સોનુ સુદ હવે ટ્વિટર રેસમાં બોલીવુડના તમામ ખાન, કુમાર અને કપૂર્સને પાછળ છોડીને આગળ નીકળી ગયો છે. સોનુસુદ દેશભરમાં લોકપ્રિય હિરો તરીકે પ્રસ્થાપિત થયો છે.
થાક્યા વગર, સતત મહેનત કારણભૂત છે. જે સોનુ સુદે માઇગ્રન્ટ મજૂરો, વિદ્યાર્થીઓ, પહેલી હરોળના કામદારો, સર્કસના ખેલ સાથે સંકળાયેલા લોકો અને કોરોનામાં ફસાયેલા હજારો દર્દીઓ માટે કરી હતી. બાદમાં સોનુ સુદ રાતોરાત દેશભરના લોકો માટે પ્રેરણારૂપ બની ગયો.
તાજેતરમાં સોનુ સુદને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા પંજાબના સ્ટેટ આઈકોન તરીકે નિયુક્ત કરાયો હતો. ત્યારે હવે સોનુ સુદે વધુ એક સિદ્ધી મેળવી છે.. અને તે સિદ્ધી એ છે કે ટ્વિટર એન્ગેજમેન્ટ રેસમાં સોનુ સુદે સુપરસ્ટાર શાહરૂખખાન અને અક્ષય કુમારને પણ પાછળ છોડી દીધા છે. કોવીડ-19ના કપરા કાળમાં જરૂરીયાદમંદોને મદદ કરવા માટે સોશીયલ મિડિયા પર એકાઉન્ટ ખોલ્યા બાદ સોનુ સુદના ટ્વિટર પર એન્ગેજમેન્ટ એટલા વધી ગયાં છે કે લોકોને મદદ કરવાના તેના અભિગમે જ તેને ટોપ પોઝીશન પર પહોંચાડી દીધો.
એક સોશીયલ મિડિયા એનાલીટીક્સ કંપનીએ ઓક્ટોબર મહિનાનો રિપોર્ટ બહાર પાડ્યો છે. જેનું પૃથ્થકરણ દર્શાવે છે કે તમામ કેટેગરીમાં સરખામણી બાદ સોનુ સુદ ટ્વિટર એન્ગેજમેન્ટમાં 4થા નંબર પર છે.ટ્વિટર એન્ગેજમેન્ટનો જે અભ્યાસ કરાયો હતો તેમાં રાજકારણ, પત્રકારીતા, બિઝનેસ, રોકાણ, સ્પોર્ટસ, ફિલ્મ, બુક રાઈટીંગ, ક્યુલીનરી આર્ટ અને કોમેડી જેવા સેગમેન્ટના ટોપના લોકોના એન્ગેજમેન્ટ વિશે અભ્યાસ થયો હતો.. જેમાં ટ્વિટર એન્ગેજમેન્ટમાં પહેલા નંબર પર પીએમ નરેન્દ્ર મોદી, બીજા નંબર પર રાહુલ ગાંધી, ત્રીજા નંબર પર વિરાટ કોહલી અને ચોથા નંબર પર સોનુ સુદ છે..
મહત્વનું છે કે સોનુ સુદ 2.4 મિલિયન એન્ગેજમેન્ટસ સાથે ટોપ પર છે. જેને બોલીવુડના મોટાભાગના ખાન, કુમાર, અનુપર ખેર, રિતેશ દેશમુખ અને પૂજા હેગડે ફોલો કરે છે
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો