OMG : મહિલાને કોલોની પરિસરમાં રખડતા કૂતરાઓને ખવડાવવું ભારે પડ્યું ! સોસાયટીએ આઠ લાખનો ફટકાર્યો દંડ

|

Dec 17, 2021 | 2:54 PM

રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સના સેક્રેટરી વિનીતા શ્રીનંદને (Vinita Shree Nandan) આ મામલે જણાવ્યું હતુ કે, બાળકો અને વરિષ્ઠ નાગરિકોને આ કૂતરાઓના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સાથે સ્વચ્છતા સંબંધિત સમસ્યાઓને કારણે આ નિયમ બનાવવામાં આવ્યો છે

OMG : મહિલાને કોલોની પરિસરમાં રખડતા કૂતરાઓને ખવડાવવું ભારે પડ્યું ! સોસાયટીએ આઠ લાખનો ફટકાર્યો દંડ
Stray dogs (File Image)

Follow us on

Mumbai : મુંબઈમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક રહેણાંક વિસ્તારમાં રહેતી એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે હાઉસિંગ સોસાયટીની મેનેજમેન્ટ કમિટીએ(Housing Management Committee) કોલોની પરિસરમાં રખડતા કૂતરાઓને ખવડાવવા બદલ તેના પર 8 લાખ રૂપિયાથી વધુનો દંડ ફટકાર્યો છે. મળતી માહિતી મુજબ NRI કોમ્પ્લેક્સની મેનેજિંગ કમિટીએ આ દંડ ફટકાર્યો છે.

આરોપ લગાવનાર મહિલાનું નામ અંશુ સિંહ (Anshu Singh) છે.તેણે જણાવ્યું હતુ કે ,રેસિડેન્શિયલ સોસાયટી પરિસરની અંદર રખડતા કૂતરાઓને ખવડાવનારા લોકો પર દરરોજ 5000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે.અહેવાલો અનુસાર સોસાયટીએ જુલાઇ 2021થી પરિસરમાં રખડતા કૂતરાઓને ખવડાવવા બદલ આ દંડ વસૂલવાનું શરૂ કર્યું હતું. અંશુ ઉપરાંત અન્ય એક રહેવાસી પર પણ છ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

બાળકો અને વૃદ્ધોને કારણે બનાવાયો આ નિયમ

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સના સેક્રેટરી વિનીતા શ્રીનંદને (Vinita Shree Nandan) આ મામલે જણાવ્યું હતુ કે, બાળકો અને વરિષ્ઠ નાગરિકોને આ કૂતરાઓના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સાથે સ્વચ્છતા સંબંધિત સમસ્યાઓને કારણે આ નિયમ બનાવવામાં આવ્યો છે.

ઉપરાંત આ કૂતરાઓના કારણે સોસાયટીના રહીશોને પડતી મુશ્કેલીઓના કારણે આ દંડ ફટકારવામાં આવી રહ્યો છે.વધુમાં તેમણે કહ્યું કે હાઉસિંગ સોસાયટીએ કૂતરા માટે શેડ બનાવ્યો છે, પરંતુ કેટલાક સભ્યો હજુ પણ આ પ્રાણીઓને ખુલ્લામાં ખવડાવતા હોય છે.

આ પહેલા પણ આવો મામલો સામે આવ્યો હતો

નોઈડાના એક્સપ્રેસ વે કોતવાલી વિસ્તારમાં આવેલી જેપી કોસમોસ સોસાયટીમાં કૂતરાઓને ખવડાવવાને લઈને બે મહિલાઓ વચ્ચે ઝપાઝપીનો મામલો પણ સામે આવ્યો હતો. આ સમગ્ર મામલે વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારે કડક નિયમોને લઈને હાલ આ મહિલાની મુશ્કેલી વધી છે.

 

આ પણ વાંચો : Maharashtra Board Exam 2022 Date: મહારાષ્ટ્ર બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખ થઈ જાહેર, જુઓ વિગત

આ પણ વાંચો : આલિયા ભટ્ટે કર્યુ કોરોનાના નિયમોનું ઉલ્લંઘન, મુકાઈ શકે છે મોટી મુશ્કેલીમાં

Next Article