વની અને રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને મોટી દુર્ઘટના ટળી છે.

લોકલ ટ્રેનના પ્લેટફોર્મ પર બની હતી મોટી દુર્ઘટના

થોડા દિવસો પહેલા મુંબઈની લોકલ ટ્રેનના પ્લેટફોર્મ પર એક મોટો અકસ્માત થયો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. એક યુવકને તેના મિત્રએ મસ્તીમાં ટ્રેનની આગળ ધક્કો મારી દીધો હતો. જે બાદ યુવકે ટ્રેનની સામે પડીને જીવ ગુમાવ્યો હતો. રેલવે પ્લેટફોર્મ પર કોઈપણ પ્રકારની મજાક મસ્તી કરવી જોઈએ નહીં, તે મોટી દુર્ઘટનામાં ફેરવાઈ શકે છે. તેથી હંમેશા સાવચેત રહેવાની જરૂર છે.