ગઢચિરોલીમાં આદમખોર વાઘનો આતંક, અત્યાર સુધીમાં 15 લોકોનુ કર્યુ ભક્ષણ ! વિશેષ ટીમ જોતરાઈ આદમખોરની શોધમાં

|

Sep 22, 2021 | 3:03 PM

વન વિભાગના એક અધિકારીએ (Forest Officer) જણાવ્યું હતું કે," ગઢચિરોલીમાં કુલ 15 લોકોને પોતાનો શિકાર બનાવનાર આદમખોર વાઘની શોધ કરવા માટે એક વિશેષ ટીમ બનાવવામાં આવી છે."

ગઢચિરોલીમાં આદમખોર વાઘનો આતંક, અત્યાર સુધીમાં 15 લોકોનુ કર્યુ ભક્ષણ !  વિશેષ ટીમ જોતરાઈ આદમખોરની શોધમાં
Tiger terror in gadchiroli

Follow us on

Maharashtra: મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં આદમખોર વાઘે અત્યાર સુધીમાં 15 લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે.આ વિસ્તારમાં વાઘના સતત હુમલાના કારણે સ્થાનિક લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. આવી સ્થિતિમાં સ્થાનિક જિલ્લા વહીવટીતંત્રે આ વાઘને પકડવા માટે ખાસ ટીમ તૈયાર કરી છે. આ ટીમ દરરોજ લગભગ 40 કિમી ચાલીને આ વાઘની શોધ કરી રહી છે. અગાઉ નાગજીરા ટાઇગર રિસોર્ટમાંથી વન વિભાગની ટીમ દ્વારા 20 સભ્યોની RRT (rapid response team) બોલાવવામાં આવી હતી.

ગઢચિરોલીમાં આદમખોરનો આતંક

નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?
Beauty with Brain : IPL ઓક્શનમાં કરોડો ખર્ચનાર કાવ્યા મારને 24 કલાકમાં કરી 971 કરોડની કમાણી
વિશ્વના સૌથી ચમત્કારિક મંત્ર વિશે જાણી ચોંકી જશો, દેવરહા બાબાએ જણાવ્યો, જુઓ Video
IPL ઓક્શનમાં બિઝનેસ વુમન નીતા અંબાણીએ ખેંચ્યું લોકોનું ધ્યાન, જુઓ Video
શિયાળામાં મગફળી સાથે ગોળનું સેવન કરવાથી જાણો શું થાય છે ?

વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ગઢચિરોલીમાં અત્યાર સુધી 15 લોકોને મારી નાખનાર વાઘની (Tiger) શોધ કરવામાં આવી રહી છે. વધુમાં તેમણે કહ્યું કે, જંગલમાં દરરોજ લગભગ 40 કિલોમીટર ચાલીને આ વાઘની શોધખોળ કરવામાં આવી રહી છે.પરંતુ અત્યાર સુધી વાઘ પકડમાંથી બહાર છે, તેમજ આ વાઘની હજુ સુધી ઓળખ પણ થઈ શકી નથી. હાલ સ્પેશિયલ સ્કવોડમાં સ્પેશિયલ ટાઈગર પ્રોટેક્શન ફોર્સ અને રેપિડ રેસ્ક્યુ ટીમની (Rascue Team) સંયુક્ત ટીમ દ્વારા શોધ કરવામાં આવી રહી છે.

ખાસ ટીમ અને 150 કેમેરાની મદદથી વાઘની શોધ કરવામાં આવી રહી છે

ઉલ્લેખનીય છે કે, માનવભક્ષી વાઘને પકડવા માટે, વિશેષ ટીમે આ કામગીરીમાં લગભગ 150 કેમેરા ટ્રેપ(Camera Trap)  લગાવ્યા છે. આ સાથે, ડ્રોન દ્વારા પણ તેને પકડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ સિવાય ખાસ ટીમ વાઘને શોધવા માટે સ્થાનિક ગ્રામજનોની મદદ પણ લઈ રહી છે.

એક અધિકારીએ (Forest Officer) જણાવ્યુ હતુ કે, ટીમ દિવસ-રાત માનવભક્ષી વાઘને પકડવાનો સતત પ્રયાસ કરી રહી છે. જો કે ગઢચિરોલી જિલ્લામાં સતત ભારે વરસાદના કારણે આ કામગીરી વધુ મુશ્કેલ બની છે. મળતી માહિતી મુજબ, ગઢચિરોલીના જંગલોમાં 32 વાઘ છે. આથી આદમખોર વાધને પકડવો મુશ્કેલ બન્યુ છે.

આ પણ વાંચો: Maharashtra Rain: આગામી 48 કલાક મહારાષ્ટ્રમાં ભારે વરસાદ, મુંબઈ સહિત આ જીલ્લાઓમાં IMDએ જાહેર કર્યું એલર્ટ

આ પણ વાંચો: Mumbai Local Train: મુંબઈ લોકલ દરેક માટે ક્યારે શરૂ થશે? જાણો શું કહી રહ્યા છે રેલવે રાજ્ય મંત્રી રાવ સાહેબ દાનવે

Next Article