મહા વિકાસ આઘાડી સરકારના શિલ્પકાર ગણાતા શરદ પવારે (Sharad Pawar Press Conference) મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે આજે (21 જૂન, મંગળવાર) દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમની પ્રેસ કોન્ફરન્સમાં શરદ પવારે કહ્યું કે એકનાથ શિંદે (Eknath Shinde Shiv Sena) અને તેમના સમર્થક ધારાસભ્યોનો બળવો શિવસેનાનો આંતરિક મામલો છે. આના પર એક પત્રકારે શરદ પવારને પૂછ્યું કે, પરંતુ સંકટનો સમય તો મહા વિકાસ અઘાડી સરકાર (Maharashtra Political Crisis) પર છે. આના પર શરદ પવારે કહ્યું, ‘મને મહા વિકાસ અઘાડી સરકારમાં કોઈ મોટું સંકટ દેખાતું નથી. શિવસેના ટૂંક સમયમાં આ સંકટનો ઉકેલ શોધી કાઢશે. મને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં પૂરો વિશ્વાસ છે. જો જરૂર પડશે તો અમે શિવસેનાને આ સંકટમાંથી બહાર કાઢવા માટે સાથ આપવા તૈયાર છીએ.
Govt is running very fine from the last 2.5 years: NCP Chief @PawarSpeaks on rebellion in #MahaVikasAghadi#Maharashtra #TV9News pic.twitter.com/xmm1o2ShjR
— Tv9 Gujarati (@tv9gujarati) June 21, 2022
શરદ પવારને એક પત્રકારે પૂછ્યું હતું કે એકનાથ શિંદેએ ફરી એકવાર શિવસેના અને ભાજપની ગઠબંધન સરકાર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આના પર શરદ પવારે કહ્યું કે તેમને આ અંગે કોઈ જાણકારી નથી.
એક પત્રકારે શરદ પવારને પૂછ્યું કે જો ભાજપ તરફથી ઓફર આવે તો શું એનસીપી અને ભાજપ સાથે મળીને સરકાર બનાવી શકે છે? તેના પર શરદ પવારે કહ્યું કે તમે શું વાત કરો છો. કેટલાક સમજદાર પ્રશ્નો પૂછો. એટલે કે શરદ પવાર કોઈપણ સંજોગોમાં ભાજપ સાથે સત્તાની કોઈપણ ભાગીદારી કરશે નહીં.
શરદ પવારે એકનાથ શિંદેને નાયબ મુખ્યમંત્રી બનાવવાની માંગ પર કહ્યું કે, મુખ્યમંત્રી કોણ બને, તે ગઠબંધનની શરતો મુજબ શિવસેનાએ નક્કી કરવાનું છે. અમારા ક્વોટામાં નાયબ મુખ્યમંત્રી છે. તેથી આ સવાલનો જવાબ માત્ર શિવસેના જ આપી શકે છે. પરંતુ હાલમાં મને આવી કોઈ માંગની જાણકારી નથી.
શરદ પવારે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે છેલ્લા અઢી વર્ષથી મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકારને તોડી પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. શરદ પવારે કહ્યું કે આજે તેઓ દિલ્હીથી મુંબઈ જશે અને મહા વિકાસ આઘાડીના નેતાઓ સાથે આ અચાનક સંકટને દૂર કરવા માટે બેઠક કરશે અને ઉકેલ શોધવાનો પ્રયાસ કરશે.
Published On - 2:11 pm, Tue, 21 June 22