Photos : ફરવા માટે મહારાષ્ટ્રના આ હિલ સ્ટેશનો છે બેસ્ટ, એકવાર ટ્રિપ પ્લાન જરૂર કરો

|

Nov 27, 2021 | 10:05 AM

મહારાષ્ટ્રમાં આવેલા હિલ સ્ટેશનો ફરવા માટે બેસ્ટ છે, જ્યાં તમે કુદરતી સૌંદર્ય, હરિયાળી અને આનંદદાયક વાતાવરણમાં તમારા પરિવાર સાથે યાદગાર સમય પસાર કરી શકો છો.

1 / 6
મહારાષ્ટ્રનું નામ લેતા જ દરેકના મગજમાં મુંબઈનું નામ સૌથી પહેલા આવે છે. પરંતુ મુંબઈ સિવાય મહારાષ્ટ્રમાં ફરવા માટે ઘણી ખાસ જગ્યાઓ છે. જો તમે પણ તમારા પરિવાર સાથે ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો, તો મહારાષ્ટ્રના સુંદર હિલ સ્ટેશનની મુલાકાત સિવાય બીજો કોઈ સારો વિકલ્પ હોઈ શકે નહીં.

2 / 6
ચિખલદરા હિલ્સ સ્ટેશન, જે મહારાષ્ટ્રના પ્રખ્યાત હિલ સ્ટેશનોમાંથી એક છે. આ સ્થળ કોફીના ઉત્પાદન માટે ખૂબ જ પ્રખ્યાત છે. સાથે અહીં ચિખલધારાનો સુંદર નજારો દરેકને પસંદ આવે છે.

3 / 6
મુંબઈથી લગભગ 130 કિમીના અંતરે આવેલું ઈગતપુરી હિલ સ્ટેશન મહારાષ્ટ્રના મુખ્ય હિલ સ્ટેશનોમાંનું એક છે.ઈગતપુરી એક ખૂબ જ સુંદર હિલ સ્ટેશન છે. અહીંનો નજારો બાકીના સ્થળોથી સાવ અલગ અને મનમોહક છે. જૂના કિલ્લાઓ, જાજરમાન ધોધ અને ઊંચા પર્વતો રોક ક્લાઇમ્બિંગ અને ટ્રેકિંગ ટ્રેકર્સનું પ્રિય સ્થળ છે.

4 / 6

માથેરાન સહ્યાદ્રી પર્વતમાળાની મધ્યમાં આવેલું એક નાનું હિલ સ્ટેશન છે. તે મુંબઈથી લગભગ 100 કિમીના અંતરે આવેલું છે. અહીં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળે છે.

5 / 6
મહાબલેશ્વર મહારાષ્ટ્રના સુંદર હિલ સ્ટેશનોમાંનુ એક છે. આ પહાડી નગર તેના મનમોહક નજારાઓને કારણે હંમેશા પ્રવાસીઓની પ્રથમ પસંદગી રહ્યું છે.

6 / 6

સહ્યાદ્રી પર્વતોની પાંચ પહાડીઓને કારણે મહારાષ્ટ્રના આ હિલ સ્ટેશનનું નામ પંચગની પડ્યું છે. પંચગની મહારાષ્ટ્રમાં ફરવા માટેના શ્રેષ્ઠ સ્થળો પૈકી એક છે. જેની ગણતરી ભારતના સૌથી સુંદર હિલ સ્ટેશનોમાં પણ થાય છે.

Published On - 10:00 am, Sat, 27 November 21

Next Photo Gallery