ક્રિકેટર સુરેશ રૈના, સિંગર ગુરુ રંધાવા અને સુઝાન ખાનની મુંબઈ પોલીસે કરી ધરપકડ

|

Dec 22, 2020 | 6:29 PM

નિવૃત્ત ભારતીય ક્રિકેટર સુરેશ રૈના, ગાયક ગુરુ રંધાવા અને બોલીવુડની સુઝાન ખાનની પોલીસે રેડ કરી ધરપકડ કરી હતી. બાદમાં તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.

ક્રિકેટર સુરેશ રૈના, સિંગર ગુરુ રંધાવા અને સુઝાન ખાનની મુંબઈ પોલીસે કરી ધરપકડ
Suresh Raina - Sussanne Khan -Guru Randhawa

Follow us on

નિવૃત્ત ભારતીય ક્રિકેટર સુરેશ રૈના, ગાયક ગુરુ રંધાવા અને બોલીવુડની સુઝાન ખાનને મુંબઈ એરપોર્ટ નજીક મુંબઈ ડ્રેગન ફ્લાય ક્લબમાં રેડ કરી ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. દરોડામાં મુંબઈ ક્લબના સાત સ્ટાફ સભ્યો સહિત કુલ 34 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. બોલીવુડની ખ્યાતનામ સુઝાન ખાનની પણ અંધેરીની ક્લબ ખાતેના દરોડામાં ધરપકડ કરવામાં આવી હતી. સવારે ત્રણ વાગ્યાની આસપાસ ધરપકડ થયા બાદ આરોપીઓ પર કોવિડ ગાઈડલાઈનના ભંગ બદલ કેસ દાખલ કરાયો હતો.

પોલીસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, કોવિડ ગાઈડલાઈનના ભંગ બદલ ગાયક ગુરુ રંધાવા અને ક્રિકેટર સુરેશ રૈનાની ધરપકડ કરવામાં આવી હતી અને કેસ દાખલ કરાયો હતો. આરોપીઓને બાદમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. મુંબઈ પોલીસે કહ્યું છે કે ક્રિકેટર સુરેશ રૈના સહિત 34 લોકોની કલમ 188, 269 અને 34 હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: સુરતઃ નાક નીચે માસ્ક પહેરી ફરતા લોકોને અટકાવી કરાયા ફરજીયાત કોરોના ટેસ્ટ

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

સોમવારથી મહારાષ્ટ્ર સરકારે બ્રિટનમાં ફેલાતા નવા કોરોના વાઈરસને પગલે નાઈટ કર્ફ્યુ જાહેર કર્યો છે. કોવિડથી બચવા માટે મુંબઈમાં નાઇટ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યા હોવા છતાં આ તમામ લોકો ક્લબમાં હાઇ પ્રોફાઇલ પાર્ટી કરી રહ્યા હતા અને કોરોના નિયમોનો ભંગ કરી રહ્યા હતા.

Published On - 6:29 pm, Tue, 22 December 20

Next Article