મુંબઈ: સિદ્ધિવિનાયક મંદિરના દરવાજાઓ મઢાયા સોનાથી, જુઓ નજારો

મુંબઈ સ્થિત સિદ્ધિ વિનાયક મંદિરનો દ્વાર હવે સોનાનો બની ગયો છે. માત્ર દ્વાર નહીં પરંતુ ભગવાન સિદ્ધિ વિનાયકનું ગુંબજ પણ સોનેરી છે. દિલ્લીમાં રહેતા એક ભક્તે મંદિરને 35 કિલો સોનાનું દાન આપ્યું હતું. આ 35 કિલો સાનાથી મંદિરનો દ્વાર સોનાથી મઢવામાં આવ્યો છે તો ગુંબજને પણ સોનાનું લેયર ચડાવાયું છે. સિદ્ધિ વિનાયક મંદિરના આ બંને […]

મુંબઈ: સિદ્ધિવિનાયક મંદિરના દરવાજાઓ મઢાયા સોનાથી, જુઓ નજારો
| Edited By: | Updated on: Jan 18, 2021 | 3:28 PM

મુંબઈ સ્થિત સિદ્ધિ વિનાયક મંદિરનો દ્વાર હવે સોનાનો બની ગયો છે. માત્ર દ્વાર નહીં પરંતુ ભગવાન સિદ્ધિ વિનાયકનું ગુંબજ પણ સોનેરી છે. દિલ્લીમાં રહેતા એક ભક્તે મંદિરને 35 કિલો સોનાનું દાન આપ્યું હતું. આ 35 કિલો સાનાથી મંદિરનો દ્વાર સોનાથી મઢવામાં આવ્યો છે તો ગુંબજને પણ સોનાનું લેયર ચડાવાયું છે. સિદ્ધિ વિનાયક મંદિરના આ બંને દ્વાર 12 ફૂટના છે. જેના પર સોનાનું લેયર ચડાવાયું છે. આ બંને વસ્તુ સોને મઢવામાં આવતા મંદિરની સુંદરતાને ચાર ચાંદ લાગી ગયા છે. સોનાના ગુંબજથી તો મંદિરની સુંદરતા 100 ગણી વધી ગઈ છે.

 

આ પણ વાંચો :   આણંદ જિલ્લાની સરદાર પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીએ કર્યો આપઘાત

મંદિરમાં સોનાનો દરવાજો અને ગુંબજ ક્યારે બનાવાયા તે લોકોના મનમાં પ્રશ્ન થતો હશે પરંતુ આ કામ છેલ્લા 5 દિવસ દરમિયાન કરાયું હતું. ગત 15થી 19 તારીખ સુધી સિદ્ધિ વિનાયક મંદિરના દ્વાર બંધ કરાયા હતા. માધી ગણેશ જયંતિને લઈને મંદિરના દ્વાર બંધ કરાયા હતા. આ દરમિયાન બાપ્પાને સિંદૂરનો લેપ કરવામાં આવ્યો હતો. આજે જ્યારે મંદિરના દ્વાર ખુલ્યા એટલે બાપ્પાને સ્નાન કરાવાયું હતું. ત્યારબાદ ગણપતિ બાપ્પાને અરિસો પણ બતાવાયો હતો.  આમ  આ પાંચ દિવસ દરમિયાન દરવાજા અને ગુંબજને પણ સોને મઢી દેવાયા.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 5:18 pm, Mon, 20 January 20