Maharashtra: 7 ઓક્ટોબરથી ખુલી રહ્યા છે મંદીરો, શીરડીના સાંઈબાબા મંદીરની ગાઈડલાઈન્સ જાહેર, સિદ્ધિવિનાયકના દર્શનનું બુકિંગ એપ દ્વારા કરવામાં આવશે

|

Oct 06, 2021 | 5:22 PM

શિરડીના સાંઈ મંદિર અને મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં ઓનલાઈન બુકિંગ દ્વારા જ દર્શન થઈ શકશે. સાંઈ મંદિરમાં દરરોજ 15 હજાર ભક્તોને દર્શન કરવાની છૂટ છે, પંઢરપુરમાં દરરોજ 10 હજાર ભક્તોને દર્શનની મંજૂરી છે.

Maharashtra: 7 ઓક્ટોબરથી ખુલી રહ્યા છે મંદીરો, શીરડીના સાંઈબાબા મંદીરની ગાઈડલાઈન્સ જાહેર, સિદ્ધિવિનાયકના દર્શનનું બુકિંગ એપ દ્વારા કરવામાં આવશે
Shirdi Sai Temple

Follow us on

રાજ્ય સરકારની પરવાનગી મળ્યા બાદ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં સ્થિત શિરડીનું સાંઈ બાબા મંદિર 7 ઓક્ટોબર (ગુરુવાર) થી ખુલી રહ્યું છે. દરરોજ 15,000 ભક્તો સાંઈ બાબાના દર્શન કરી શકશે. દર્શન માટે પાસ ઓનલાઈન માધ્યમથી આપવામાં આવશે. 65 વર્ષથી ઉપરની વ્યક્તિઓ એટલે કે વરિષ્ઠ નાગરિકો, દસ વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને ગર્ભવતી મહિલાઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. દર્શન માટે, કોરોના રસીકરણ પૂર્ણ કરવું જરૂરી છે અથવા  RT-PCR ટેસ્ટનો રિપોર્ટ  નેગેટિવ હોવો જરૂરી છે.

શિરડી સંસ્થા વહીવટીતંત્રે દર્શન સંબંધિત એક માર્ગદર્શિકા તૈયાર કરી હતી. આ અંતર્ગત 10 હજાર પાસનું ઓનલાઈન બુકિંગ અને 5 હજાર ઓફલાઈન પાસનું વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ આ પછી જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેન્દ્ર ભોંસલે સાથે યોજાયેલી બેઠકમાં ઓફલાઇન પાસની સુવિધા દૂર કરવામાં આવી હતી. એટલે કે, હવે ઓનલાઈન પદ્ધતિથી જ દર્શનની જોગવાઈ રાખવામાં આવી છે. તેમજ હાલમાં પ્રસાદાલય બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સિદ્ધિવિનાયક મંદિર સંબંધિત ગાઈડલાઈન જાહેર થઈ, દર્શન માટે એપ પરથી બુકિંગ

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરમાં પણ વરિષ્ઠ નાગરિકો, બાળકો અને સગર્ભા સ્ત્રીઓને દર્શન ટાળવા વિનંતી કરવામાં આવી છે.  આ સિવાય, દર્શન માટે રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સમયાંતરે બહાર પાડવામાં આવેલી સુચના અને નિયમોનું પાલન કરવાનું જરૂરી કહેવામાં આવ્યું છે. દર્શન માટે, તમારી પાસે એન્ડ્રોઇડ ફોન અથવા એપલ ફોન હોવો જરૂરી છે.

દર્શન માટે એપલ ફોન ધરાવનારા ભક્તો આ લિંક પર જઈને બુકિંગ કરી શકે છે-

  • https://apps.apple.com/in/app/sidhivinayak-temple/id1254939351

એન્ડ્રોઇડ ફોન યુઝર્સ આ લિંક પર જઈને એપ ડાઉનલોડ કરી શકે છે-

  • https://play.google.com/store/apps/details?id=com.cynapto.ssvt

દર ગુરુવારે બપોરે 12 વાગે ટ્રસ્ટ દ્વારા દર્શન માટે ક્યૂઆર કોડ જાહેર કરવામાં આવશે. દર કલાકે 250 ભક્તો દર્શન માટે બુકિંગ કરાવી શકશે. પ્રવેશ માટે માત્ર ઓનલાઈન બુકિંગ કરવામાં આવશે. ઓનલાઈન બુકિંગ વગર મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. ઓનલાઇન મારફતે મેળવેલો QR કોડ અન્ય કોઇને આપવામાં આવશે નહીં એટલે કે તે નોન ટ્રાન્સફરેબલ હશે. QR કોડ નકલ WhatsApp દ્વારા, ફોટો કોપી દ્વારા અથવા સ્ક્રીન શોટ દ્વારા સ્વીકારવામાં આવશે નહીં.

પંઢરપુરમાં દરરોજ 10 હજાર લોકો ભગવાન વિઠ્ઠલના દર્શન કરી શકશે

એ જ રીતે, પંઢપુરમાં સ્થિત ભગવાન વિઠ્ઠલ અને રૂક્મિણી માતાનું મંદિર પણ 7 ઓક્ટોબર (ગુરુવાર) થી ખુલી રહ્યું છે. શિરડીના સાંઈ બાબા મંદિરમાં, જ્યાં દરરોજ 15 હજાર ભક્તોને દર્શન માટે મંજૂરી આપવામાં આવી છે, પંઢરપુરમાં દરરોજ 10 હજાર ભક્તોને દર્શન માટે મંજૂરી આપવામાં આવી છે.

સાંઈ મંદિર અને સિદ્ધિ વિનાયક મંદિરમાં, જ્યાં દર્શન માટે માત્ર ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યાં વિઠ્ઠલ મંદિરમાં ઓનલાઈન અને સીધા આવીને પણ દર્શન કરવાની વ્યવસ્થા છે. પંઢરપુરમાં પણ કોરોના સંબંધિત તમામ નિયમોનું પાલન કરવું જરૂરી રહેશે. અહીં પણ વરિષ્ઠ નાગરિકો, બાળકો અને સગર્ભા સ્ત્રીઓને દર્શન ટાળવા વિનંતી કરવામાં આવી છે. અહીં આવતા ભક્તોનું તાપમાન તપાસવામાં આવશે.

મંદિર સવારે 6 થી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. 7 ઓક્ટોબરથી દર્શન માટે http://www.vitthalrukminimandir.org આ લિંક પર સમય અને તારીખની માહિતી  શેર કરવામાં આવશે. દર્શન માટે આવતા સમયે હાર, ફૂલો, નાળિયેર, પ્રસાદ વગેરે લાવવાની મનાઈ છે. જો મંદિરમાં આવ્યા બાદ કોઈની તબિયત બગડે તો અહીં તબીબી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ભક્તોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ નિર્ધારિત સમય અનુસાર મંદિરમાં આવે અને ભીડ ન વધારે.

આ પણ વાંચો :  Maharashtra : કોરોનાને કારણે પોતાના પ્રિયજનો ગુમાવનાર પરિવારની વ્હારે સરકાર, આ શહેરના 19000 હજાર પરિવારોને મળશે મદદ

Next Article