Cyclone Tauktae Updates: મુંબઈથી 175 કિમી દૂર સમુદ્રમાં ડૂબ્યું જહાજ, 146 લોકોને બચાવાયા, રેસ્ક્યુ અભિયાન યથાવત
મુંબઈ

Cyclone Tauktae Updates: મુંબઈથી 175 કિમી દૂર સમુદ્રમાં ડૂબ્યું જહાજ, 146 લોકોને બચાવાયા, રેસ્ક્યુ અભિયાન યથાવત

| Edited By: | Updated on: May 18, 2021 | 12:51 PM

સોમવારે તોફાન મુંબઇ પરથી પસાર થતાં એક જહાજ 'બાર્જ પી 305' અટવાઈ ગયું હતું. આ વહાણમાં કુલ 273 લોકો સવાર હતા.

Cyclone Tauktae Updates : સોમવારે તોફાન મુંબઇ પરથી પસાર થતાં એક જહાજ ‘બાર્જ પી 305’ અટવાઈ ગયું હતું. આ વહાણમાં કુલ 273 લોકો સવાર હતા. હવે આ જહાજ ડૂબી જવાના સમાચાર સામે આવ્યા છે. મોટા પાયે બચાવ કામગીરી હાથ ધરીને 146 લોકોનો બચાવ થયો છે. જોકે, વહાણમાં સવાર બાકીના 171 લોકો વિશે હજુ સુધી માહિતી બહાર આવી નથી.

જહાજને બચાવવા માટે નેવીએ પ્રયાસ કર્યો. આઈએનએસ કોચિને તેના બચાવ માટે રવાના કરાયા હતા. પરંતુ પરિસ્થિતિ ખૂબ પ્રતિકૂળ હતી. દરિયામાં ઉંચા મોજા ઉંચકાયા હતા અને જોરદાર પવન ફૂંકાયો હતો. આ કારણોસર બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ આવી હતી. બાદમાં આઈએનએસ કોલકાતાએ પણ આ અભિયાનમાં ભાગ લીધો હતો.

ચક્રવાતી તોફાન ‘તાઉ તે ‘ દરમિયાન ગઈકાલે ભારતીય નૌકાદળને કુલ 4 એસઓએસ કોલ્સ આવ્યા હતા. કુલ 273 લોકો બાર્જ પી 305 પર સવાર હતા. આઈએનએસ કોચી અને આઈએનએસ કોલકાતા યુદ્ધ બોટની મદદથી તેમાં ફસાયેલા લોકોને બચાવવા માટે બીજા સપોર્ટ જહાજનો ટેકો લેવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 146 લોકોને સ્થળાંતર કરાયા છે. હમણાં જ સમાચાર મળ્યો કે બાર્જ ડૂબી ગયો છે.

કુલ 137 લોકો તેના પર સવાર હતા. કોસ્ટરગાર્ડના સીજીએસ સમ્રાટ, ઇમરજન્સી ટોઇંગ વેસેલ ‘વોટર લિલી’ અને બે સપોર્ટ જહાજો પણ તેના પર ફસાયેલા લોકોને બચાવવા પહોંચી ગયા છે.

ઓઇલ રિગ સાગર ભૂષણ પર 101 લોકો ફસાયેલા છે. આઈએનએસ તલવાર તેમને બચાવવા રવાના થયા છે. બાર્જ એસએસ -3, જેમાં 196 લોકો સવાર છે. હવામાન સ્પષ્ટ થતાંની સાથે જ એસએઆર ઓપરેશન માટે નેવીના પી 81 સર્વેલન્સ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરની મદદ પણ લેવામાં આવશે.

Published on: May 18, 2021 12:48 PM