શિવસેના ઠાકરે જૂથના નેતા અને ધારાસભ્ય આદિત્ય ઠાકરે પર શુક્રવારે અડધી રાત્રે મુંબઈના એન એમ જોશી પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. ગેરકાયદેસર રીતે ભીડ એકઠી કરી પુલનું ઉદ્ઘાટન કરવાના મામલે આદિત્ય ઠાકરે અને ઠાકરે જૂથના પદાધિકારીઓ વિરૂદ્ધ આ કેસ નોંધવામાં આવ્યો છે. શનિવારે આદિત્ય ઠાકરે પ્રેસ કોન્ફરન્સ કરીને શિંદે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે મુખ્યપ્રધાનની પાસે સમય નથી પણ તે જનતા માટે કામ કરતા રહેશે અને જ્યારે તેમની સરકાર બનશે તો તમામ ગુનેગારોને જેલ મોકલશે. તેમને કહ્યું કે આ સરકાર ગેરકાયદેસર છે.
આદિત્ય ઠાકરેએ કહ્યું કે આ સરકાર પોતે જ ગેરકાયદેસર છે. તે બીજાને કેવી રીતે ગેરકાયદેસર જાહેર કરી રહ્યા છે? તેમના ટ્વીટ બાદ મેટ્રોને જનતા માટે ખોલી દેવામાં આવી છે. આ તેમનો વિધાનસભા વિસ્તાર છે. તેમને કહ્યું કે મુખ્યપ્રધાન ગેરકાયદેસર અને અનૈતિક છે. તેમની પાસે જનતા માટે અને રાજ્યના પ્રોજેક્ટસના ઉદ્ઘાટન માટે સમય નથી, તેથી તેને જનતા માટે ખોલી દેવો જોઈએ. જો તે મારી સામે કેસ દાખલ કરી રહ્યા છે તો તેના માટે હું તૈયાર છું. હું જનતા માટે હંમેશા લડતો રહીશ.
જણાવી દઈએ કે શુક્રવારે રાત્રે આદિત્ય ઠાકરેએ પુલનું ઉદ્ઘાટન કર્યુ હતું. જેને લઈને આદિત્ય ઠાકરે અને સાથે જ શિવસેનાના પદાધિકારી સુનિલ શિંદે અને સચિન આહિર પર પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
તેમને કહ્યું કે ગઈકાલે રાત્રે મારા અને મારા સાથીઓ પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. લોવર પરેલમાં ડીલાઈ રોડનું કામ 10 દિવસથી પૂર્ણ થઈ ચૂક્યુ છે પણ તેને શરૂ કરવામાં આવ્યો નથી. વીઆઈપીને સમય મળી રહ્યો નથી, તેથી બીએમસીએ અત્યાર સુધી તેને શરૂ કર્યો નથી. મારી સામે જે કામને લઈને એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, મારા દાદાજીને તેની પર ગર્વ થતો.
તેમને કહ્યું અમે દર વખતે કહી રહ્યા છીએ કે જ્યારે અમારી સરકાર આવશે તો આ તમામ ગુનેગારોને જેલમાં મોકલીશું. તેથી તેમને પોતાનો વિદેશ પ્રવાસ રદ કર્યો અને નવી મુંબઈ મેટ્રો લાઈન શરૂ કરી. આ સરકાર જ ગેરકાયદેસર છે. મુખ્યપ્રધાન પોતાના રાજ્યના પ્રોજેક્ટને શરૂ કરી રહ્યા નથી અને અન્ય રાજ્યોમાં જઈને બીજી પાર્ટી માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.