મહારાષ્ટ્ર TET કૌભાંડ: રાજ્ય પરીક્ષા કમિશ્નરના ઘરેથી દોઢ કરોડની રોકડ અને દોઢ કિલો સોનું ઝડપાયું, પૂણે પોલીસની કાર્યવાહી

|

Dec 20, 2021 | 11:53 PM

પ્રથમ દરોડામાં પોલીસે 88,49,000 રૂપિયા રોકડા, પાંચ ગ્રામ સોનાના સિક્કા, પાંચ તોલા સોનાના દાગીના અને સાડા પાંચ લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝીટના કાગળો જપ્ત કર્યા હતા. બીજી વખતના દરોડામાં 1 કરોડ 58 લાખની રોકડ અને દોઢ કિલો સોનું મળી આવ્યું હતું.

મહારાષ્ટ્ર TET કૌભાંડ: રાજ્ય પરીક્ષા કમિશ્નરના ઘરેથી દોઢ કરોડની રોકડ અને દોઢ કિલો સોનું ઝડપાયું, પૂણે પોલીસની કાર્યવાહી
Tukaram Supe (File Image)

Follow us on

પૂણે પોલીસે (Pune Police) મહારાષ્ટ્ર (Maharashtra) સ્ટેટ એજ્યુકેશન કાઉન્સિલના કમિશનર તુકારામ સુપે (Tukaram Supe)ના ઘરે દરોડા પાડ્યા છે, જેમની આરોગ્ય વિભાગ, મ્હાડા અને શિક્ષક પાત્રતા પરીક્ષા (TET)માં કૌભાંડના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. આ દરોડામાં પોલીસે દોઢ કરોડથી વધુની કિંમતની રોકડ અને દોઢ કિલો સોનું જપ્ત કર્યું છે. TET પરીક્ષામાં 800 ઉમેદવારોના માર્ક વધારવા માટે તુકારામ સુપે અને શિક્ષણ વિભાગના ટેક્નિકલ સલાહકાર અભિષેક સાવરિકરને 4 કરોડ 20 લાખ આપવાની જાણકારી પોલીસને મળી હતી.

 

 

IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું

આ રીતે દરોડા પડ્યા, રોકડ અને સોનાનો ખજાનો આ રીતે બહાર આવ્યો

પ્રથમ દરોડામાં પોલીસે 88 લાખ 49 હજાર રૂપિયા રોકડા, પાંચ ગ્રામ સોનાના સિક્કા, પાંચ તોલા સોનાના દાગીના અને સાડા પાંચ લાખ રૂપિયાના ફિક્સ ડિપોઝીટના કાગળો જપ્ત કર્યા હતા. આ રીતે કુલ 96 લાખ રૂપિયાની રોકડ અને દાગીના મળી આવ્યા હતા. પોલીસના દરોડા પહેલા જ સુપેની પત્ની અને વહુએ કેટલાક પૈસા અન્યત્ર છુપાવી દીધા હતા. જેથી પોલીસે બીજી વખત દરોડો પાડી 1 કરોડ 58 લાખની રોકડ અને દોઢ કિલો સોનું કબજે કર્યું હતું. જે સુપેની પુત્રી અને જમાઈ પાસેથી જપ્ત કરવામાં આવ્યું હતું. વિવિધ પ્રકારના 44 દાગીના મળી આવ્યા છે.

 

 

આ રીતે છુપાવવામાં આવી હતી રોકડ, અહીં છુપાવવામાં આવ્યા હતા દાગીના

આરોપીઓ પાસેથી રોકડ ભરેલી બે બેગમાંથી એક બેગ પુત્રી પાસે સંતાડીને રાખવામાં આવી હતી. બીજી બેગ જમાઈના મિત્ર પાસે રાખી હતી. આ વાત ત્યારે સામે આવી જ્યારે પોલીસે સુપેના જમાઈ નીતિન પાટીલ અને પુત્રી કોમલ પાટીલની પૂછપરછ કરી. નીતિન પાટીલે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે બીજી બેગ તેના મિત્ર બિપીનના ફ્લેટમાં રાખવામાં આવી છે.

 

રોકડ ભરેલી બે થેલીઓ સાથે એક સૂટકેસ પણ મળી આવી હતી. આમાં રાખેલા નાણાની ગણતરી કરવામાં આવી તો કુલ 1,58,35,010 રૂપિયાની વસૂલાત થઈ હતી. બેગ સાથે સૂટકેસ ઉપરાંત પ્લાસ્ટિકની થેલીમાંથી દાગીનાના 44 બોક્સ મળી આવ્યા હતા.

 

પૂણેના પોલીસ કમિશનર અમિતાભ ગુપ્તાએ આ દરોડાની માહિતી આપી છે. આ મામલે અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે. હાલ પોલીસની તપાસ પ્રશ્નપત્ર લીક સુધી સીમિત છે. અલગ-અલગ માહિતીના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.

 

 

આ પણ વાંચો :  ‘કરણ જોહરની પાર્ટીમાં મહારાષ્ટ્રના કયા મંત્રી ગયા’, નામ જણાવો અથવા માફી માંગો, મુંબઈના મેયરે ભાજપ નેતાને આપ્યો પડકાર

 

Next Article