Maharashtra: કાલીચરણ મહારાજની મુશ્કેલીઓ વધી, આ મામલે હવે થાણે પોલીસે કરી ધરપકડ

|

Jan 20, 2022 | 6:35 PM

પૂણે પોલીસે પણ 19 ડિસેમ્બર 2021ના ​​રોજ શિવ પ્રતાપ દિન કાર્યક્રમમાં કથિત ભડકાઉ ભાષણના સંબંધમાં કાલીચરણ મહારાજની ધરપકડ કરી હતી. છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા મુગલ સેનાપતિ અફઝલ ખાનની હત્યાની ઘટનાની યાદમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Maharashtra: કાલીચરણ મહારાજની મુશ્કેલીઓ વધી, આ મામલે હવે થાણે પોલીસે કરી ધરપકડ
Kalicharan Maharaj (file photo)

Follow us on

મહારાષ્ટ્રના (Maharashtra) થાણે શહેર પોલીસે મહાત્મા ગાંધી (Mahatma Gandhi) વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ છત્તીસગઢમાંથી હિન્દુ ધર્મગુરુ કાલીચરણ મહારાજની (Kalicharan Maharaj) ધરપકડ કરી છે. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી. નૌપાડા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે કાલીચરણ મહારાજની બુધવારે રાત્રે છત્તીસગઢની રાજધાની રાયપુરથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં તેઓ આવા જ એક કેસમાં જેલમાં બંધ હતા. તેમને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર થાણે લાવવામાં આવી રહ્યા છે અને ગુરુવારે સાંજ સુધીમાં તેમને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

અગાઉ, ગયા વર્ષે 26 ડિસેમ્બરે, કાલીચરણ મહારાજને છત્તીસગઢની રાજધાનીમાં આયોજિત એક કાર્યક્રમમાં મહાત્મા ગાંધી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ રાયપુર પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે, 12 જાન્યુઆરીએ, મહારાષ્ટ્રના વર્ધાની પોલીસે આવા જ એક કેસમાં તેમની ધરપકડ કરી હતી. નૌપાડા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અને મહારાષ્ટ્રના મંત્રી જિતેન્દ્ર આવ્હાડ દ્વારા રાષ્ટ્રપિતા વિરુદ્ધ તેમની કથિત ટિપ્પણી અંગે ફરિયાદના આધારે કાલીચરણ વિરુદ્ધ નોંધાયેલા કેસના સંબંધમાં રાયપુરથી તેમની ધરપકડ કરવામાં આવી હતી.

પૂણે પોલીસે કરી હતી ધરપકડ

આ પહેલા પૂણે પોલીસે 19 ડિસેમ્બર 2021 ના ​​રોજ શિવ પ્રતાપ દિન કાર્યક્રમમાં કથિત રીતે ભડકાઉ ભાષણો આપવા બદલ કાલીચરણ મહારાજની પણ ધરપકડ કરી હતી. છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા મુગલ સેનાપતિ અફઝલ ખાનની હત્યાની ઘટનાની યાદમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

છત્તીસગઢ પોલીસે ખજુરાહોથી ધરપકડ કરી  હતી

છત્તીસગઢની રાયપુર પોલીસે ધર્મ સંસદમાં મહાત્મા ગાંધી વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપવા બદલ મધ્યપ્રદેશના ખજુરાહોથી કાલીચરણ મહારાજની ધરપકડ કરી હતી. તેમની સામે રાયપુરના ટિકરાપારા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.

કાલીચરણની ધરપકડ પર મધ્યપ્રદેશ સરકારે કહ્યું કે છત્તીસગઢ પોલીસની પદ્ધતિ સામે વાંધો છે. જો છત્તીસગઢ સરકાર ઈચ્છતી હોત તો નોટિસ આપીને તેમને (કાલીચરણ મહારાજ) બોલાવી શકતી હતી. મધ્યપ્રદેશના ડીજીપીને આ મામલે છત્તીસગઢના ડીજીપી સાથે વાત કરવા કહેવામાં આવ્યું છે. તેમજ ધરપકડની આ પદ્ધતિ સામે વાંધો ઉઠાવવામાં આવે એમ પણ જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Maharashtra Nagar Panchayat Result: મહારાષ્ટ્રમાં આઘાડી જોરમાં, નાના પટોલેએ પીએમ મોદી પર જ્યા વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતુ ત્યાં કોને મળી કમાન ?

Next Article