Sushant Death Case: ED ઓફિસમાં રિયા ચક્રવર્તી સાથે પૂછપરછ ચાલુ, મેનેજર સાથે પણ સવાલ-જવાબ

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા મામલે તેમની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને પૂછપરછ માટે ED ઓફિસ પર બોલાવવામાં આવી હતી. ત્યારે રિયાએ EDની સમક્ષ હાજર થવાથી ઈનકાર કરી દીધો હતો અને થોડા સમયની માગ માટે અરજી કરી હતી. રિયાની આ અરજીને EDએ રદ કરી દીધી હતી, ત્યારબાદ તેને હાજર થવું પડ્યું. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]

Sushant Death Case: ED ઓફિસમાં રિયા ચક્રવર્તી સાથે પૂછપરછ ચાલુ, મેનેજર સાથે પણ સવાલ-જવાબ
| Edited By: | Updated on: Sep 21, 2020 | 11:21 AM

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા મામલે તેમની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને પૂછપરછ માટે ED ઓફિસ પર બોલાવવામાં આવી હતી. ત્યારે રિયાએ EDની સમક્ષ હાજર થવાથી ઈનકાર કરી દીધો હતો અને થોડા સમયની માગ માટે અરજી કરી હતી. રિયાની આ અરજીને EDએ રદ કરી દીધી હતી, ત્યારબાદ તેને હાજર થવું પડ્યું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રિયા ચક્રવર્તી પોતાનું નિવેદન આપવા માટે EDના અધિકારીઓને મળવા પહોંચી. ED ઓફિસમાં રિયા ચક્રવર્તીનો ભાઈ અને પિતા પણ આવ્યા છે. EDની તપાસમાં સામેલ થવા માટે રિયા ચક્રવર્તીની મેનેજર શ્રુતિ મોદી પણ ED ઓફિસ પહોંચી છે. રિયાને પહોંચ્યાના 15 મિનિટ પછી તેની મેનેજર બીજા ગેટથી અંદર ગઈ હતી. તેમની સાથે એક એડવોકેટ પણ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રિયાની વકીલ સતીશે કહ્યું કે રિયા કાયદાનું પાલન કરનારી નાગરિક છે. તે જોતાં EDએ મીડિયાને સૂચિત કર્યા છે કે રિયાની માગને રદ કરી દેવામાં આવી છે. તેથી તે ED ઓફિસમાં નિયત સમય અને તારીખ પર ઉપસ્થિત થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 9:19 am, Fri, 7 August 20