Mumbai Bullet Train: મુંબઈથી દોડશે બીજી બુલેટ ટ્રેન, મુંબઈ-અમદાવાદ અને મુંબઈ-નાગપુર બાદ હવે મુંબઈ-પૂણે-હૈદરાબાદ રૂટ પર પણ શરૂ થયું કામ 

મુંબઈ-હૈદરાબાદ માટે ભવિષ્યમાં ચાલનારી બુલેટ ટ્રેન 650 કિમીનું અંતર કાપશે. તે મુંબઈથી વાયા થાણે અને પૂણે જઈને હૈદરાબાદ સુધી જશે.

Mumbai Bullet Train: મુંબઈથી દોડશે બીજી બુલેટ ટ્રેન, મુંબઈ-અમદાવાદ અને મુંબઈ-નાગપુર બાદ હવે મુંબઈ-પૂણે-હૈદરાબાદ રૂટ પર પણ શરૂ થયું કામ 
મુંબઈથી દોડનારી ત્રીજી બુલેટ ટ્રેનનું કામ શરૂ થયું
| Edited By: | Updated on: Sep 27, 2021 | 6:28 PM

મુંબઈથી હવે વધારે એક બુલેટ ટ્રેન (Third Bullet Train from Mumbai) દોડશે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું (Mumbai-Ahmedabad) જમીન સંપાદનનું કામ લગભગ પૂર્ણ થયા બાદ મુંબઈ-નાસિક-નાગપુર (Mumbai-Nasik-Nagpur) રૂટ પર બુલેટ ટ્રેન શરૂ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

 

આ પછી હવે મુંબઈ-પૂણે-હૈદરાબાદ (Mumbai-Pune-Hyderabad) બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર પણ ઝડપથી કામ શરૂ થઈ ગયું છે. નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (National High Speed Railway Corporation Limited- NHSRCL) આ ત્રીજા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામમાં ઝડપ લાવવાનો પ્રયાસ કરી રહી છે.

 

મુંબઈ-હૈદરાબાદ માટે ભવિષ્યમાં ચાલનારી બુલેટ ટ્રેન 650 કિમીનું અંતર કાપશે. તે મુંબઈથી વાયા થાણે અને પૂણે જઈને હૈદરાબાદ સુધી જશે. આ સંબંધિત પ્રોજેક્ટનો રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આના કારણે થતી પર્યાવરણીય અને સામાજિક અસરોનું વિશ્લેષણ અને તેનાથી સંબંધિત માહિતી મેળવવામાં આવી રહી છે. થાણે જિલ્લામાં સ્થાનિક લોકોના અભિપ્રાય જાણવા માટે આજે (27 સપ્ટેમ્બર, સોમવાર) જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરીના કાર્યાલયમાં સત્તાના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી રહી છે.

 

હવે મુંબઈ-હૈદરાબાદ રૂટ માટે ત્રીજી બુલેટ ટ્રેનની શરૂઆત

પ્રધાનમંત્રીની મહત્વાકાંક્ષી યોજનાઓમાંની એક હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ છે. મુંબઈ-અમદાવાદ રૂટ પર ચાલનારી દેશની પ્રથમ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ તમામ અવરોધોને દૂર કરતા જમીન સંપાદનનું કામ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. બીજી બાજુ મુંબઈ-નાગપુર બુલેટ ટ્રેનનું કામ શરૂ કરતા પહેલા થાણે જિલ્લામાં જ સ્થાનિક લોકોના અભિપ્રાય જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હવે મુંબઈ-હૈદરાબાદ રૂટ માટે ત્રીજી બુલેટ ટ્રેનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે.

 

મુંબઈ-હૈદરાબાદ બુલેટ ટ્રેન મહારાષ્ટ્રને દક્ષિણ ભારત સાથે જોડવામાં અસરકારક રહેશે

મુંબઈથી હૈદરાબાદ સુધી દોડતી બુલેટ ટ્રેન મહારાષ્ટ્રને દક્ષિણ ભારત સાથે જોડવામાં સફળ થશે જ પણ મહારાષ્ટ્રના શહેરોને એકબીજા સાથે જોડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે. આ ટ્રેન મહારાષ્ટ્રમાં મુંબઈથી શરૂ થશે અને થાણે, કામશેત (લોનાવાલા), પૂણે, બારમતી, પંઢરપુર, સોલાપુર, ગુલમર્ગ થઈને હૈદરાબાદ પહોંચશે.

 

આ પ્રોજેક્ટ માટે લાઈટ ડિટેક્શન એન્ડ રાઈઝિંગ સર્વે શરૂ થયો છે. દરમિયાન NHSRCL આના પર્યાવરણીય અને સામાજિક પરિણામોને જાણવાનો અને સમજવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ પ્રોજેક્ટથી પ્રભાવિત થનારા લોકો સાથે પરામર્શ શરૂ કરવામાં આવ્યો છે, વળતર અંગે પણ ચર્ચા ચાલી રહી છે. ચર્ચામાં જોડાવા માટે સંબંધિત લોકોને સતત અપીલ કરવામાં આવી રહી છે.

 

 

આ પણ વાંચો :  લો બોલો ! આ યુવક અંધારામાં ભૂત બનીને લોકોને ડરાવતો હતો, પોલીસે આ રીતે ભણાવ્યો પાઠ