MUMBAI : નેવી ડે 2021 (Navy Day 2021)ના અવસર પર, પશ્ચિમી નેવલ કમાન્ડે મુંબઈમાં નેવલ ડોકયાર્ડ ખાતે વિશ્વનો સૌથી મોટો રાષ્ટ્રીય ધ્વજ પ્રદર્શિત કર્યો છે. આ ધ્વજનો ચહેરો ઐતિહાસિક ગેટવે ઓફ ઈન્ડિયા તરફ હતો. આ ધ્વજની લંબાઈ 225 ફૂટ અને પહોળાઈ 150 ફૂટ છે. આ ધ્વજનું વજન 1400 કિલો છે અને તે ખાદીમાંથી બનાવવામાં આવેલો છે. તેને આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે ખાદી, ગ્રામોદ્યોગ અને આયોગ દ્વારા બનાવવામાં આવ્યો છે.
કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ ટ્વીટ કરીને આ માહિતી શેર કરી હતી
On the occasion of #NavyDay2021, World’s largest National Flag was unveiled by Western Naval Command near the iconic Gateway of India at Mumbai. The tricolour made of Khadi by #KVIC measures 225′ x 150′ & weighs 1.4 tons. #KhadiIndia pic.twitter.com/WJg7lV1eUO
— Narayan Rane (@MeNarayanRane) December 4, 2021
નેવી ડેના અવસરે નૌકાદળે કહ્યું કે તે રાષ્ટ્રની સુરક્ષા માટે સમર્પિત છે.નેવીએ સૌથી મોટો ધ્વજ પ્રદર્શિત કરીને રાષ્ટ્રના હિત અને લોકોની સેવા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.આ અગાઉ નેવી ચીફ એડમિરલ આર. હરિ કુમારે કહ્યું હતું કે ભારતીય નૌકાદળ હિંદ મહાસાગરમાં ચીનની ગતિવિધિઓ પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે અને તે સુરક્ષા માટેના કોઈપણ ખતરાનો સામનો કરવા માટે તૈયાર છે. તેની સાથે જ, એડમિરલ કુમારે સંયુક્ત નેવિગેશનલ ‘થિયેટર’ કમાન્ડની સ્થાપના સહિત ત્રણેય સેવાઓના એકીકરણ તરફ મહત્વાકાંક્ષી સુધારાને સમર્થન આપ્યું હતું.
ભારતીય નેવી ડેની પૂર્વસંધ્યાએ, નેવી ચીફ એડમિરલ આર. હરિ કુમારે કહ્યું હતું કે ભારતની ઉત્તરીય સરહદ પરની પરિસ્થિતિએ એવા સમયે સુરક્ષા ગૂંચવણો ઊભી કરી હતી જ્યારે દેશ કોવિડ -19 રોગચાળા સામે લડી રહ્યો હતો. એડમિરલે કહ્યું કે બેવડા પડકારની આ સ્થિતિ ચાલુ છે.
આ પણ વાંચો : ઓમીક્રોને વધારી ચિંતા, કર્ણાટક-ગુજરાત પછી હવે મહારાષ્ટ્રમાં પણ દસ્તક, દેશમાં આ વેરીઅન્ટનો ચોથો કેસ
આ પણ વાંચો : Maharashtra: જોખમી શ્રેણીવાળા દેશમાંથી આવનારાઓએ 7 દિવસ હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે, ઓમિક્રોનને પગલે સરકાર સતર્ક