શિવસેનાના ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે ફરી એકવાર ભાજપ પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું હતુ કે, કોર્ટે કહ્યું છે કે મહારાષ્ટ્રના પૂર્વ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી મહારાષ્ટ્રના ગુનેગાર છે અને તેમણે મોટો ગુનો કર્યો છે. રાઉતે કહ્યું કે પૂર્વ રાજ્યપાલે મહારાષ્ટ્રની શિવસેનાને તોડવા માટે બાળાસાહેબની સત્તાનો દુરુપયોગ કર્યો, જે સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો :આ પણ વાંચો :Breaking News : કબૂતરબાજીના માસ્ટર માઇન્ડ બોબી પટેલના બે સાગરીતોની મુંબઈથી ધરપકડ
અજિત પવાર અંગે સંજય રાઉતે કહ્યું કે, ‘દરેકનો DNA ટેસ્ટ કરવામાં આવશે, મહાવિકાસ આઘાડીમાં નાના ભાઈ અને મોટા ભાઈમાં કોઈ તફાવત નથી. તમારી પાર્ટીના કાર્યકરોને હિંમત આપવા માટે ભૂમિકા નિભાવવી પડશે. લોકસભામાં અમારો આંકડો 19 રહેશે અને આ આંકડો વધી પણ શકે છે.
BMC ચૂંટણીને લઈને રાજ્ય સરકારને પડકાર ફેંકતા રાઉતે કહ્યું, ‘તમે ચૂંટણીથી કેમ ડરો છો. મને કહો કે તમે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિલંબ કેમ કરો છો?’ સરકાર પર સવાલ ઉઠાવતા રાઉતે કહ્યું, ‘કહો કે કિરણ રિજિજુની પોસ્ટ કેમ બદલાઈ? નહિંતર, હું આગામી દિવસોમાં તેના વિશે ખુલાસા કરીશ.’
2000 રૂપિયાની નોટ બંધ કરવાના નિર્ણય પર રાઉતે કહ્યું, ‘દેશની અર્થવ્યવસ્થાના ઈતિહાસમાં આટલી મોટી ગડબડ ક્યારેય થઈ નથી. સામાન્ય નાગરિક પાસે 2000ની નોટ નથી. પહેલા નોટબંધી દરમિયાન લગભગ 4000 લોકો બેંકની લાઈનમાં ઉભા રહીને મૃત્યુ પામ્યા હતા. આ કેસ અટક્યો છે. આમાં લોકોએ પોતાની નોકરી ગુમાવી છે અને વડાપ્રધાને એમ પણ કહ્યું હતું કે જો નોટબંધીનો નિર્ણય અટકી જાય તો મને ફાંસી આપજો, તો હવે તમે પ્રાયશ્ચિત કરો.’
શિંદે સરકારનું નામ લીધા વિના તેના પર નિશાન સાધતા રાઉતે કહ્યું કે જેમને 50-50 ખોખા આપવામાં આવ્યા છે તેમની પાસે 2000ની નોટ છે અને આ તેમનું નુકસાન છે. હવે તેઓ મુખ્યમંત્રી પાસે નોટો બદલવાની માંગ કરી રહ્યા છે.
મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો