Breaking News: શરદ પવાર જ NCPના અધ્યક્ષ રહેશે, રાજીનામું પરત લીધુ

બેઠક દરમિયાન એનસીપી સમિતિએ કહ્યું કે શરદ પવાર સક્રિય રાજકારણમાં રહીને પણ પાર્ટીના અધ્યક્ષ તરીકે ચાલુ રહેશે. આ અંગે શરદ પવારે શુક્રવારે સાંજે YB ચૌહાણ સેન્ટરમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને રાજીનામું પાછું ખેંચવાની જાહેરાત કરી.

Breaking News: શરદ પવાર જ NCPના અધ્યક્ષ રહેશે, રાજીનામું પરત લીધુ
Sharad Pawar withdraws resignation
| Edited By: | Updated on: May 05, 2023 | 6:10 PM

NCP સમિતિએ શરદ પવારનું રાજીનામું નામંજૂર કર્યુ છે. 18 સભ્યોની સમિતિએ રાજીનામું સ્વીકાર્યુ નહીં. બેઠક દરમિયાન એનસીપી સમિતિએ કહ્યું કે શરદ પવાર સક્રિય રાજકારણમાં રહીને પણ પાર્ટીના અધ્યક્ષ તરીકે ચાલુ રહેશે. આ અંગે શરદ પવારે શુક્રવારે સાંજે YB ચૌહાણ સેન્ટરમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને રાજીનામું પાછું ખેંચવાની જાહેરાત કરી.

આ પણ વાંચો: Rajkot: કેકેવી ચોક બ્રિજનું કામ પૂર્ણ થવામાં તારીખ પે તારીખનો સિલસિલો યથાવત, 2-2 મુદ્દત પુરી થયા બાદ આવી નવી તારીખ

શરદ પવારે કહ્યું કે મેં NCP અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. મેં રાજકીય જીવનમાં 66 વર્ષ પૂરા કર્યા છે. આટલા લાંબા સમય પછી આરામ કરવા માંગતો હતો. મારા નિર્ણયની જાહેરાત બાદ કાર્યકરો અને લોકોમાં અસંતોષની પ્રતિક્રિયા જોવા મળી હતી. મારા સલાહકારોએ કહ્યું કે મારે આ નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ. મારા સમર્થકો અને માર્ગદર્શકો મને મારો નિર્ણય પાછો ખેંચવા વિનંતી કરી રહ્યા હતા. ઉપરાંત, સમગ્ર ભારત અને મહારાષ્ટ્રના રાજકારણીઓ મને રાજીનામું પાછું લેવા વિનંતી કરી રહ્યા હતા.

તેમણે કહ્યું કે સમિતિ દ્વારા લેવામાં આવેલા નિર્ણય અને આ તમામ માંગણીઓને ધ્યાનમાં રાખીને મેં NCP પ્રમુખ પદ છોડવાનો નિર્ણય પાછો ખેંચ્યો છે. ભલે હું આ નિર્ણય લઈ રહ્યો છું, મને લાગે છે કે પાર્ટીમાં નવું નેતૃત્વ રચવું જોઈએ અને હું તેના માટે કામ કરીશ. રાહુલ ગાંધી, સીતારામ યેચુરી અને અન્ય ઘણા લોકોએ કહ્યું કે વિપક્ષની એકતા માટે મારી હાજરી જરૂરી છે.

અજિત પવારના પ્રેસ કોન્ફરન્સમાં ન હોવાના સવાલ પર તેમણે કહ્યું કે દરેક પીસીમાં નથી આવતું. અજિત પવાર સહિત પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓ ઠરાવ પસાર કરવામાં સામેલ હતા. મેં મારા સાથીદારોને વિશ્વાસમાં લીધા નહોતા કારણ કે મને લાગતું હતું કે તેઓ મને તે કરવા દેશે નહીં. પ્રતિભાવ જોઈને મેં મારો નિર્ણય પાછો ખેંચી લીધો છે. આખી ટીમ સક્ષમ છે. તેમને તક આપવા માટે મેં રાજીનામું આપવાનું નક્કી કર્યું હતું.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 5:53 pm, Fri, 5 May 23