jammu kashmir આતંકીઓ સાથેની અથડામણ મુદ્દે બોલી શિવસેના, કહ્યુ સૈનિકોના મોતના પાંચ ગણો બદલો લો

|

Oct 12, 2021 | 2:58 PM

જમ્મુ-કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં સેનાના જેસીઓ સહીત પાંચ જવાનો શહીદ થયાના એક દિવસ પછી, શિવસેનાએ કહ્યું કે આતંકવાદીઓ સાથે લડાઈમાં સૈનિકોના મોતનો પાંચ ગણો બદલો લેવો જોઈએ.

jammu kashmir આતંકીઓ સાથેની અથડામણ મુદ્દે બોલી શિવસેના, કહ્યુ સૈનિકોના મોતના પાંચ ગણો બદલો લો
Uddhav Thackeray Cm Maharastra

Follow us on

જમ્મુ-કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં જેસીઓ સહીત પાંચ આર્મી જવાન શહીદ થયાના એક દિવસ બાદ શિવસેનાએ (Shiv Sena) મંગળવારે કહ્યું કે આતંકવાદીઓ સાથેના મુકાબલામાં સૈનિકોના મોતનો પાંચ ગણો બદલો લેવો જોઈએ. શિવસેનાનું મુખપત્ર ‘સામના’ (Saamna) એક સંપાદકીય લેખમાં દાવો કરવામાં આવ્યો છે કે જમ્મુ -કાશ્મીરને આપવામાં આવેલા વિશેષ દરજ્જો છીનવી લેતી કલમ 370 ની વિશેષ જોગવાઈઓ રદ થયા બાદ પાકિસ્તાનના સહાનુભૂતિઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદીઓ એવું વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જ્યાં અન્ય ધર્મના લોકો કાશ્મીર ખીણ પ્રદેશમાં પ્રવેશી ન શકે.

1990 જેવી સ્થિતિ : શિવસેના
તાજેતરના સપ્તાહમાં આતંકવાદી હુમલાઓ વધ્યા છે જેમાં એક અગ્રણી કાશ્મીરી પંડિત ઉદ્યોગપતિ અને એક શાળાના શિક્ષક સહિત અનેક નાગરિકો માર્યા ગયા છે. આ હત્યાઓનો ઉલ્લેખ કરતા શિવસેનાએ કહ્યું કે આવી હિંસક ઘટનાઓથી ખ્યાલ આવે છે કે શું પરિસ્થિતિ 1990 ના દાયકાની છે જ્યારે હજારો કાશ્મીરી પંડિતોને ખીણ છોડવાની ફરજ પડી હતી. શિવસેનાએ તેના મુખપત્ર સામનાના તંત્રીલેખમાં લખ્યુ છે કે જ્યાં સુધી પાંચ સૈનિકોની હત્યા કરનાર આતંકવાદીઓને કચડી નાંખવામાં નહીં આવે ત્યાં સુધી ભારતીય મનને શાંતિ નહીં મળે. સુરણકોટ એન્કાઉન્ટરમાં(Encounter) માર્યા ગયેલા પાંચ સૈનિકોનું લોહી સુકાઈ જાય તે પહેલા આ મોતનો પાંચગણો બદલો લેવો જ જોઇએ.

સેનાના પાંચ જવાનો શહીદ થયા, બે આતંકીઓ પણ માર્યા ગયા
જમ્મુ -કાશ્મીરના જુદા જુદા જિલ્લાઓમાં સોમવારે ત્રણ એન્કાઉન્ટરમાં જુનિયર કમિશ્ડ ઓફિસર (Junior Commissioned Officer-JCO) સહિત બે આર્મી જવાનો અને બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. સરહદી જિલ્લા પૂંછના સુરનકોટ વિસ્તારમાં ડેરા કી ગલી (DKG) નજીકના ગામમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં સૈનિકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, જ્યારે આતંકવાદીઓની હાજરી અંગે ગુપ્ત માહિતી મળ્યા બાદ સેના અને પોલીસે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

શિવસેના અને ડોગરા મોરચાએ પાક વિરુદ્ધ પ્રદર્શન કર્યું
પાંચ સેનાના જવાનોની શહાદત બાદ શિવસેના અને ડોગરા મોરચાના કાર્યકરોએ સોમવારે પાકિસ્તાન વિરોધી વિરોધ પ્રદર્શન કર્યું અને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને સમર્થન અને પ્રોત્સાહન આપવા બદલ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનું પૂતળું સળગાવ્યું.

આ પણ વાંચોઃ ‘મગજ’ ધોનીનું ‘ધમાકો ‘કોહલીનો, આ જોડી T20 world cupમાં ‘આગ’ લગાડશે, આ દિગ્ગજે કરી ભવિષ્યવાણી

આ પણ વાંચોઃ અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે ભારતીય નૌકાદળનો માલાબાર અભ્યાસ શરૂ, P-8I વિમાનોએ પણ ભાગ લીધો

Next Article