લોકશાહી અને બિનસાંપ્રદાયિકતામાં વિશ્વાસ કરનારાઓએ સાથે આવવું જોઈએ – સોનિયા ગાંધી સાથેની બેઠકમાં શરદ પવારે આપ્યું નિવેદન

|

Aug 21, 2021 | 6:57 AM

શરદ પવારે કહ્યું કે, જે લોકો લોકશાહી અને બિનસાંપ્રદાયિકતામાં માને છે; જેઓ આપણા દેશના લોકશાહી સિદ્ધાંતોને બચાવવા માટે સાથે મળીને કામ કરવા માગે છે તેઓએ એક સાથે આવવું જોઈએ.

લોકશાહી અને બિનસાંપ્રદાયિકતામાં વિશ્વાસ કરનારાઓએ સાથે આવવું જોઈએ - સોનિયા ગાંધી સાથેની બેઠકમાં શરદ પવારે આપ્યું નિવેદન
NCP પ્રમુખ શરદ પવાર (ફાઇલ ફોટો)

Follow us on

કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ શુક્રવારે બોલાવેલી વિપક્ષી નેતાઓની ડિજિટલ બેઠકમાં હાજરી આપ્યા બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના વડા શરદ પવારે જણાવ્યું હતું કે જે લોકો લોકશાહી અને બિનસાંપ્રદાયિકતામાં માને છે તેઓએ સાથે આવવું જોઈએ અને સમયબદ્ધ કાર્યક્રમ તૈયાર કરવો જોઈએ. તેમણે દેશના હાલના સંજોગોને ધ્યાનમાં રાખીને સમાન વિચારધારા ધરાવતા પક્ષોની બેઠક યોજવાની પહેલની પ્રશંસા કરી છે.

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીએ ટ્વિટ કર્યું હતું કે ‘ભારતમાં હાલની સ્થિતિ ખૂબ નિરાશાજનક લાગી રહી છે. ખેડૂતો ઘણા મહિનાઓથી વિરોધ કરી રહ્યા છે, ભારત જેવા લોકશાહી દેશ માટે આ પીડાદાયક ચિત્ર છે. રાષ્ટ્ર આજે આર્થિક મંદી, કોવિડ રોગચાળો, બેરોજગારી, સરહદ વિવાદ, લઘુમતી સમુદાયોનો મુદ્દો વગેરે જેવા અનેક મુદ્દાઓનો સામનો કરી રહ્યો છે. તેમણે લખ્યું કે વર્તમાન સરકાર આ તમામ મુદ્દાઓને ઉકેલવામાં નિષ્ફળ રહી છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

 

લોકશાહી સિદ્ધાંતોને બચાવવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ

તેમણે કહ્યું, “જે લોકો લોકશાહી અને બિનસાંપ્રદાયિકતામાં વિશ્વાસ કરે છે; જેઓ આપણા દેશના લોકશાહી સિદ્ધાંતોને બચાવવા માટે સાથે મળીને કામ કરવા માંગે છે, તેઓએ એક સાથે આવવું જોઈએ.

આ સાથે પૂર્વ મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, ‘સામૂહિક રીતે સમયબદ્ધ કાર્યક્રમ શરૂ કરવાની જરૂર છે અને હું સૂચન કરું છું કે આ બધા મુદ્દાઓને એકસાથે ઉકેલવાને બદલે, આપણે પ્રાથમિકતાઓ નક્કી કરીને સામૂહિક રીતે આ મુદ્દાઓને એક સાથે ઠીક કરવા જોઈએ. આપણે તેને ઉકેલવા માટે કામ કરવું જોઈએ અને આપણા દેશને સારું વર્તમાન અને ભવિષ્ય આપવા માટે કાર્ય કરવું જોઈએ.

 

કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી વિપક્ષી એક્તાને લઈ આજે દેશના ઘણા પ્રમુખ વિપક્ષી નેતાઓ સાથે ડિજિટલ બેઠકનું આયોજન કર્યું હતું. વર્ચ્યુઅલ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિત 19 પક્ષોના નેતાઓ સામેલ થયા હતા. આ બેઠકમાં સમાજવાદી પાર્ટી સામેલ નથી થઈ.

આ બેઠકમાં કૉંગ્રેસની સાથે ટીએમસી, એનસીપી, ડીએમકે, શિવસેના, જેએમએમ, સીપીઆઈ, સીપીએમ, નેશનલ કૉન્ફ્રંસ, આરજેડી, આઈયૂડીએફ, વીસીકે, લોકતાંત્રિક જનતા દળ, જેડીએસ, આરએલડી, આરએસપી, કેરળ કૉંગ્રેસ મની, પીડીપી, આઈયૂએમએ સામેલ થયા હતા.

સોનિયા ગાંધીની આ બેઠકને વિપક્ષની વચ્ચે કોંગ્રેસની સ્થિતિને વધુ મજબૂત બતાવવાના ઉદ્દેશ્યથી ઉઠાવવામાં આવેલા પગલાના રૂપે પણ જોવામાં આવી રહ્યુ છે. 9 ઓગસ્ટે કોંગ્રેસના દિગ્ગજ નેતા કપિલ સિબ્બલે પણ એક ડિનર પાર્ટી રાખી હતી, જેમાં કેટલાક દિગ્ગજ વિપક્ષી નેતાઓએ ભાગ લીધો હતો.

બેઠકનો ઉદ્દેશ્ય સંસદના તાજેતરમાં જ સંપન્ન મોનસૂન સત્ર બાદ વિપક્ષી એકતા વધુ મજબૂત કરવાનો છે. ચાર સપ્તાહના લાંબા સત્રમાં રાજ્યસભામાં કોંગ્રેસ પાર્ટીના નેતા મલ્લિકાર્જૂન ખડગેના નેતૃત્વમાં એક નવો વિપક્ષ જોવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીની ઉપસ્થિતિએ સંસદના બંને સદનમાં વિપક્ષને એક કરવાના પ્રયત્નને પ્રોત્સાહન આપ્યુ હતુ.

આ પણ વાંચો :  Mumbai : નારાયણ રાણેની ‘જન આશીર્વાદ યાત્રા’ માં કોરોના નિયમોનો ભંગ, ભાજપના કાર્યકરો સામે FIR દાખલ

Next Article