TV9 ગુજરાતીના એસોસિએટ એડીટર, નીરૂ ઝિંઝુવાડિયા આડેસરા “ને મહારાષ્ટ્ર ગૌરવ અવોર્ડ”થી કર્યા સન્માનિત

|

Jan 16, 2021 | 3:36 PM

TV9 ગુજરાતીના એસોસિએટ એડિટર, નીરૂ ઝિંઝુવાડિયા આડેસરાને “મહારાષ્ટ્ર ગૌરવ અવોર્ડ ૨૦૨૦”  ૧૮ વર્ષની પત્રકારીતામાં બહુભાષી પત્રકાર તરીકે પોતાની એક આગવી ઓળખ બનાવનાર  TV9 ગુજરાતીના એસોસિએટ એડીટર, નીરૂ ઝિંઝુવાડિયા આડેસરાને “મહારાષ્ટ્ર ગૌરવ અવોર્ડ ૨૦૨૦”થી સન્માનિત કરાયા. મહારાષ્ટ્ર ગુજરાતી સમાજ મહામંડળના ૩૦ વર્ષ પૂર્ણ થયાના ઊપક્રમે શનિવારે એક ખાસ સમારોહનું આયોજન થયું હતું. જેમાં અલગ-અલગ ક્ષેત્રના ૨૦ […]

TV9 ગુજરાતીના એસોસિએટ એડિટર, નીરૂ ઝિંઝુવાડિયા આડેસરાને “મહારાષ્ટ્ર ગૌરવ અવોર્ડ ૨૦૨૦” 

૧૮ વર્ષની પત્રકારીતામાં બહુભાષી પત્રકાર તરીકે પોતાની એક આગવી ઓળખ બનાવનાર  TV9 ગુજરાતીના એસોસિએટ એડીટર, નીરૂ ઝિંઝુવાડિયા આડેસરાને “મહારાષ્ટ્ર ગૌરવ અવોર્ડ ૨૦૨૦”થી સન્માનિત કરાયા. મહારાષ્ટ્ર ગુજરાતી સમાજ મહામંડળના ૩૦ વર્ષ પૂર્ણ થયાના ઊપક્રમે શનિવારે એક ખાસ સમારોહનું આયોજન થયું હતું. જેમાં અલગ-અલગ ક્ષેત્રના ૨૦ મહારથિયોનું સન્માન કરાયું.

ભારત ગૌરવ એવોર્ડ ૨૦૨૦

પદ્મશ્રી સરિતા જોશી, સુપ્રસિદ્ધ સંગીતકાર આણંદજી વિરજી શાહ, તારક મેહતાકા ઉલ્ટા ચશ્માના જાણિતા જેઠાલાલ એટલે દિલીપ જોશી, આસિત મોદી,  વિરેન ઠક્કર (નાગપુર)

વિશ્વ ગૌરવ એવોર્ડ ૨૦૨૦

રીઝવાન આડતીયા (મોઝાંબિક), સિરાઝ અનદાણી (લંડન)

TV9 ના નીરૂ આડેસરાને એવોર્ડ આપતા સરિતા જોશી, આણંદજી વી.શાહ અને હેમરાજ શાહ

મહારાષ્ટ્ર ગૌરવ એવોર્ડ ૨૦૨૦

TV9 ગુજરાતીના અસોસિએટ એડિટર- નીરૂ ઝિંઝુવાડિયા આડેસરા, લોક ગાયક ચેતન ગઢવી, ડી.કે. રાયકર (લોકમત), રાજીવ ખાંડેકર (એબીપી માઝા) નિવેદીતા સરાફ (સીને સ્ટાર), પદ્મશ્રી મધુ મંગેશ કર્ણિક, દીલિપભાઈ લખી (સમાજસેવા) ડૉ. મેઘના સરવૈયા, અરૂણકુમાર મુછાળા, અરવિંદ મેહતા (ઉદ્યોજક), હિરાલાલ મૃગ (સમાજસેવા), ભરત લક્ષ્મીચંદ દૌલત, નિલેશ પટેલ (યેવલા)

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પ્રસંગે ચેતન ગઢવી અને તેમના સાથી કલાકારો દ્વારા રજૂ કરેલા લોકસંગીત અને ડાયરાનો કાર્યક્રમ લોકોએ દિલ ખોલીને માણ્યો હતો. મહામંડળના પ્રમુખ હેમરાજ શાહ રાજકારણમાં જેટલા સક્રિય છે. સમાજસેવામાં પણ એટલાજ અગ્રણી છે. એટલેજ સમાજ ની પ્રતિભાવાન વ્યક્તિનું સન્માન કરવાનું તે કોઇ વખત નથી ચૂકતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 2:30 pm, Mon, 24 February 20

Next Video