મહારાષ્ટ્રની (Maharashtra ) એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ મોટી કાર્યવાહી કરતા મુંબઈમાંથી એક આતંકવાદી (Terrorist ) ની ધરપકડ કરી છે. આ આતંકવાદી કેનેડા સ્થિત વોન્ટેડ ગુનેગાર લખબીર સિંહના સંપર્કમાં હતો અને 9 મેના રોજ પંજાબ પોલીસ ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટર પર ગ્રેનેડ હુમલામાં સામેલ હતો. પકડાયેલા આતંકીનું નામ ચરત સિંહ ઉર્ફે ઈન્દ્રજીત સિંહ કારી સિંહ છે. 30 વર્ષનો આ આતંકવાદી મૂળ પંજાબનો છે. આ મહારાષ્ટ્ર એટીએસે બુધવારે મુંબઈમાંથી ધરપકડ કરી હતી. આગળની કાર્યવાહી માટે તેને પંજાબ પોલીસને સોંપવામાં આવ્યો છે.
મહારાષ્ટ્ર એટીએસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ચરત સિંહ નામના આ આતંકીના વાયર ઈન્ટરનેશનલ ક્રિમિનલ નેટવર્ક સાથે જોડાયેલા છે. તે કેનેડાના વોન્ટેડ આતંકવાદી લખબીર સિંહના સતત સંપર્કમાં હતો. તેણે રાજ્યભરમાં એક મજબૂત ગુનાખોરીનું નેટવર્ક બનાવ્યું હતું અને તે RPG હુમલાને અંજામ આપનારા સૈનિકોને લોજિસ્ટિક સપોર્ટ અને આશ્રય પૂરો પાડતો હતો. તેણે પાકિસ્તાન ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) ના સક્રિય સમર્થન સાથે સરહદ પારથી RPG, એક AK-47 અને અન્ય હથિયારો પણ મેળવ્યા હતા.
પોલીસ મહાનિરીક્ષક (આઈજીપી, હેડક્વાર્ટર) સુખચૈન સિંહ ગિલે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે ચરત સિંહની ધરપકડ સાથે, પંજાબ પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં આઠ લોકોની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક આરોપી, જે કિશોર છે અને હુમલાને અંજામ આપ્યો હતો, જેની દિલ્હી પોલીસે તાજેતરમાં ધરપકડ કરી હતી, જેની સાથે ધરપકડની કુલ સંખ્યા નવ પર પહોંચી ગઈ છે.
A Punjab-based 30-year-old terrorist, Charatsingh alias Indrajitsingh Karisingh, arrested in Mumbai by Maharashtra ATS; handed over to Punjab Police for further necessary action. It was revealed that he is in contact with wanted terrorist Lakhbir Singh Landa in Canada: Maha ATS pic.twitter.com/L8bsqjHLyK
— ANI (@ANI) October 13, 2022
મહારાષ્ટ્ર એટીએસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ચરત સિંહ ઉર્ફે ઈન્દ્રજીત સિંહ કારી સિંહ ઉર્ફે કરજ સિંહ વિરુદ્ધ 8 કેસ નોંધાયેલા છે. માર્ચ 2022થી તે પંજાબની કપૂરથલા જેલમાંથી 2 મહિના માટે પેરોલ પર બહાર આવ્યો હતો. તેના પેરોલના સમયગાળા દરમિયાન, તેણે તેના સહયોગીઓ સાથે 9 મે 2022 ના રોજ રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ વડે પંજાબ પોલીસ, ઇન્ટેલિજન્સ હેડક્વાર્ટર, મોહાલી પર હુમલો કર્યો.
Published On - 8:17 am, Fri, 14 October 22