Maharashtra : “રાજકીય રોટલા શેકવા માટે ભાજપ આક્રમક બની રહી છે”, શિવસેના સાસંદ સંજય રાઉતે ધરણાને લઈને ભાજપને આડે હાથ લીધી

|

Nov 22, 2021 | 1:52 PM

સંજય રાઉતે કહ્યું કે, મહારાષ્ટ્રમાં ઠાકરેની સરકાર છે. કાયદા હેઠળ કાર્યવાહી કરતી વખતે અહીં જાતિ, ધર્મ કે પક્ષ જોવામાં આવતો નથી. વિપક્ષના નેતાઓએ આગમાં ઘી નાખવાની કોશિશ ન કરવી જોઈએ.

Maharashtra : રાજકીય રોટલા શેકવા માટે ભાજપ આક્રમક બની રહી છે, શિવસેના સાસંદ સંજય રાઉતે ધરણાને લઈને ભાજપને આડે હાથ લીધી
Sanjay Raut and Devendra Fadanvis

Follow us on

Amaravati Violence : ત્રિપુરાની ઘટનાની અસરથી મહારાષ્ટ્રના નાંદેડ, માલેગાંવ અને અમરાવતીમાં હિંસા થઈ હતી. ત્યારે રવિવારે પૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે(Devendra Fadanvis)  પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. પત્રકારોને સંબોધતા ફડણવીસે કહ્યું હતુ કે, અમરાવતી હિંસામાં એકતરફી કાર્યવાહી કરવામાં આવી છે. હિંદુ સંગઠનો સાથે જોડાયેલા સભ્યોને જ નિશાન બનાવવામાં આવ્યા છે.

ભાજપ નેતા દેવેન્દ્ર ફડનવીસે અમરાવતી હિંસાની કાર્યવાહીને લઈને ઉઠાવ્યા સવાલ

13મી નવેમ્બરે થયેલી હિંસા 12મી નવેમ્બરના રોજ થયેલી હિંસાની પ્રતિક્રિયા હતી. પરંતુ તેના પર કોઈ કાર્યવાહી નહિ. જ્યારે 13મી નવેમ્બરે પોલીસે લાઠીચાર્જ કરી કાર્યવાહી કરી હતી. તેની સામે ભાજપ દ્વારા આજે રાજ્યભરમાં આક્રમક રીતે ધરણાં કરવામાં આવી રહ્યા છે.ભાજપ પ્રહાર કરતા સંજય રાઉત કહ્યું કે, “ભાજપ અમરાવતી હિંસા અંગે આક્રમક હોવાનો શું અર્થ છે ? શું તમે ફરીથી રમખાણો ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છો ? રાજકીય રોટલા શેકવા આક્રમકતા ન બનો. અમરાવતી શાંત છે,આ આગમાં ઘી ન નાખો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ઠાકરે સરકાર કાયદા હેઠળ કાર્યવાહી કરે છે, જાતિ-ધર્મના આધારે નહિ

વધુમાં સંજય રાઉતે કહ્યું કે, મહારાષ્ટ્રમાં ઠાકરેની સરકાર (Thackeray Government)  છે. કાયદા હેઠળ કાર્યવાહી કરતી વખતે અહીં જાતિ, ધર્મ કે પક્ષ જોવામાં આવતો નથી. વિપક્ષના નેતાઓએ આગમાં ઘી નાખવાની કોશિશ ન કરવી જોઈએ. અમરાવતી જેવી ઘટના કોઈના હિતમાં નથી. આ રાજ્યની પોલીસ સક્ષમ છે. ગઢચિરોલીમાં આ પોલીસ દ્વારા 26 નક્સલવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો છે. એકતરફી કાર્યવાહીના આરોપમાં કોઈ તથ્ય નથી. ભાજપના (BJP Party) કાર્યકરોની ધરપકડનો અર્થ એવો નહોતો કે હિંદુઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. કાયદો હાથમાં લેનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. કોઈપણ પક્ષના નેતાઓએ આવા મામલામાં તથ્યપૂર્ણ નિવેદનો કરવાથી બચવું જોઈએ.

ભાજપનું આંદોલન શેના માટે છે ?

સંજય રાઉતે ભાજપ દ્વારા કરવામાં આવી રહેલા રાજ્યવ્યાપી ધરણા પ્રદર્શન અને આંદોલન પર સવાલ ઉઠાવ્યા હતા. સંજય રાઉતે કહ્યું કે, ભાજપ શા માટે આક્રમક છે, શું તમે ફરીથી રમાખાણો ઉભા કરવા માંગો છો ? ભાજપ શા માટે આંદોલન કરી રહ્યું છે ? તમે મોંઘવારી સામે શું કરી રહ્યા છો ?

 

આ પણ વાંચો: Mumbai : આ બોલીવુડ અભિનેતાની પત્નીની ધરપકડ, હની ટ્રેપમાં વસૂલ્યા હતા કરોડો રૂપિયા

આ પણ વાંચો: Maharashtra: રઝા એકેડમીના લોકો માત્ર કોંગ્રેસના શાસનમાં જ પોલીસ પર હુમલો કેમ કરે છે? દેવેન્દ્ર ફડણવીસે અમરાવતી હિંસા અંગે ઉઠાવ્યા પ્રશ્નો

Next Article