surat: સુરતના ડાયમંડ કિંગ (diamond king ) ફરી વાર ચર્ચામાં છે. તેમણે મુંબઈમાં વરલી સી ફેસ એરિયામાં આવેલ અધધ 185 કરોડના ખર્ચે આલીશાન પ્રોપર્ટી ખરીદી છે. આ પ્રોપર્ટી પહેલા એસ્સાર (essar) ગ્રુપની હોવાની માહિતી મળી છે. હવે તેમના દ્વારા આ મિલ્કત સુરતના ડાયમંડ કિંગ ગણાતા સવજી ધોળકિયાને (savji dholakiya ) વેચવામાં આવી છે.
આ મિલ્કત પનહાર તરીકે જાણીતી છે અને તે 20 હજાર ચોરસ મીટર એરિયામાં વિસ્તરેલી છે. જેમાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને બીજા છ માળ આવેલા છે. કહેવાઈ રહ્યું છે કે આ પ્રોપર્ટીના પર સ્કવેર ફીટની કિંમત રૂ. 93 હજાર રૂપિયા છે. આ મિલ્કત સવજી ધોળકિયાના નાનાભાઈ ઘનશ્યામ ધોળકિયાના નામ પર રજીસ્ટર્ડ થઇ છે.
મિલકતનું આ ટ્રાન્ઝેક્શન બે રજિસ્ટ્રેશનમાં થયું છે. એક 1,350 ચોરસ મીટરની જમીનની લીઝની અસાઈનમેન્ટ માટે 47 કરોડમાં જેના પર 5% ની સ્ટેમ્પ ડ્યુટી ગણીને 2.57 કરોડ રૂપિયા છે. ઈન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઈનાન્સને જમીન પર લોન માટે 36.5 કરોડ રૂપિયા સીધા ચૂકવવામાં આવ્યા હતા.
જ્યારે બીજી નોંધણી રહેણાંક મકાનની જમીનની અવરજવર માટે 138 કરોડ રૂપિયામાં કરવામાં આવી છે, જે હવે 6%ના સ્ટેમ્પ ડ્યુટી દર ચૂકવવામાં આવી છે, જેની કિંમત 8.3 કરોડ રૂપિયા છે. 1% અથવા 1.38 કરોડનો સેસ મોકલવામાં આવ્યો હતો, તેથી રૂ. 6.91 કરોડની બેલેન્સ સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવામાં આવી હતી. દસ્તાવેજો અનુસાર, ઈન્ડિયા બુલ્સને 108.25 કરોડની રકમ સીધી ચૂકવવામાં આવી હતી.
આ અંગે સવજી ધોળકિયાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પણ તેમની સાથે ટેલિફોનિક વાતચીત થઈ શકી નહોતી પણ તેમના નજીકના સૂત્રોએ આ સમાચારને સમર્થન આપ્યું છે. તેમના કહેવા પ્રમાણે તેઓ એવી મિલ્કત શોધી જ રહ્યા હતા, જે પરિવાર અને સ્ટાફ માટે અનુકૂળ હોય. આ એવી જગ્યા છે જ્યાં ઓફિસ પણ નજીક આવેલી છે.
નોંધનીય છે કે સવજી ધોળકીયા સુરતના જાણીતા ડાયમંડ ઉદ્યોગપતિ છે. અગાઉ તેઓ પોતાના કર્મચારીઓને દિવાળી ભેટ તરીકે ફોર વ્હીલ ગાડી, ફ્લેટ આપીને ચર્ચામાં રહી ચુક્યા છે. જયારે હવે તેમને મુંબઈમાં 185 કરોડની મિલ્કત ખરીદતા ફરી તેઓ ચર્ચામાં છે. સવજી ધોળકિયાની કંપની 5 હજાર લોકોને રોજગારી આપે છે, જ્યારે તેમની કંપનીનું ટર્ન ઓવર 6 હજાર કરોડનું છે.
આ પણ વાંચો: Rajkot: હાઈફાઈ ચોર! પોલીસે માત્ર સ્કોર્પિયો કારની ચોરી કરતી ગેંગને ઝડપી
Published On - 1:40 pm, Sun, 1 August 21