IIT બોમ્બેમાં અમદાવાદના વિદ્યાર્થીના આપઘાત કેસમાં તપાસનો ધમધમાટ, હવે SIT કરશે તપાસ

IIT બોમ્બેમાં વિદ્યાર્થીની કથિત આત્મહત્યાની તપાસ માટે મહારાષ્ટ્ર સરકારે SIT ની રચના કરી છે. વરિષ્ઠ પોલીસ અધિકારીની આગેવાની હેઠળ એક વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવી છે.

IIT બોમ્બેમાં અમદાવાદના વિદ્યાર્થીના આપઘાત કેસમાં તપાસનો ધમધમાટ, હવે SIT કરશે તપાસ
| Edited By: | Updated on: Mar 01, 2023 | 7:58 AM

થોડા દિવસ અગાઉ અમદાવાદના વિદ્યાર્થીએ IIT બોમ્બેના કેમ્પસમાં હોસ્ટેલ બિલ્ડિંગ પરથી કૂદીને જીવન ટૂંકાવી લીધુ હતુ. ઘટના બાદ કોઈ સુસાઈડ નોટ પણ મળી નહોતી. જો કે એક વિદ્યાર્થી જૂથે આરોપ લગાવ્યો હતો કે કેમ્પસમાં એસસી વિદ્યાર્થીઓ સાથે ભેદભાવના કારણે તે આત્મહત્યા કરવા માટે પ્રેરાયો હતો.

IIT-B વિદ્યાર્થીની કથિત આત્મહત્યાની તપાસ માટે મહારાષ્ટ્ર સરકારે SIT ની રચના કરી છે. વરિષ્ઠ પોલીસ અધિકારીની આગેવાની હેઠળ એક વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવી છે. એક પોલીસ અધિકારીએ આ માહિતી આપી હતી.

મહારાષ્ટ્ર સરકારે SIT ની રચના કરી

આ આપધાત કેસમાં નવો વળાંક આવ્યો છે. વિદ્યાર્થીના પરિજનોએ આક્ષેપ કર્યો છે કે તેમના દિકરાની હત્યા જાતિવાદના કારણે થઈ છે. જો કે, પોલીસ અને IIT મેનેજમેન્ટે આવા તમામ આક્ષેપોને ફગાવી દીધા છે.પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યુ હતુ કે, વિદ્યાર્થી દર્શન સોલંકીએ આપઘાત પહેલા અમદાવાદમાં રહેતા તેના પિતા સાથે લગભગ 30 મિનિટ સુધી વાત કરી હતી. પોલીસે કહ્યું કે અત્યાર સુધી સંસ્થામાં જાતિ ભેદભાવ અંગે કોઈ તથ્યો સામે આવ્યા નથી. બીજી તરફ, મુંબઈની પવઈ સ્થિત સંસ્થાએ પણ પક્ષપાતના આરોપોને ફગાવી દીધા હતા.

દર્શનની માતા તરલિકાબેન સોલંકીએ જણાવ્યું હતું કે તેમનો પુત્ર આપઘાત કરી જ નહીં. તેને શંકા છે કે તેના પુત્રની હત્યા કરવામાં આવી છે. તેઓએ કહ્યું કે તેમણે તેમના મૃત્યુના થોડા કલાકો પહેલા અમને ફોન કર્યો હતો અને તેનુ વર્તન સામાન્ય હતુ તે કોઈ તણાવમાં ન હતો. જો કે, જ્યારે તે મકરસંક્રાંતિ દરમિયાન ઘરે આવ્યો ત્યારે તેણે તેની કાકીને કહ્યું કે અન્ય વિદ્યાર્થીઓ તેનાથી અંતર રાખી રહ્યા છે. જો કે આ સમગ્ર મામલે પોલીસ તપાસ બાદ જ હકીકત સામે આવશે.

 

Published On - 7:13 am, Wed, 1 March 23