ગુજરાતના દેરાસરોની તોડફોડના વિરોધ પ્રદર્શન માટે દેશભરમાં જૈન સમુદાય રસ્તા પર ઉતરી આવ્યો

દિગમ્બર જૈન ગ્લોબલ મહાસભાના યૂથ વિંગના રાષ્ટ્રીય અધ્યક્ષ પારસ લોહડાએ જણાવ્યુ કે, તેમના સમુદાયના 9 સભ્યોની ઉપસ્થિતિમાં અશોક સ્તંભ ક્ષેત્રમાં વિરોધ દર્શાવવા માટે મુંડન કરાવ્યા હતા.

ગુજરાતના દેરાસરોની તોડફોડના વિરોધ પ્રદર્શન માટે દેશભરમાં જૈન સમુદાય રસ્તા પર ઉતરી આવ્યો
| Edited By: | Updated on: Jan 01, 2023 | 7:41 PM

રવિવારના રોજ મુંબઈ ખાતે જૈન સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતાં અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન ઝારખંડ સરકારના ‘શ્રી સમેદ શિખરજી’ને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવાના નિર્ણય અને ગુજરાતના પાલિતાણામાં મંદિરની તોડફોડ સામે હતો. આ પ્રદર્શનમાં ઘણા લોકો જોડાયા છે. આ પ્રદર્શનમા લોકોએ હાથમાં પ્લેકાર્ડ અને ધ્વજ સાથે ફૂટ માર્ચ કરી હતી. વિરોધ કરતા મહારાષ્ટ્રના મંત્રી મંગલ પ્રભાત લોઢાએ કહ્યું કે, અમે પાલિતાણાના દેરાસરોને તોડી પાડવાનો અને ઝારખંડ સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યાં છે.

ગુજરાત સરકારે આ ઘટના સામે પગલા લીધા છે છતાં હજુ કડક પગલાં લેવાય એવી માગ સાથે આ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આજે દેશભરમાં આજે 5 લાખથી પણ વધુ લોકો રસ્તા પર ઉતરશે. ગુજરાતના અમદાવાદ, સુરત તેમજ દેશના અન્ય શહેરોમા પણ જૈન સમુદાયના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું છે.

 

 

 

નાશિકમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

શનિવારે મહારાષ્ટ્રના નાશિકમાં જૈન સમુદાયએ શાંતિપૂર્ણ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન છેલ્લા 10 દિવસમા બીજી વાર કરવામાં આવ્યું હતું. ઝારખંડના ગિરિડીહ જીલ્લાના પારસનાથ હિલને સમેદ શિખરના નામે પણ ઓળખવામા આવે છે. ઝારખંડ સરકારે આ સ્થળને પ્રવાસી સ્થળ તરીકે જાહેર કરેલ છે. જેને લઈને જૈન સમુદાયમા નારાજગી જોવા મળી છે. જેના કારણે લોકો વિરોધ પ્રદર્શન કર્યા છે.

દિગમ્બર જૈન ગ્લોબલ મહાસભાના યૂથ વિંગના રાષ્ટ્રીય અધ્યક્ષ પારસ લોહડાએ જણાવ્યુ કે તેમના સમુદાયના 9 સભ્યોની ઉપસ્થિતિમાં અશોક સ્તંભ ક્ષેત્રમાં વિરોધ દર્શાવવા માટે મુંડન કરાવ્યા હતા. તેમને જણાવ્યું કે જ્યાં સુધી ઝારખંડ સરકાર તેમનો નિર્ણય નહી બદલે અને ગુજરાતના પાલિતણાંના દેરાસરની તોડફોડને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારૂ વિરોધન પ્રદર્શન યથાવત રહેશે.