નહીં સુધરે ! ફ્લાઈટમાં સિગારેટ પીધી, ઈમરજન્સી ગેટ ખોલવાની ના પાડતા ક્રૂ મેમ્બર સાથે કરી મારપીટ

|

Mar 12, 2023 | 11:56 AM

એર ઈન્ડિયાની લંડન મુંબઈ ફ્લાઈટમાં એક મુસાફર બાથરૂમમાં સિગારેટ પી રહ્યો હતો. આરોપ છે કે જ્યારે તેને રોકવામાં આવ્યો ત્યારે તેણે મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સાથે ગેરવર્તન કર્યું હોવાનો પણ આરોપ છે.

નહીં સુધરે ! ફ્લાઈટમાં સિગારેટ પીધી, ઈમરજન્સી ગેટ ખોલવાની ના પાડતા ક્રૂ મેમ્બર સાથે કરી મારપીટ

Follow us on

Mumbai : એર ઈન્ડિયાની લંડન મુંબઈ ફ્લાઈટમાં એક મુસાફર બાથરૂમમાં સિગારેટ પી રહ્યો હતો. વિરોધ કરવા પર તેણે અન્ય યાત્રીઓ અને ક્રૂ મેમ્બરો સાથે ખરાબ વર્તન કર્યું. એટલુ જ નહીં ધમકી પણ આપી કે તેની પાસે બંદૂક છે. જો કે તલાશી દરમિયાન તેની પાસેથી આવી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. આરોપી મુસાફરની ઓળખ રમાકાંત તરીકે થઈ છે, જે અમેરિકન નાગરિક છે.

ચાલુ ફ્લાઈટમાં જોવા જેવી થઈ….!

મહત્વનું છે કે આરોપી વિરુદ્ધ મુંબઈના સહાર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. અને પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પોલીસને આપેલા નિવેદનમાં ફ્લાઈટના ક્રૂ મેમ્બરે જણાવ્યું કે આરોપી મુસાફર બાથરૂમમાં બેસીને લાંબા સમય સુધી સિગારેટ પીતો હતો. જ્યારે અન્ય મુસાફરો અને બાદમાં ક્રૂ મેમ્બરોએ બાથરૂમનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીએ ધમકી પણ આપી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

પોલીસે મુસાફરની અટકાયત કરી

જોકે, જ્યારે તેની બેગની તલાશી લેવામાં આવી ત્યારે આવી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. હાલ પોલીસે આરોપીની અટકાયત કરીને તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ નશાની હાલતમાં આવું કૃત્ય કર્યું છે કે પછી તેનું માનસિક સંતુલન બરાબર નથી તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

તો બીજી તરફ ક્રૂ મેમ્બરે પોલીસને જણાવ્યું કે આરોપીને જોઈને તે ઉશ્કેરાઈ ગયો અને ફ્લાઈટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. જો કે તેને ખૂબ જ મુશ્કેલીથી રોકવામાં આવ્યો. આ પહેલા ઈન્ડિગો ફ્લાઈટમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. આ કેસમાં ફ્લાઈટની અંદર ધૂમ્રપાન કરનાર યુવતી સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

Published On - 11:36 am, Sun, 12 March 23

Next Article