સુશાંત સિંહ રાજપૂત કેસમાં મોટી કાર્યવાહી, શૌવીક ચક્રવર્તી અને સેમ્યુઅલ મિરાન્ડાની NCB દ્વારા ધરપકડ

|

Sep 19, 2020 | 1:31 PM

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની મોતના તાર જોડાતા આ કેસમાં પ્રથમ મોટી ધરપકડ કરી છે. NCBએ ડ્રગ્સની તપાસના મામલે શુક્રવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ રિયા ચક્રવર્તીના ભાઈ શૌવીક ચક્રવર્તી અને સેમ્યુઅલ મિરાન્ડાની ધરપકડ કરી. NCBના ડેપ્યુટી ડિરેક્ટર કેપીએસ મલ્હોત્રાએ જણાવ્યું કે, અમે શૌવીક અને સેમ્યુઅલ મીરાંડાના પરિવારને જાણ કરી દીધી છે અને બંનેને એનડીપીએસ એક્ટની કેટલીક કલમો […]

સુશાંત સિંહ રાજપૂત કેસમાં મોટી કાર્યવાહી, શૌવીક ચક્રવર્તી અને સેમ્યુઅલ મિરાન્ડાની NCB દ્વારા ધરપકડ

Follow us on

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની મોતના તાર જોડાતા આ કેસમાં પ્રથમ મોટી ધરપકડ કરી છે. NCBએ ડ્રગ્સની તપાસના મામલે શુક્રવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ રિયા ચક્રવર્તીના ભાઈ શૌવીક ચક્રવર્તી અને સેમ્યુઅલ મિરાન્ડાની ધરપકડ કરી. NCBના ડેપ્યુટી ડિરેક્ટર કેપીએસ મલ્હોત્રાએ જણાવ્યું કે, અમે શૌવીક અને સેમ્યુઅલ મીરાંડાના પરિવારને જાણ કરી દીધી છે અને બંનેને એનડીપીએસ એક્ટની કેટલીક કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે. બંનેને શનિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

શુક્રવારે વહેલી સવારે બ્યુરોની ટીમે સાંતા ક્રુઝ (પશ્ચિમ) વિસ્તારમાં આવેલા શોવિકના નિવાસસ્થાન અને પરા અંધેરી (પશ્ચિમ) વિસ્તારમાં મિરાન્ડાના નિવાસસ્થાન પર દરોડા પાડ્યા હતા. બંને સ્થળોએથી કેટલાક પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા. અગાઉ NCBએ મુંબઈમાં કાર્યરત 4 ડ્રગ પેડલરોની ધરપકડ કરી હતી. NCBના સૂત્રોએ જણાવ્યું કે પૂછપરછમાં ઝૈદ વિલાત્રા અને આબીદ બાસિદ પરિહારએ શૌવીકનું અને મીરાન્ડાનું નામ જાહેર કર્યું હતું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

નાર્કોટિક્સ બ્યુરોએ જણાવ્યુ કે એવા ઘણા કિસ્સાઓ છે કે જ્યાં પરિહાર ડ્રગ્સ ગોઠવે છે અને શૌવીક સાથે નિયમિત સંપર્કમાં હતો.
સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આ પૂરા ડ્રગ્સના ડર્ટી કનેક્શનમાં બોલીવુડની ઘણી મોટી હસ્તી સામેલ છે. પરિહારને રિયા ચક્રવર્તી અને અન્ય ઘણા લોકો વિરુદ્ધ નોંધાયેલા માદક દ્રવ્યોના કેસો સાથે સંબંધ હોવાનું જાણવા મળે છે. અભિનેતાના સુશાંતસિંહ રાજપૂત મૃત્યુ કેસમાં રિયા મુખ્ય આરોપી છે. જેની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ), એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા મની લોન્ડરિંગના આરોપો અને NCB દ્વારા કરવામાં આવી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 5:35 pm, Fri, 4 September 20

Next Article