Farm Laws Withdrawn : ‘ભક્તો હજી કહેશે, વાહ ! શું માસ્ટરસ્ટ્રોક છે’, શિવસેનાએ મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર

|

Nov 20, 2021 | 1:05 PM

સંજય રાઉતે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે,13 રાજ્યોની ચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. જેથી આગામી ઉત્તર પ્રદેશ અને પંજાબ વિધાનસભાની ચૂંટણી હારવાનો ભય છે. એટલા માટે કેન્દ્ર સરકારે કૃષિ કાયદાને પાછો ખેંચી લીધો છે.

Farm Laws Withdrawn : ભક્તો હજી કહેશે, વાહ ! શું માસ્ટરસ્ટ્રોક છે, શિવસેનાએ મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર
Sanjay Raut & PM Modi (File Photo)

Follow us on

Maharashtra :  કેન્દ્ર સરકાર દ્વારા ત્રણેય કૃષિ કાયદાઓ પરત ખેંચ્યા બાદ શિવસેનાએ (Shivsena) ભાજપ સરકાર (BJP government) પર આકરા પ્રહારો કર્યા છે.શિવસેના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) કહ્યું, ‘ખેડૂતો દોઢ વર્ષથી અન્યાયી કૃષિ કાયદાઓ(Farm Laws)  સામે આંદોલન કરી રહ્યા હતા. આ કાયદો જમીનની માલિકી ધરાવતા ખેડૂતોને ગુલામ બનાવવા માટે લાવવામાં આવ્યો હતો.

આખરે કેન્દ્ર સરકારને ખેડૂતો સામે ઝુકવું પડ્યું

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

જલિયાવાલા બાગ જેવા અત્યાચારથી આંદોલનને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ ખેડૂતોએ વિરોધ ચાલુ રાખ્યો, ખેડૂતો વરસાદ અને તડકાને સહન કરતા રહ્યા, આખરે કેન્દ્ર સરકારને ખેડૂતો સામે ઝુકવું પડ્યું. પરંતુ કેન્દ્ર સરકારનો ઘમંડ હજુ પણ ખતમ થયો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોની માફી માંગી નથી.

વધુમાં સંજય રાઉતે પત્રકારોને સંબોધતા કહ્યું કે, 13 રાજ્યોની ચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. તેથી આગામી સમયમાં ઉત્તર પ્રદેશ અને પંજાબ વિધાનસભાની ચૂંટણી હારવાનો મોદી સરકારને ભય છે. એટલા માટે કેન્દ્ર સરકારે કૃષિ કાયદાને પાછો ખેંચી લીધો છે.

જે કામ આંદોલનો દ્વારા ન થઈ શક્યું તે આગામી ચૂંટણીએ કર્યુ !

શિવસેનાના મુખપત્ર સામનામાં (Samana) પણ કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. તંત્રીલેખમાં લખવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારે પાકિસ્તાની, ખાલિસ્તાની તરીકે બદનામ થયેલા ખેડૂતોની સામે સફેદ ઝંડો કેમ ફરકાવ્યો ? ભૂતપૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમને ટાંકીને કહેવામાં આવ્યું છે કે જે કામ આંદોલનોથી થઈ શક્યું નથી, તે આગામી ચૂંટણીમાં હારના ડરથી થયુ છે.

રાહુલ ગાંધીને પપ્પુ કહીને અપમાનિત કરનારાઓના ઘમંડનો પરાજય થયો : શિવસેના

સામનાના તંત્રીલેખમાં લખ્યું છે કે, ‘રાહુલ ગાંધીએ (Rahul Gandhi) જાન્યુઆરીમાં કહ્યું હતું કે, સરકારે આ ત્રણ કાળા કાયદા પાછા લેવા પડશે. જેમણે રાહુલ ગાંધીને પપ્પુ કહીને અપમાનિત કર્યા છે તેઓના ઘમંડનો પરાજય થયો છે. લખીમપુર ખેરીમાં આંદોલનકારી ખેડૂતોને ભાજપના પુત્ર દ્વારા કચડી નાખવામાં આવ્યા હતા.’જલિયાવાલા બાગ’ હત્યાકાંડના વિરોધમાં સંપૂર્ણ બંધનું આહ્વાન કરનાર મહારાષ્ટ્ર પ્રથમ રાજ્ય હતું. ન્યાય, સત્ય અને રાષ્ટ્રવાદની લડાઈમાં મહારાષ્ટ્રે હંમેશા નિર્ણાયક ભૂમિકા ભજવી છે.

 

આ પણ વાંચો: Maharashtra Election : વિધાન પરિષદની ચૂંટણી માટે શિવસેનાએ સુનિલ શિંદેના નામ પર લગાવી મહોર ! આદિત્ય ઠાકરે માટે બેઠક છોડી હતી

આ પણ વાંચો: Viral Video: મહારાષ્ટ્રમાં જોવા મળ્યો અદ્ભુત નજારો, જંગલમાં એક સાથે જોવા મળ્યા 6 વાઘ

Next Article