Gujarati NewsMumbaiThousands of shivsainik reach to theatres to watch thakre movie
ઠાકરે સાહેબ પર બનેલી ફિલ્મ ‘ઠાકરે’ની રિલીઝ પર થિએટરમાં પહોંચ્યા કેસરીયા કપડામાં હજારો શિવસૈનિકો, VIDEO
શિવસેના પ્રમુખ સ્વર્ગીય બાળાસાહેબ ઠાકરેના જીવન પર આધારિત ફિલ્મ ઠાકરે આજે રિલીઝ થઈ. હિન્દી અને મરાઠી એમ બન્ને ભાષામાં રિલીઝ થયેલી આ ફિલ્મને જોવા માટે હજારો શિવસૈનિકો થિએટર્સ પહોંચ્યા. વડાલા, ઠાણે, કલ્યાણ, વસઈ અને વિલેપાર્લેમાં તો શિવસૈનિકોની ભીડ એટલી હતી કે તમામ શો હાઉસફુલ રહ્યાં. આ સિવાય પણ આ ફિલ્મના પહેલાં દિવસનો માહોલ ખૂબ અલગ […]
શિવસેના પ્રમુખ સ્વર્ગીય બાળાસાહેબ ઠાકરેના જીવન પર આધારિત ફિલ્મ ઠાકરે આજે રિલીઝ થઈ. હિન્દી અને મરાઠી એમ બન્ને ભાષામાં રિલીઝ થયેલી આ ફિલ્મને જોવા માટે હજારો શિવસૈનિકો થિએટર્સ પહોંચ્યા.
વડાલા, ઠાણે, કલ્યાણ, વસઈ અને વિલેપાર્લેમાં તો શિવસૈનિકોની ભીડ એટલી હતી કે તમામ શો હાઉસફુલ રહ્યાં. આ સિવાય પણ આ ફિલ્મના પહેલાં દિવસનો માહોલ ખૂબ અલગ રહ્યો.
અને એક શિવસૈનિક તો બાળાસાહેબ ઠાકરેનો જ ભેષ ધારણ કરીને થિએટર પહોંચ્યા. દેવધર નામના આ શિવસૈનિક વડાલામાં સવારે 7 કલાકે આ ફિલ્મ જોઈએ. લોકોને ફિલ્મ જોવાની સાથે બાળાસાહેબના ભેખધારી દેવધરને પણ જોવાનો લ્હાવો મળ્યો.